આ સિતારાઓ એટલી હદે નશાબાજ હતા કે તેમણે પોતાની કેરીયરથી પણ હાથ ધોવા પડ્યા,જોઇ લો તસવીરોમાં

ફિલ્મોમાં સ્વચ્છ ઇમેજ ધરાવતા આ અભિનેતા-અભિનેત્રીઓ વાસ્તવમાં રહી ચૂક્યા છે નશેડી

image source

આ સિતારાઓ એટલી હદે નશાબાજ હતા કે તેમણે પોતાની કેરીયરથી પણ હાથ ધોવા પડ્યા હતા

થોડા સમય પહેલાં કરણ જોહરની એક પાર્ટીની વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. જેમાં કરન જોહર, રનબીર કપૂર, દીપિકા પાદુકોણ, વિક્કી કૌશલ વિગેરે અભિનેતાઓ જોવા મળ્યા હતાં. જેમાં વિક્કી કૌશલ પીધેલી હાલતમાં હોય તેવું સ્પષ્ટ જણાઈ આવતું હતું અને આ વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ ત્યાર બાદ વિક્કીને લોકોએ ખૂબ ટ્રોલ કર્યો હતો.

image source

કરન જોહરની આ પાર્ટિમાં તેના ફ્રેન્ડ્સે દારૂ પીધો હશે પણ કદાચ બની શકે કે તે તેમની લત ન હોય પણ ઓકેઝનલી જ તેમણે પીધો હોય જે મુંબઈ-દીલ્લી-બેંગલુરુ-હૈદરાબાદ-કોલકાતા જેવા મોટા શહેરોમાં એક સામાન્ય બાબત છે. પણ જ્યારે આ ક્યારેક પીવાતી દારૂ કે સીગરેટ કે પછી બીજા નશીલા પદાર્થોની લત કાયમ માટે લાગી જાય ત્યારે તમારું જીવન તબાહ થઈ જાય છે. આપણા કેટલાક માનિતા બોલીવૂડ સ્ટાર્સ સાથે પણ તેવું જ થયું છે.

તો ચાલો જાણીએ તે સિતારાઓ વિષે.

સંજય દત્ત

image source

બે વર્ષ પહેલાં સંજય દત્તના જીવન પર આધારિત ફિલ્મ સંજુ આવી ગઈ જેમાં સંજય દત્તની નશાની આદત વિષે પણ ખુલીને ડીરેક્ટર દ્વારા બતાવવામાં આવ્યું હતું. અને સંજય દત્ત એટલી હદે માદક દ્રવ્યોનો એડિક્ટ બની ગયો હતો કે તેણે પોતાની આ આદત છોડાવવા માટે અમેરિકાના રિહેબ સેન્ટરમાં રહેવું પડ્યું હતું. ત્યાંથી આવ્યા બાદ તે માદક દ્રવ્યોની લતથી તો છૂટી ગયો હતો પણ તેની દારૂ તેમજ ધૂમ્રપાનની આદત નથી છૂટી શકી.

પ્રતિક બબ્બર

image source

પ્રતિક બબ્બર વિતેલા જમાનાની દિગ્ગજ અભિનેત્રી સ્મિતા પાટિલ અને રાજ બબ્બરનો દીકરો છે. તેણે બોલીવૂડમાં પ્રવેશ તો કર્યો પણ તેને તેમાં સફળતા નથી મળી. પણ તમને જણાવી દઈએ કે રાજ બબ્બરનો આ દિકરો નશિલા પદાર્થોનો એડિક્ટ રહ્યો છે. તે એટલી હદે એડિક્ટ થઈ ગયો હતો કે તેનું સંપૂર્ણ જીવન બરબાદ થઈ ગયું હતું. પણ છેવટે પ્રતિકે તેમાંથી છૂટકારો મેળવી લીધો અને આજે તે એક સંયમી જીવન જીવી રહ્યો છે. પ્રતિકે ઘણી ઓછી બોલીવૂડ ફિલ્મો કરી છે જેમાં 2008ની જાને તુ યા જાને ના અને 2011ની આરક્ષણનો સમાવેશ થાય છે.

રણવીર સિંહ

image source

આ યાદીમાં રણવીર સિંહનું નામ પણ સમાવિષ્ટ છે. જો કે રણવીરને કોઈ ભારે નશીલા પદાર્થની લત્ત નથી પણ તે શૂટિંગ દરમિયાન અઢળક ધૂમ્રપાન કરતો જોવા મળ્યો છે. તેણે પોતાની આ ખરાબ ટેવ વિષે એક ઇન્ટર્વ્યૂમાં જણાવ્યુ હતું કે તેને આ લત એક્ટિંગ સ્કૂલના દિવસોથી લાગી હતી.

મમતા કુલકર્ણી

image source

મમતા કુલકર્ણી 90ના દાયકામા લગભગ દરેક એ લીસ્ટર હીરો સાથે ફિલ્મોમાં જોવા મળતી હતી. તેની કારકીર્દી શીખર પર હતી. તેણીએ પોતાની કારકીર્દીમાં ઘણી બધી હીટ ફિલ્મો આપી જેમાં, કરણ-અર્જુન, સબસે બડા ખીલાડી, બાઝી વિગેરનો સમાવેશ થાય છે. પણ માદક દ્રવ્યોના અવિરત સેવને તેણીનું નામ બોલીવૂડમાંથી નેસ્તનાબુદ કરી દીધું.

ધર્મેન્દ્ર

image source

બોલીવૂડના હિમેન ગણાતા ધર્મેન્દ્રએ પોતાની લેટેસ્ટ ફિલ્મ યમલા પગલા દિવાનાના પ્રમોશન વખતે એક વાતચીતમાં જણાવ્યું હતું કે તેમને એક વખતે ડ્રગની ટેવ પડી ગઈ હતી અને એક વખત એવો પણ આવ્યો હતો કે તેમની આ લતના કારણે તેમનું જીવન બરબાદ થવાના આરે આવીને ઉભું રહ્યું હતું. તેમને ઘણા વર્ષેથી અનહદ મદ્યપાનની પણ ટેવ રહેલી છે. પણ 2001થી તેમણે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા આ બધી જ ખરાબ આદતોને તિલાંજલી આપી દીધી છે.

મહેશ ભટ્ટ

image source

મહેશ ભટ્ટનું નામ બોલીવૂડના મોખરાના ડીરેક્ટર્સમાં થાય છે. પણ એક સમય એવો હતો જ્યારે તેમને દારૂની લત એટલી હદે લાગી ગઈ હતી કે તેમના ઘરના લોકો તેમનાથી દૂર જ રહેવા લાગ્યા હતા. પણ જ્યારે તેમની દીકરી શાહીને જ્યારે પિતાથી દૂર રહેવાનું શરૂ કર્યું અથવા કહો કે પિતા નજીક આવવામાં ખચકાટ શરુ કર્યો ત્યારે તેમને પોતાના નશાની લતના ગંભીર પરિણામોનું ભાન થયું અને છેવટે તેમણે તે લત છોડી દીધી.

હની સિંહ

image source

હની સિંહને દેશના લગભગ દરેકે દરેક યુવાનો જાણે છે. પણ તેનું નામ જેવું ગાજ્યું હતું તેવું જ ઓઁસરી ગયું. આજે તે પોતાની ડ્રગની કુઆદતના કારણે અંધારામાં ગરકાવ થઈ ગયો છે. તેનુ સ્વાસ્થ્ય પણ લથળી ચૂક્યું છે કેટલીક તસ્વીરોમાં તો તે ઓળખી શકાય તેવો પણ નથી રહ્યો. જો કે હાલ તે ધીમે ધીમે આ લતમાંથી બહાર આવી રહ્યો છે અને તેનું લેટેસ્ટ આલ્બમ પણ લોન્ચ થઈ ચૂક્યું છે. આશા છે કે તે ફરી પાછી પોતાની કારકીર્દીને પાટા પર લાવી દે.

મનીષા કોઈરાલા

image source

90ના દાયકામાં મનીષા કોઈરાલાની ટોપના ડીરેક્ટર્સમાં ભારે ડીમાન્ડ હતી. તેણીના સૌંદર્ય અને અભિનયના લાખો દીવાના રહ્યા છે. પણ તે દરમિયાન તેણીને દારૂની લત એટલી હદે લાગી ગઈ કે તેણી પોતાનું ભાન ભૂલી ગઈ અને જે ઉંચાઈ પર તેણીએ પોતાની કારકીર્દી પહોંચાડી હતી તે સાવજ ભોંય ભેગી થઈ ગઈ. અને તેની આ જ ખરાબ આદતના કારણે તેણીને અંડાશયનું કેન્સર થયું જો કે તેણીએ તેની સામે ઘણી ફાઇટ આપી અને છેવટે તેણી સ્વસ્થ બની ગઈ.

પૂજા ભટ્ટ

image source

આલિયા ભટ્ટની મોટી બહેન એટલે કે તેની સોતેલી મોટી બહેન પૂજા ભટ્ટને પણ 90ના દાયકામાં ડ્રગ્સની એટલે કે માદક દ્રવ્યોની લત્ત લાગી હતી. અને આ કબૂલાત તેણીએ પોતાના એક ઇન્ટર્વ્યૂમાં કરી હતી. તેણે જણાવ્યુ હતું કે તેણીએ 16 વર્ષની ઉંમરે પ્રથમ વાર દારૂ પીધો હતો અને 23 વર્ષની ઉંમરે તેણીએ પ્રથમ સીગારેટ પીધી હતી. જો કે તેણીનું એવું કહેવું છે કે તેણીએ ક્યારેય કોકેનને હાથ નથી અડાડ્યો. પણ તેણીને દારૂની લત ખૂબ લાગી ગઈ હતી જેને છોડાવવા માટે તેણીએ ખૂબ મહેનત કરી હતી.

ફરદીન ખાન

image source

ફરદીન ખાન ભલે નેપોટીઝમનું પરિણામ હતો પણ તેને પણ ફિલ્મોમાં આવતા જ સફળતા મળી ગઈ હતી. પણ તે આ સફળતાને વધારે લાંબો સમય ન ખેંચી શક્યો અને ધીમે ધીમે તેની ફિલ્મો નિષ્ફળ જવા લાગી અને સાથે સાથે તેણે ડ્રગ્સનો સહારો લીધો. અને જોત જોતામાં તે મોટાપરદા પરથી ગાયબ થઈ ગયો. 2001માં તો તેની ડ્રગની ખરીદીના આરોપસર મુંબઈ પોલીસે ધરપકડ પણ કરી હતી.

બોનસઃ રોબર્ટ ડોને જુનિયર – આયર્ન મેન

image source

બાળપણથી જ રોબર્ટ ડ્રગ્સથી ઘેરાયેલા હતા. તેમના પિતા એક ડ્રગ એડિક્ટ હતા અને તે પોતે જ દીકરા રોબર્ટને મેરીજુઆના આપતા હતા તે પણ છ વર્ષની કુમળી ઉંમરે. જે વિષે વર્ષો બાદ તેમના પિતાએ પછતાવો વ્યક્ત કર્યો હતો. તેમની કેરિયરની શરૂઆતમાં તેમને પોલીસ દ્વારા ડ્રગ્સના કારણે ઘણી બધીવાર જેલ ભેગા કરવામાં આવ્યા હતા. છેવટે પોતાની ડ્રગની આદત છોડાવવા તેમણે કેલિફોર્નિયા ખાતે આવેલા રીહેબ સેન્ટરમા એક વર્ષ સુધી રહેવું પડ્યું અને છેવટે મહાપરાણે , મહામહેનતે તેમની ડ્રગની આદતો છૂટી. આજે તે વિશ્વના સૌથી વધારે કમાણી કરતા અભિનેતા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ