આઝાદ વિચાર ધરાવતી દીકરીનો તેના પિતાને ખુલ્લો પત્ર.. હિન્દુસ્તાની દિકરીઓના પિતા એ જરૂર વાંચવો જોઈએ

આ ખુલ્લો પત્ર એટલા માટે લખવામાં આવ્યો છે કે જેથી કરીને પિતા જાણી શકે કે દિકરી મીણ ની પુતળી નથી અને તેના મનની અંદરખાનામાં શું ચાલી રહ્યુ છે…

આજ તમને આ પત્ર એટલે લખી રહી છુ કારણ કે આજકાલ એવુ લાગે છે કે હવે તમે મારી લાગણી નથી સમજી શકતા જેમ પહેલા સમજ્યા કરતા હતા. ઘણીવાર જ્યારે વિચારુ છુ તો લાગે છે જેમ કે કાલની જ વાત છે શાળા એ જવાનો પહેલો દિવસ જ્યારે હું તમારા બજાજ પ્રિયા સ્કુટર પર આગળની તરફ ઉભી રહીને શાળા એ ગઈ હતી.

દાખલો કરાવ્યા બાદ વર્ગ સુધી છોડવા આવ્યા હતા તમે. વર્ગખંડની ચહેલપહેલ અને નવુ વાતાવરણ એક ક્ષણ માટે ખૂબ સારુ લાગ્યુ ભૂલી ગઈ હતી કે તમે મારી આંગળી છોડીને ઘર પરત ફરી ચૂક્યા છો. પરંતુ જેવી જ ખબર પડી રડી-રડીને આખો વર્ગખંડ માથા પર ઉઠાવી લીધો. અંતે હેરાન થઈને સૌ એ મને ઘર પર મોકલવી જ પડી.

દિવાળીના દિવસે તમારા સાથે દીપક પ્રગટાવવા અને ઘણીવાર હોસ્પીટલમાં તમારુ મને પાસે બેસાડીને ગણિતના સવાલ સમજાવવા. ગણિત ત્યારે પણ નબળુ હતુ અને અત્યારે પણ. ત્યારે તો માત્ર ગુણાંક જ ઓછા આવતા હતા પરંતુ હવે તો જીવન અને સબંધના ગણિત અને દાવપેચમાં ઘણીવાર પોતાને અત્યંય ફસાયેલી અનુભવુ છુ.

તમે જ કહેતા હતા ને કે હમેંશા સાચુ બોલવુ જોઇએ, કોઈનું દિલ ના દુભાવવુ જોઈએ અને પોતાનો રસ્તો જાતે બનાવવો જોઈએ. તમે એ પણ કહ્યુ હતુ કે જરૂરથી નથી કે બીજાના સપનાનું આકાશ તારુ પણ આકાશ હોઇ…બની શકે છે કે તને કાંઈક અલગ પસંદ હોઈ, તુ કાંઈક જીવનથી અલગ ઈચ્છતી હોઈ…તો પોતાની ખુશીઓનું આકાશ પ્રાપ્‍ત કર..પરંતુ જ્યારે મે પોતાના સપનાની હકીકતને રંગ દેવા ઇચ્છ્યા તો તમે જ મને દુનિયાભરની તમામ વાતો જણાવી, દુનિયાના દસ્તૂર સમજાવ્યા.

એક ઉંમર સુધી મે પોતાને તમારા મુજબ ઢાળવાના પ્રયાસ કર્યા પરંતુ હવે એવુ કરવુ શક્ય નથી લાગતુ. ઘણીવાર જ્યારે હું ખુદ વિશે વિચારુ છુ તો મને મારુ વજૂદ જેમ કે કોઈ બેરંગ ચિત્ર જેવુ લાગે છે. તમે જેવી ઈચ્છતા હતા હું તેવી પણ ના બની શકી અને જેવી મારી ઈચ્છા હતી મે તે જિંદગી પણ નથી જીવી.

શું તમે જાણો છો બાળપણમાં મારુ એક જ સપનુ હતુ મારે અભિનેત્રી બનવુ હતુ? પરંતુ જ્યારે તમે એક વાર કહ્યુ કે આપણા પરિવારની દિકરીઓ ડાન્સ નથી કરતી કદાચ તે જ દિવસે આ સપનુ મરી ગયુ હતુ અને તેના સાથે જ મરી ગઈ હતી મારી થોડી માસુમીયત પણ. બસ એટલુ જ સમજમાં આવ્યુ હતુ કે આ કામ બરાબર નથી અને તેને નથી કરવાનું.

ત્યારબાદ બીજુ સપનુ હતુ BA બાદ IAS નું કોચિંગ કરવુ. લાગ્યુ હતુ તમને તેમાં કોઈ સમસ્યા નહિ હોઈ. પરંતુ જ્યારે તમે પૂછ્યુ કે જણાવ હવે શું ઈચ્છે છે જીવનથી. મારા જણાવવા પર તમે પોતાના ઘરવાળા અને પોતાની વિચારધારાનું ફરમાન એકવાર ફરી મને વગર પૂછ્યે મારા પર થોપી દીધુ. બીજા શહેર જઈને IAS ની તૈયારી કરવાનો કોઈ અર્થ નથી જે કરવુ છે ઘર પર રહીને જ કરો.

જ્યાં સુધી હું સમજી શકી છુ તેના પાછળ તમારો ડર અને તમારી પિતૃસતાત્મક વિચારધારા બન્ને હતા. તમને લાગતુ હતુ કે મોટા શહેરમાં જઈને છોકરી હાથમાંથી નિકળી જશે. દરેક વખતની જેમ થોડી તુ-તુ-મે-મે બાદ મે તમારી વાત માની લીધી. અને તેના સાથે જ એમની ડિગ્રી પણ જેમ તેમ પૂરી કરી લીધી. પરંતુ ક્યાંક ને ક્યાંક આ વખતે IAS બનવાનુ સપનુ તેના સાથે જ તૂટી ચૂક્યુ હતુ.

એમ ને બાદ તમે મને ભાવી જીવનસાથીના રુપમાં જેટલા પણ સબંધ બતાવ્યા મે તેમને સમજવાના પ્રયાસ કર્યા અને ઘણીવાર તો ખુદને એક આદર્શ યુવતીના સાંચામાં ઢાળવાના પ્રયાસ પણ કર્યા. પરંતુ જેટલા પ્રયાસ કરુ દરેક વાર કાંઈક કમી રહી જ જતી. ઘણીવાર એવુ મહેસુસ થયુ કે મારો જન્મ જ આ અજાણ્યા છોકરા ઓના નામુરાદ ચહેરા જોવા માટે થયો છે.

હું ભાગી જવા માંગતી હતી. ઘણીવાર સબંધોની વાત સાંભળીને એવુ લાગતુ હતુ જેમ કે મારુ દિલ ખૂબ ઝડપથી ડૂબી રહ્યુ છે અને હું પોતાને એકદમ હારેલી મહેસુસ કરતી હતી. હું પણ આને જ પોતાની નિયતી માની ચૂકી હતી.

પરંતુ જીવનમાં એક મોટા યુટર્ન બાદ દિલ્હી આવવાનું થયુ. તે સપનુ એકવાર ફરી જીવંત થઈ ગયુ જે ક્યારનું દમ તોડી ચૂક્યુ હતુ. જોકે એ દરમિયાન મન ખૂબ તૂટેલ અને ડરેલુ મહેસુસ કરી રહ્યુ હતુ. તેનુ કારણ હતુ કે પહેલીવાર કોઈ અજાણ્યા શહેરમાં વગર કોઈ ઠેકાણા અને ઓળખાણે જઈ રહી હતી. જોકે નોકરી માટે વધુ મહેનત ના કરવી પડી. પરંતુ કોઈ સાથે પરિચય ન હતો એટલે મનમાં અનિશ્ચિતતા તોડનાર હતી.

અઢી વર્ષથી ઉપર થઈ ગયુ નોકરી કરતા પરંતુ એ દિવસ અને પહેલી ઓફિસ હજુ પણ યાદોમાં વસેલ છે. જ્યારે કામ માં ખોવાયને ક્યારે શિફ્ટ ૯ કલાકથી પણ ઉપર ચાલી જતી હતી અનુમાન જ નહોતુ લાગતુ. પહેલા દિવસે તો ડરના કારણે મે કોઈ સાથે ના વાત કરી અને ના ચેરથી ઉઠી જ. પછી જેમ જેમ વાતાવરણ સમજ આવવા લાગ્યુ મે આ શહેરને આત્મસાત કરવાના પ્રયાસ કર્યા અને હવે ક્યાંય જઇને ધીરે ધીરે કરીને પૂરી તો નહિ પરંતુ થોડી ખુદને આ શહેરના રંગમાં ઢળેલી અનુભવ કરી શકુ છુ.

પરંતુ આજ જ્યારે તમે મારા કોઈપણ નિર્ણયમાં રોક ટોક કરો છો તો હું તમને સમજવાનો પ્રયાસ જરૂર કરુ છુ પરંતુ પોતાના તર્કો સાથે. હું મહેસુસ કરુ છુ કે ઘણીવાર તમે દૂર શહેરમાં બેસીને પણ ત્યાંથી મારુ રિમોટ બનવાના પ્રયાસ કરી રહ્યા છો. હકીકતમાં ઘણીવાર ખીજ અનુભવાય છે. આ વિચારીને કે આખરે શુકામ તમે મારી સ્વતંત્રતાને અને મારા સપનાને કંટ્રોલ કરવા માંગો છો. ઘણીવાર લાગે છે કે તમે મારા ભલા માટે વિચારી રહ્યા છો પરંતુ હું ખિલ્લા થી બંધાઈને ક્યારેય નથી રહેવા માંગતી.

મારા માટે હમેંશા જીવનસાથી થી ઉપર જોબ રહી અને હમેંશા જ રહેશે. મારા માટે મારી આર્થિક આત્મનિર્ભરતા શ્વાસની જેમ જરૂરી છે. હું એક ઈમાનદાર પ્રયાસ કરીને જોઈ ચૂકી છુ કે બીજાના સપનાની પોતાનું જીવન શણગારવાનો અને સમજી ચૂકી છુ કે આવુ કરવુ નાહક છે. મે કોશિશ કરી હતી તમારી બધી વાતોનો અર્થ સમજવાની અને તેને આત્મસાત કરવાની. પરંતુ ઘણીવાર મહેસુસ કરુ છુ જેમ કે આ કોશિશમાં મે ખુદને જ ખોઈ નાખી છે.

હું હમેંશાથી બહાર જવા ઈચ્છતી હતી, જોબ કરવા માંગતી હતી. તેનું કારણ હતુ કે મે ઘણીવાર મા ને ઘરવાળાના મેણા સાંભળતા અને રસોડામાં ખટતા જોયા હતા. જ્યારે ઘરના દાદી, ફઈબા પગ પર પગ ચડાવી ઓર્ડર બજાવી રહ્યા હતા તો મા ચૂપચાપ તેમની ફરમાઈશ પૂરી કરવામાં લાગેલી રહેતી હતી. આમ તો ફરમાઈશ તો તમારી પણ ઓછી નહોતી હતી. આ કરી દો તે કરી દો.

રસોડાથી લઈને બાળકોના ઉછેર સુધી મા જ હમેંશા લાગી રહી. તમે નેરેટિવમાં ત્યારે હોતા જ્યારે મા તમારાથી લડતી કે તમે પોતાની જવાબદારીઓ તરફ ધ્યાન નથી આપતા. બાળકો તમારા કારણે બગડી રહ્યા છે. હું ક્યારેય મા વાળી જિંદગી નહોતી જીવવા માંગતી. હું ખુદના વજૂદ, ખુદની ચાહત, ખુદની શરતો સાથે જીવન જીવવા માંગતી હતી. પોતાના જીવનમાં થયેલી ભૂલો અને ગુનાઓ નો દોષ હું બીજાના માથે નહોતી નાખવા માંગતી. હું પોતાની જવાબદારીઓ ખુદ લેવા માંગુ છુ. પ્રયાસ છે કે તમે ઓછામાં ઓછુ હવે તો મારી વાતો ને સમજશો.

મને લાગે છે કે દરેક આઝાદ ખયાલ છોકરી પોતાના હિંદુસ્તાની પિતાને આ જ કહેવા માંગે છે. પિતા હોવાના નાતે તેનો સાથ આપો. તે તમારા દિકરાની બરાબરી નથી કરવા માંગતી. તેને ખ્યાલ છે કે તેનું વજૂદ કોઈ દાયરા કે કોઈ તુલનાનું મહોતાજ નથી. ખેર, હિંદુસ્તાન ના દરેક પિતાઓને ફાધર્સ ડેની શુભકામનાઓ. સાથે જ આ આશા પણ કરુ છુ તમે બધા જીવનના દરેક વળાંક પર પોતાની દિકરીનો સાથે આપશો અને તે પણ તમારા સાથે એ જ મજબૂતી સાથે ઉભી હશે. તમારી બગડેલી આઝાદ ખયાલ દિકરી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ