જોઇ લો ‘યે રિશ્તા ક્યા હૈ’..ના કાર્તિકની નાનપણની સુપર ક્યૂટ તસવીરો..

યે રિશ્તાનો કાર્તિક ઉર્ફે મોહસીન ખાનનો જે ગુજરાત સાથે લાગણીશીલ સંબંધ

image source

યે રિશ્તા ક્યા….નો કાર્તીક નાનપણથી જ છે ક્યૂટ જુઓ તેની મોહક તસ્વીરો

સ્ટાર પ્લસ પર આવતી યે રિશ્તા ક્યા કેહલાતા હૈ સિરિયલ ભારતીય દર્શકોમાં ખબ જ લોકપ્રિય છે. આ સિરિયલ છેલ્લા ઘણા સમયથી ટીઆરપી ચાર્ટમાં સતત જગ્યા બનાવી રહી છે. લોકોને તેમાં આવતા ટ્વીસ્ટ એન્ડ ટર્ન્સ તેમજ કાર્તિક નાયરા એટલે કે કાયરાની જોડી ખૂબ પસંદ છે અને તે બન્ને વચ્ચેનો રોમાન્સ પણ. કાર્તિક એટલે કે મોહસીન ખાન પર આજે લાખો યુવતિઓ ફીદા છે. તેના ફેન્સને તેના દરેક લૂક્સ તેમજ અવતારો પસંદ આવે છે.

image source

બોલીવૂડ કે ટેલીવૂડ સ્ટાર્સ અવારનવાર પોતાના બાળપણની તસ્વીરો પોતાના સોશિયલ મિડિયા પર શેર કરતા રહે છે. આજે અમે પણ તમને કાર્તીક એટલે કે મોહસીન ખાનની કેટલીક નાનપણની તસ્વીરો બતાવવા જઈ રહ્યા છે જે સાબિત કરે છે કે કાર્તિક યુવાનીમાં જ નહીં પણ બાળપણમાં પણ અત્યંત ક્યૂટ રહ્યો છે.

આ તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે મોહસીનને તેની માતાએ કોઈ પણ સામાન્ય ભારતીય બાળકની જેમ જ તૈયાર કર્યો છે. એક તસ્વીરમાં તો તેની આંખમાં કાજલ આંજી છે તો નજર ન લાગે તે માટે કપાળે કાજળનો ટીકો પણ કર્યો છે.

image source

તો વળી બીજી કેટલીક તસ્વીરમાં તે સૂટ બૂટમાં પણ અત્યંત ક્યૂટ લાગી રહ્યો છે. તો વળી ફોર્મલ શર્ટમાં પણ સોહામણો લાગી રહ્યો છે. તમને જણાવી દઈ કે મોહસીન ખાન દીલીપ કુમારનો ફેન છે. તેને દીલીપ કુમારની દેવદાસ ફિલ્મ ખૂબ પસંદ છે. તેણે પોતે પણ દારૂ પીધેલી હાલતના અભિનય માટે દીલીપ કુમારની આ ફિલ્મનો સહારો લીધો હતો અને તેના માટે તેણે આ ફિલ્મ ઘણીવાર જોઈ હતી. અને તેના માટે તેણે પોતાની જાતને એક જગ્યાએ પુરી રાખવાનો પણ પ્રસાય કર્યો હતો. જેથી કરીને તે પોતાના કેરેક્ટરમાં પૂરી રીતે ઢળી શકે.

image source

માત્ર તેટલું જ નહીં પણ જો તેણે કોઈ રોમેન્ટિક સિન કરવાનો હોય તો તે તેના માટે પણ રોમેંટિક ફીલ્મો અને રોમેન્ટિક ગીતો જુવે સાંભળે છે, જેનાથી તે તેમાંથી પ્રેરણા લઈને પોતાનો અભિનય નીખારવાનો પ્રયાસ કરે છે. તે પોતાનો સીન કરતા પહેલાં થોડું હોમવર્ક કરવાનું પસંદ કરે છે, અને તેમ કરવા દેવા માટે તે પોતાના દીગ્દર્શકનો પણ આભાર માને છે અને સાથે સાથે ભગવાનનો પણ.

image source

તમને જણાવી દઈ કે મોહસીન ખાનનો જન્મ 26 ઓક્ટોબર 1991ના રોજ થયો હતો. તે એક ગુજરાતી મુસ્લિમ છે અને તેનો જન્મ અને ઉછેર ગુજરાતના નડિયાદમાં થયો છે. તેનું ગુજરાત સાથે અનોખું લાગણીશીલ જોડાણ છે અને તે શક્ય હોય ત્યારે નડિયાદ પોતાના કુટુંબીજનોને મળવા આવવાનું રાખે છે.

image source

તમને જણાવી દઈ કે મોહસીન ખાનને 2017માં ઇસ્ટર્ન આઇઝ દ્વારા 50 સેક્સીએસ્ટ એશિયન પુરુષોમાં સામેલ કરવામાં આવ્યો હતો જેમાં તેનું 17મું સ્થાન હતું. તો વળી 2018માં સેક્સીએસ્ટ એશિયન મેનમાં તેનું નામ છઠ્ઠા ક્રમે હતું. તેમજ એશિયાઝ ટીવી પર્સનાલીટી રેંકમાં તેનો 5મો નંબર હતો.

image source

તે ઘણા લાંબા સમયથી ટેલીવીઝ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છે. કોલેજમાં પ્રવેશતાં જ તેની પાસે એડવર્ટાઇઝીંગ કોન્ટ્રાક્ટ આવવા લાગ્યા હતા. અત્યાર સુધીમાં તે ઘણી બધી ટેલીવીઝન સિરિઝમાં કામ કરી ચૂક્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ