જાણો ‘કોઈ મીલ ગયા’ ફિલ્મમાં ‘જાદૂ’નું પાત્ર નિભાવનાર આ અભિનેતા કોણ છે..

કોઈ મીલ ગયા ફિલ્મમાં ‘જાદૂ’નું પાત્ર નિભાવનાર આ અભિનેતાને તમે જાણો છો ?

image source

રાકેશ રોશન દ્વારા દીગ્દર્શીત અને ઋતિક રોશન દ્વારા અભિનિત ફિલ્મ કોઈ મીલ ગયા દેશની સૌ પ્રથમ સાઈફાઈ ફિલ્મ હતી જેની વાર્તા એલિયન એટલે કે પરગ્રહવાસી આસપાસ ફરતી હતી. આ ફિલ્મે બોક્ષઓફિસ પર ટંકશાળ પાડી હતી.

અને લોકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી હતી. અને આ ફિલ્મમાં લોકોને ઋતિકની એક્ટિંગ તો ખૂબ પસંદ આવી જ હતી પણ બીજી એક બાબત લોકોને ખૂબ પસંદ આવી હતી અને તે હતો ફિલ્મનું સેન્ટર પોઇન્ટ એવો ‘જાદૂ’ એટલે કે પેલો નાનકડો એલિયન.

image source

કોઈ મિલ ગયા આવ્યા બાદ જાદૂ નામ તો જાણે ઘરઘરમાં જાણીતુ બની ગયું હતું. આપણામાંના ઘણા બધાએ આ ફિલ્મ કેટલીએ વાર જોઈ હશે. તો આજે અમે તમને આ ફિલ્મના મુખ્ય આકર્ષણ એવા જાદૂ વિષે જણાવવા જઈ રહ્યા છે.

જાદૂના મુખૌટા પાછળની વ્યક્તિ એટલે કે જાદૂનું પાત્ર ભજવનાર એક્ટરનું નામ છે ઇદ્રવદન પુરોહીત, તે એક નીચું કદ ધરાવતી એટલે કે વેંતિયા વ્યક્તિ છે. તેમણે આ અગાઉ પણ ઘણી બધી ફિલ્મોમાં અભિનય કર્યો છે. આ ફિલ્મમાં જાદૂનો જે કોશ્ચ્યુમ છે તે એક ઓસ્ટ્રેલિયન આર્ટિસ્ટ જેમ્સ કોલનર દ્વારા બનાવવામાં આવ્યો હતો જેને ઇન્દ્રવદન પુરોહીતના કદને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવ્યો હતો.

image source

જો કે તમને દુઃખ સાથે એ પણ જણાવી દઈ કે જાદૂનું પાત્ર ભજવનાર ઇન્દ્રવદન પુરોહિત 28 સપ્ટેમ્બર, 2014ના રોજ મૃત્યુ પામ્યા છે. તેમની ઉંચાઈ માત્ર 3 જ ફૂટ હતી અને માટે જ તેમને આ પાત્ર માટે પસંદ કરવામાં આવ્યા હતા. તેમણે ફિલ્મો ઉપરાંત ઘણી બધી સિરિયલોમાં પણ કામ કર્યું છે. જો તમે કદાચ બાલવીર જોતા હશો તો તેમણે તેમાં પણ અભિનય કર્યો છે. તેમણે મનોરંજન જગતમાં 50 વર્ષ કામ કર્યું છે. લોકો ભલે આવા લોકોને વિચિત્ર નજરે જોતા હોય પણ ઇન્દ્રવદન માટે તો તેમનું આ વિશિષ્ટ કદ જ આશિર્વાદરૂપ રહ્યું છે.

જાદૂનો પોષાક બન્યો હતો એક કરોડમાં

image source

ઉપર જણાવ્યું તે પ્રમાણે જાદૂનો કોશ્ચ્યુમ એક ઓસ્ટ્રેલિયન આર્ટિસ્ટ દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ કોશ્ચ્યુમને બનાવવા પાછળ એક વર્ષનો સમય લાગ્યો હતો. કારણ કે તે માત્ર કોશ્ચ્યુમ નહીં હોઈને તેમાં ઘણી બધી વિશેષતાઓ હતી. જાદૂની આંખો મનુષ્ય તેમજ પ્રાણીઓ બન્નેના થોડા થોડા લક્ષણો ધરાવતી હતી. એક માહિતી પ્રમાણે જાદૂના આ કોશ્ચ્યુમની કીંમત 1 કરોડ રૂપિયાની હતી.

જાદૂ સાથે જોડાયેલો આ કિસ્સો તમે નહીં સાંભળ્યો હોય

image source

કોઈ મિલ ગયા ફિલ્મના એક દ્રશ્યમાં જાદૂ એટલે કે આ પરગ્રહવાસીને હાથીથી બીવડાવતો દર્શાવવામાં આવ્યો છે. પણ ફિલ્મના ડીરેક્ટર રાકેશ રોશન કંઈક જુદું જ કહી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ફિલ્મમાં ભલે જાદૂને હાથીથી ડરતો બતાવવામાં આવ્યો હોય પણ વાસ્તવમાં હાથીઓ જાદૂથી ડરતા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ