“કોરોના વાયરસ: ભારતીય વૈજ્ઞાનિકોને મળી સૌથી મોટી સફળતા, વૈજ્ઞાનિકોના આ પ્રયાસથી અટકાવી શકાશે કોરોના વાયરસનો ફેલાવો “

ભારતીય વૈજ્ઞાનિકોને કોરોના વાયરસને લઈને મળી મોટી સફળતા ! વૈજ્ઞાનિકોના આ પ્રયાસથી અટકાવી શકાશે કોરોના વાયરસનો ફેલાવો

આજે કોરોના વાયરસે સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લીધું છે. ચીનના વુહાન કે જેને કોરોના વાયરસનું એપી સેન્ટર માનવામાં આવે છે તે શહેરમાં ધીમે ધીમે કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે પણ બીજી બાજુ ઇરાન, ઇટાલી, સ્પેન, યુ.એસ.એ વિગેરેમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે અને તેના માટે આખાએ આખા રાજ્યો તેમજ દેશોને લોકડાઉન કરવામાં આવ્યા છે.

image source

આજે દુનિયાના હજારો વૈજ્ઞાનિકો કોરાના વાયરસને ડામવા માટે વિવિધ સંશોધનો યુદ્ધના ધોરણે કરી રહ્યા છે કે જેથી કરીને કોઈ વેક્સિન શોધી શકાય. અને ભારતીય વૈજ્ઞાનિકો પણ આ હેતુએ પોતાની કમર કસી રહ્યા છે. ચીનની આસપાસના કેટલાક દેશોમાં કોરોનાએ કોઈ જ અસર નથી દેખાડી ત્યાં હજારો કિલો મીટર દૂર આવેલા અમેરિકા, ઇરાન, ઇટાલી વિગેરેમાં તેણે તહેલકો મચાવી દીધો છે. ભારત એવો પાંચમો દેશ બન્યો છે જેણે કોવિડ -19ના વાયરસને આઇસોલેટ કરવામાં સફળતા હાંસલ કરી છે.

ભારતમાં કોરોના વાયરસના 101 કેસ

image source

તમને જણાવી દઈએ કે ભારતની વસ્તીની ગીચતા પ્રમાણે ભારત માટે કોરોના વાયરસને આઈસોલેટ કરવું ઘણું અઘરું છે તેમ છતાં ભારતે આ કરી બતાવ્યું છે. આજે ચીન, જાપાન, અમેરિકા અને થાઈલેન્ડ બાદ ભારત પાંચમો દેશ જે જેણે કોરોના વાયરસને આઇસોલેટ કરવામાં સફળતા મેળવી છે.

આજે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના 169,605 કેસ પોઝીટીવ છે. અને તેમાંથી 6518 લોકો મૃત્યુ પામ્યા છે. અને 77,776 જેટલા લોકો વાયરસની અસરમાંથી બહાર આવી ગયા છે. ભારતની વાત કરીએ તો ઉપર જણાવ્યું તે પ્રમાણે અત્યાર સુધીમાં 101 કેસ પોઝિટિવ આવ્યા છે જેમાંથી 2 લોકો મૃત્યુ પામ્યા છે અને ત્રણ લોકોને વાયરસના જોખમમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના વૈજ્ઞાનિક રમન ગંગાખેડકરના જણાવ્યા પ્રમાણે, કોરોનાવાયરસને સરળતાથી લોકોથી દૂર રાખી શકાય તેમ નથી એટલે કે તેને આઇસોલેશનમાં રાખી શકાય તેમ નથી તેવા સંજોગોમાં ભારતને આ સફળતા મળવી એ કોઈ નાની વાત નથી.

તેઓ વધારામાં જણાવે છે કે કોરોનાને આઇસોલેટ કરવાથી તે માટેની દવા શોધવી તેમજ તેનું ટેસ્ટિંગ કરવું ઘણું સરળ બની જશે કારણ કે દવાના ટેસ્ટ માટે વાયરસના વિષાણુની જરૂર હોય છે, અને ત્યાર બાદ તેને ડામવા માટે દવા બનાવવામાં આવે છે. એક સાદી ભાષામાં સમજાવવા જઈએ તો ભારતના વૈજ્ઞાનિકોને કોરોના વયારસના સેમ્પલને માનવ શરીરની બહાર રાખવામાં સફળતા મળી છે. આ જ સંસ્થાના ડોક્ટર બલરામ ભાર્ગવના જણાવ્યા પ્રમાણે આ એક મોટી સળફતા છે કારણ કે તેનાથી દવા, વેક્સિન અને ટેસ્ટિંગ કિટ બનાવવામાં વૈજ્ઞાનિકોને ઘણી સરળતા રહેશે અને મદદ પણ મળશે. તેમના જણાવ્યા પ્રમાણે જો બધું જ ધાર્યા પ્રમાણે ચાલ્યું તો 30 દિવસમાં કોરોના વાયરસ પર કાબૂ મેળવી શકાય તેમ છે.

image source

હજુ સુધી કોરોના વાયરસની રસી શોધાઈ નથી

સંસ્થાના વૈજ્ઞાનિકો જણાવે છે કે ‘કોરોના વાયરસનું આઇસોલેશન ઘણું અઘરું હતું કારણ કે ભારતમાં ઘણા ઓછા લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. પણ હવે તે થઈ ગયું છે. અને તેના દ્વાયા તે માહિતી મેળવવી પણ સરળ રહેશે કે તે ઉત્પન્ન કેવી રીતે થાય છે અને તેને વૈજ્ઞાનિકો બાયોલોજીકલી પણ સમજી શકશે.’

image source

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસની કોઈ ચોક્કસ સારવાર નથી, અને તેની કોઈ દવા કે રસી પણ શોધાઈ નથી. તમને એ પણ જણાવી દઈએ કે એઇડ્સની સારવારમાં એચઆઈવી વિરુદ્ધ વપરાતી lopinavir અને ritonvirનો ઉપયોગ કોવિડ-19ના દર્દીઓ પર કરવામાં આવી રહ્યો છે, જો કે હજું સુધી વૈજ્ઞાનિકો એ નથી જાણી શક્યા કે તેનાથી વાસ્તવમાં કેટલો ફાયદો થઈ રહ્યો છે.

કોરોના વાયરસ પર સમગ્ર દેશમાં 65 લેબ કાર્યરત

image source

સમગ્ર દેશમાં કોરોના વાયરસની તપાસ માટે તેમજ તેના પરના સંશોધનો ચલાવવા માટે કુલ 65 લેબ દીવસરાત કામ કરી રહી છે. આ લેબોરેટરીની ક્ષમતા 90 નમૂનાઓ તપાસવાની છે. આ તમામ લેબ દ્વારા અત્યાર સુધીમાં 5900 લોકોના 6500 નમૂનાઓ ભેગા કરી તેના પર તપાસ કરવામાં આવી છે. હવે વૈજ્ઞાનિકોને તેની દવા કે વેક્સિન શોધવામાં સફળતા મળે તેની જ રાહ જોવાઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ