બાળકનાં જન્મ બાદ માતાનાં ખોરાકમાં શામેલ કરો આ ૫ પૌષ્ટિક આહાર..

બાળકનાં જન્મ બાદ માતાનાં ખોરાકમાં શામેલ કરો આ ૫ પૌષ્ટિક આહાર,થઈ જશે શરીર મજબૂત ડિલેવરી બાદ મહિલાઓને આ ૫ ચીજોનો ઉપયોગ મુખ્યરૂપથી કરવો જોઇએ જેનાથી તેમનુું નબળું શરીર ફરીવાર મજબૂત બની જાય છે.

એક મહિલા જ્યારે ગર્ભવતિ હોય છે ત્યારબાદથી તેમના શરીરની તકલીફો શરૂ થઈ જાય છે.તેના પછી ૯ મહિના સુધી કંઈને કંઈ મુશ્કેલીઓ આવવી સામાન્ય વાત છે પરંતુ તો પણ માતાને એક આશા હોય છે કે એક સમય બાદ બધું બરાબર થઈ જશે અને તેને એક બાળકની માતાનો દરજ્જો પણ મળશે. પછી ડિલેવરી થાય છે અને માતા પોતાના બગડેલા શરીરને બરાબર કરવા સાથે સ્વાસ્થયને પણ મજબૂત કરે છે.

કારણ કે ડિલેવરીનાં સમયે મહિલાને કંઈક એવો દુખાવો થાય છે કે જાણે શરીરનાં બધા હાડકા એક સાથે તૂટી ગયા હોય એટલે તેને મજબૂતીની જરૂર હોય છે.બાળકનાં જન્મ બાદ માતાનાં ખોરાકમાં શામેલ કરો આ ૫ પૌષ્ટિક આહાર,આ પ્રસવ બાદ માતાએ લેવાનું શરૂ કરી દેવું જોઈએ .

ગર્ભાવસ્થાથી પહેલા ઘણી મહિલાઓને સારુ ખાવાની સલાહ આપવામાં આવે છે પછી ડિલેવરી બાદ માતાનું શરીર ખૂબ વધુ નબળું થઈ જાય છે અને તમને પૌષ્ટિક આહાર લેવા પર જોર બધા આપવા લાગે છે.આમ એટલે કારણ કે બાળકનાં જન્મ દરમિયામ માતાનું શરીર પૂરી રીતે તૂટી ચૂક્યું હોય છે અને ડિલેવરી બાદ તેમને પોતાના સ્વાસ્થયનું પુરૂ ધ્યાન રાખવું જોઈએ .તો ચાલો જણાવીએ કે પ્રસવ બાદ માતાનાં આહારમાં શું-શું શામેલ કરવું જોઈએ .

પંજરી

પંજરી સ્વાસ્થય માટે ખૂબ સારો આહાર માનવામાં આવે છે .પ્રસવ બાદ માતાનાં મેટાબોલિઝ્મને સારુ બનાવવા અને વજનને નિયંત્રિત રાખવા માટે પંજરીનું સેવન કરવું જોઈએ .તમે તેને એ મજ અથવા લાડું બનાવીને ખાઇ શકો છો.

ગુંદનાં લાડુ

ગુંદનાં લાડુમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટિન મળી આવે છે જે શરીરની નબળાઇને મજબૂત કરી દે છે.તેની અંદર ખાવા વાળા ગુંદ સિવાય મગની દાળ,લોટ અને સુકોમેવો પણ ઉમેરવામાં આવે છે,જેના લાડુ તૈયાર કરવામાં આવે છે અથવા તેનો સૂકો હલવો પણ બનાવવામાં આવી શકે છે.

આખા કે ફણગાવેલા અનાજ

અંકુરિત અનાજમાં ખૂબ બધુ પોષણ રહેલું હોય છે એ ટલે ડિલેવરી બાદ તેને માતાએ ખાવું જોઈએ .જો તેને સૂકા અનાજ સાથે મેળવી તેનો લોટ તૈયાર લો અને પછી ઉપયોગ કરો તો વધારે ફાયદાકારક થાય છે.

ખસખસનાં લાડુ

પ્રસવ બાદ માતાનાં શરીરમાં ભયંકર દુખાવો અને સોજા હોય છે અને તેનાથી માંસપેશીઓ પણ નબળી થઈ જાય છે જેના માટે ખૂબ વધારે ઉર્જાની જરૂર હોય છે તેના માટે ખસખસના લાડુ,તેનો સુપ કે પછી ખસખસથી બનેલો હલવો ખૂબ ફાયદાકારક હોય છે.

વરિયાળીનું પાણી

પ્રસવ બાદ મહિલાઓમાં પાચનક્રિયાની તકલીફ થઈ જાય છે જેના માટે તેમનેવારિયાળીનું પાણી જરૂર પીવું જોઈએ તેનાથી તેમની સેહત સારી બને છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ