નાળિયેરથી જોડાયેલા આ નુસ્ખા કરવાથી પૂરી થઈ જશે આપની દરેક મનોકામના, જીવનમાં થશે ખુશીઓનું આગમન.

નાળિયેરને હિંદૂ ધર્મમાં ખૂબ પવિત્ર માનવામાં આવ્યું છે અને તેને પૂજા કરતા સમય ભગવાનને જરૂરથી અર્પિત કરવામાં આવે છે.કોઈપણ શુભ કાર્યની શરૂઆત પહેલા તેને જરૂર વધેરવામાં આવે છે.જો નાળિયેરને સાચી રીતે ભગવાનને ચડાવવામાં આવે તો ભગવાન પ્રસન્ન થઈ જાય છે અને આપની દરેક કામના પૂરી કરી દે છે.માત્ર એક નાળિયેર ભગવાનને અર્પિત કરવાથી આપની કિસમ્ત ખુલ્લી જાય છે.નાળિયેર ચડાવવાથી આપને શું શું શુભ લાભ મળે છે અને તેનાથી જોડાયેલા અમુક નુસ્ખા આ પ્રકારે છે.

દેવું ઉતારવા માટે

પોતાના પર ચડેલું દેવું ઉતારવા માટે આપ મંગળવારનાં દિવસે એક નાળિયેર પર સિંદૂરની મદદથી સાથિયો બનાવી લો.પછી તે નાળિયેરને હનુમાનજીનાં મંદિરમાં જઈ તેમની મૂર્તિ સામે અર્પિત કરી દો.નાળિયેર અર્પિત કરતાની સાથે સાથે આપ પોતાના મનમાં હનુમાનજીનાં નામ 21 વાર બોલો.આ ઉપાય કરવાથી આપ પર ચડેલું દેવું જલ્દી જ ઉતરી જશે.

વ્યાપારમાં ધનલાભ માટે

વ્યાપારમાં નફો ન થવા પર આપ એક નાળિયેર લઈ તેને પીળા રંગનાં સાફ કપડામાં વીંટાળી લો.પછી આપ વિષ્ણુજીનાં મંદિરમાં જઈને પીળા કપડમાં વીંટાળેલા નાળિયેરને જનોઈ,ફૂલ અને મિઠાઈ સાથે ચડાવી દો.આ ઉપાય કરવાથી વિષ્ણુજી ખૂશ થઈ જશે અને આપને આપના વ્યાપારમાં ધનથી જોડાયેલા તત્કાલ પ્રભાવ જોવા મળશે.

ધન વધારવા માટે

જો આપના પાસે ધન નથી ટકતું અને આપનો વધારે ખર્ચો થાય છે.તો આપ શુક્રવારનાં દિવસે નાળિયેરથી જોડાયેલા આ ઉપાય કરો.આપ આ દિવસ મા લક્ષ્મીનાં મંદિરમાં જઈને તેમને નાળિયેર,કમળનું ફૂલ અને સફેદ કપડું ચડાવી દો અને બાદમાં દેશી ઘીનો દિવો પ્રગટાવી તેમની આરતી કરો.આ ઉપાય કરતા જ મા લક્ષ્મીની કૃપા આપ પર થઈ જશે અને આપની આર્થિક સ્થિતિ સુધરી જશે.

ગ્રહદોષથી બચવા

શનિ,રાહૂ,કેતુ જેવા ગ્રહ દોષથી બચવા માટે અને આ ગ્રહોનાં દોષને ખત્મ કરવા માટે આપ શનિવારનાં દિવસે એક નાળિયેર લઇ તેને કાળા રંગનાં કપડામાં વિંટાળીલો અને પછી તેની સાથે આપ કાળા તલ,અડદની દાળ અને લોખંડની કોઈપણ ચીજ લઈને જળમાં પ્રવાહિત કરી દો.આ ઉપાય કરવાથી આપના ગ્રહ શાંત થઇ જશે.

કાલસર્પ દોષને કરે ખત્મ

કાલસર્પ દોષ જે લોકોની કુંડલીમાં છે તો લોકો મહિનામાં એ કવાર કાળા રંગનાં ધાબળા સાથે નાળિયેરનું દાન ગરીબ લોકોને કરે.આમ કરવાથી આપની કુંડલીમાં રહેલો કાલસર્પ દોષ દૂર થઈ જશે અને અન્ય પ્રકારનાં દોષથી પણ આપને રાહત મળી જશે.

સફળતા મેળવવા માટે

કોઈપણ કાર્યમાં સફળતા પ્રાપ્‍ત કરવા માટે આપ એક નાળિયેરને લાલ રંગનાં સુતરાઉ કાપડમાં વિંટાળી લો અને બાદમાં આ નાળિયેરને વહેતા જળમાં રવિવારનાં દિવસે પ્રવાહિત કરી દો.આ ઉપાય આપ ત્યાં સુધી કરતા રહો જ્યાં સુધી આપને આપના કાર્યમાં સફળતા પ્રાપ્‍ત ન થાય.

નોકરી મેળવવા માટે

જો આપને નોકરી મળવામાં સમસ્યા આવી રહી છે,તો આપ શુક્રવારનાં દિવસે મંદિરમાં જઈ મા લક્ષ્મીનાં ચરણોમાં નાળિયેર અર્પિત કરો.નાળિયેર અર્પિત કરવાથી આપને નોકરી જલ્દી જ મળી જશે.આ ઉપાય સિવાય આપ પીપળાનાં વૃક્ષની પૂજા કરી તેની પાસે નાળિયેર ચડાવી દો.આ ઉપાય પણ કરવાથી આપને મનચાહી નોકરી મળી જશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ