આપણા સૌ ગુજરાતીઓ માટે આજનો દિવસ દુખનો દિવસ છે. કારણ કે કાલે મહેશ કનોડિયા અને આજે નરેશ કનોડિયાનું નિધન થયું છે. નરેશ કનોડિયાનું ઓક્સિજન લેવલ ઘટતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. આ પહેલા 20 ઓક્ટોબરના રોજ નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આજે તેમનું નિધન થયું છે. ગુજરાતી ભાષાને, ગુજરાતી સંગીતને અને ગુજરાતીઓને આ ખોટ કદાચ હવે ભરવી મોટી મુશ્કેલી છે. ત્યારે અહીં જાણીએ કે તેમનો પરિવાર કેવો છે. તેમનું વતન, તેમનું કામ અને તેમની સરનેમ જેવી અનેક માહિતી.

નરેશ કનોડિયાનો જન્મ ગુજરાત રાજ્યમાં મહેસાણાના કનોડા ગામે ૨૦ ઓગસ્ટ ૧૯૪૩ના રોજ થયો હતો. તેમની પત્નીનું નામ રીમા છે. તેઓ ખ્યાતનામ ગુજરાતી ગાયક અને સંગીતકાર મહેશ કનોડિયાના નાનાભાઈ છે. તેમની સાથે તેઓ ઘણાં ગુજરાતી ચલચિત્રોમાં સંગીતકાર મહેશ-નરેશ તરીકે પણ સંગીત આપી ચુક્યા છે. તેઓ મહેશકુમાર એન્ડ પાર્ટીમાં જોની જૂનિયરના ઉપનામે છેલ્લાં ચાલીસેક વર્ષોથી રજૂઆત કરતા આવ્યા હતા.

નરેશ કનોડિયાના કેટલાંક જાણીતા ચલચિત્રોમાં જોગ સંજોગ, કંકુની કિંમત, ઢોલામારૂ, મેરૂમાલણ, વણજારી વાવ, જુગલ જોડી વગેરે છે. તેમણે ૧૨૫ ગુજરાતી ચલચિત્રોમાં મુખ્ય અભિનેતા અને સહાયક અભિનેતા તરીકે કામ કરવા ઉપરાંત પોતાના મોટાભાઈ મહેશ કનોડિયા સાથે જોડી બનાવીને ૧૫૦ જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. તેમનો પુત્ર હિતુ કનોડિયા પણ ગુજરાતી ચલચિત્રનો કલાકાર છે. નરેશ કનોડિયા ઉપેન્દ્ર ત્રિવેદી, અસરાની, કિરણકુમાર વગેરે સાથે ગુજરાતી ચલચિત્ર જગતની એ જુની પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે જેણે ૧૯૮૦ અને ૧૯૯૦નાં દાયકામાં ઘણાં સફળ ચલચિત્રો આપ્યાં.
એ જ રીતે વાત કરીએ તો મહેશ કનોડિયાનો જન્મ મોઢેરાથી નજીક આવેલા મહેસાણા જિલ્લાના કનોડા ગામમાં થયો હતો. મહેશ કનોડિયાના પિતા મીઠાભાઈ તથા માતા દલીબેન વણાટકામ કરતાં હતાં. તેઓ સાડી, ટુવાલ, ધોતિયાં જેવા કપડાં બનાવતા હતાં. મહેશ કનોડિયાને ત્રણ ભાઈઓ(નરેશ કનોડિયા, શંકર કનોડિયા, દિનેશ કનોડિયા) તથા ત્રણ બહેનો (નાથીબેન, પાની બેન તથા કંકુબેન) છે. ચાર ભાઈ, ત્રણ બહેનો તથા માતા-પિતા એક રૂમના મકાનમાં રહેતા હતાં. મહેશ કનોડિયાના ભાઈ નરેશ કનોડિયાએ નાની ઉંમરમાં જ ભાઈ સાથે સ્ટેજ પર પર્ફોમન્સ આપવાની શરૂઆત કરી હતી. આ બેલડીએ અનેક ફિલ્મોમાં સંગીત આપ્યું હતું અને આફ્રિકા અમેરિકા તથા એશિયાના કેટલાંક દેશોમાં સ્ટેજ પર્ફોમન્સ આપ્યું હતું.
આ રીતે પાડી સરનેમ
મહેશ-નરેશે જ્યારે ગુજરાતી ફિલ્મ જગતમાં કામ કરવાની શરૂઆત કરી ત્યારે તેમણે બિલિમોરિયા સરનેમ સાંભળી હતી. તેમણે આ અટક અંગે જ્યારે વધુ જાણ્યું તો તેમને ખ્યાલ આવ્યો કે તે આ અટક બિલિમોરા ગામ પરથી પડી છે. આ વાતથી પ્રભાવિત થઈને મહેશ-નરેશે પણ પોતાના ગામ કનોડા પરથી કનોડિયા સરનેમ રાખી હતી
પરિવારમાં કોણ કોણ છે
નરેશ કનોડિયાનો જન્મ 20 ઓગસ્ટ 1943ના રોજ મોઢેરાથી નજીક આવેલા મહેસાણા જિલ્લાના કનોડા ગામમાં થયો છે. નરેશ કનોડિયાએ ફિલ્મ ‘વેલીને આવ્યા ફૂલ’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. નરેશે અનેક હિટ ગુજરાતી ફિલ્મ્સ આપી છે. નરેશ તથા ગુજરાતી એક્ટ્રેસ સ્નેહલતાની જોડી હતી, જેમણે અનેક હિટ ગુજરાતી ફિલ્મ્સમાં સાથે કામ કર્યું છે. નરેશ કનોડિયાએ રીમા સાથે લગ્ન કર્યાં છે.

તેમને એક પુત્ર હિતુ કનોડિયા છે. હિતુ કનોડિયા પણ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનો સ્ટાર છે. હિતુએ ગુજરાતી એક્ટ્રેસ મોના થીબા સાથે લગ્ન કર્યા છે. બંનેને એક દીકરો રાજવીર છે. નરેશ કનોડિયા પરિવાર સાથે ગાંધીનગરમાં રહે છે. તેમની સાથે મહેશ કનોડિયા પણ રહે છે.
નરેશ કનોડિયાએ આપી છે ગુજરાતી સફળ ફિલ્મો
નરેશ કનોડિયાએ અત્યાર સુધીમાં 125થી(naresh-kanodiya-corona) વધુ ફિલ્મોમાં કામ કર્યુ છે. તેમણે હિરણને કાંઠે, મેરુ માલણ, ઢોલામારુ, મોતી વેરાણા ચોકમા, પાલવડે બાંધી પ્રીત, પરદેશી મણિયારો, વણઝારી વાવ, તમે રે ચંપો ને અમે કેળ, જોડે રહેજો રાદ, પારસ પદમણી, કાળજાનો કટકો, બેની હું તો બાર વરસે આવીયો, વટ, વચન ને વેર, લાડી લાખની સાયબો સવા લાખનો જેવી અનેક સફળ ફિલ્મો આપી છે.
તેમણે વેલીને આવ્યા ફૂલ ફિલ્મતી અભિનેતા તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે અનેક હિટ ગુજરાતી ફિલ્મ્સ આપી છે. તેમની અને અભિનેત્રી સ્નેહલતાની જોડી હતી. નરેશ કનોડિયાની હિટ ફિલ્મોએ ગુજરાતી ફિલ્મ નિર્માતાઓને ધૂમ કમાણી કરાવી આપી હતી.

ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ફિલ્મના કલાકાર કસબીઓને અપાતા એવોર્ડ પૈકી નીચેની વિગતે નરેશ કનોડિયાને એવોર્ડ પ્રાપ્ત થયેલ છે.
- (૧) શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ તાનારીરી માટે (1974-75) (સંગીતકાર તરીકે)
- (૨) શ્રેષ્ઠ ગુજરાતી અભિનેતા માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે (1980-81)
- (૩) દ્વિતીય શ્રેષ્ઠ ફિલ્મ માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે (1980-81) (નિર્માતા તરીકે)
- (૪) શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે (1980-81) (સંગીતકાર તરીકે)
- (૫) શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ લાજુ લાખણ માટે (1991-92) (સંગીતકાર તરીકે)
નરેશ કનોડિયાને દાદાસાહેબ ફાળકે એકેડમી એવોર્ડ પણ મળેલો છે. 2012માં ભારતીય સિનેમા જગતને સો વર્ષ પૂર્ણ થવાની ખુશાલીમાં મુંબઈ ખાતે યોજાયેલ એક સમારંભમાં દિલીપકુમાર, અમિતાભ બચ્ચન, સાયરાબાનું અને વિનોદ ખન્ના જેવા ભારતીય સીને જગતના મહારથીઓની સાથે ગુજરાતી ફિલ્મ જગતમાં નરેશ કનોડિયાના અનન્ય પ્રદાન બદલ તેમને આ એવોર્ડ આપવામાં આવેલ હતો.

નરેશ કનોડિયાએ આપી આટલી ફિલ્મો
- જોગ-સંજોગ
- હિરણને કાંઠે
- મેરૂ માલણ
- ઢોલામારૂ
- માબાપને ભૂલશો નહી (ઉપેન્દ્ર ત્રિવેદી સાથે)
- મોતી વેરાણા ચોકમાં
- પાલવડે બાંધી પ્રીત
- ભાથીજી મહારાજ
- પરદેશી મણિયારો
- વણજારી વાવ
- તમે રે ચંપો ને અમે કેળ
- જુગલ જોડી(અસરાની સાથે)
- તાનારીરી
- વેણીને આવ્યાં ફૂલ
- જીગર અને અમી (સંજીવકુમાર સાથે)
- કડલાની જોડ (કિરણકુમાર સાથે)
- સાયબા મોરા (કિરણકુમાર સાથે)
- રાજકુંવર (અરવિંદકુમાર સાથે)
- ટહુકે સાજણ સાંભરે
- લોહી ભીની ચુંદ્ડી
- વીર બાવાવાળો
- કંકુની કિંમત(ડેની, વિનોદ મેહરા અને બિંદીયા ગોસ્વામી સાથે)
- સંત સવૈયાનાથ
- હિરલ હમીર
- ધંતીયા ઓપન
- બાપ ધમાલ,દીકરા કમાલ (હીતુ કનોડિયા સાથે)
- જોડે રહેજો રાજ
- પારસ પદમણી(રાજીવ સાથે)
- કાળજાનો કટકો (રણજીત રાજ સાથે)
- બેની હું તો બાર બાર વરસે આવીયો
- વટ વચન ને વેર
- લાડી લાખની સાયબો સવા લાખનો
- કેશર ચન્દન
- નર્મદાને કાંઠે
- મહેંદી રંગ લાગ્યો
- વિશ્વકર્મા
- રાજ રતન
- સાજણ હૈયે સાંભરે (મણિરાજ બારોટ સાથે)
- પંખીડા ઓ પંખીડા
- તારી મહેંદી મારે હાથ
- ઉજળી મેરામણ
- વટનો કટકો (અરૂણ ગોવિલ સાથે)
- ઉંચા ખોરડાની ખાનદાની
- દુ:ખડા ખમે ઇ દીકરી
- સોનલ સુંદરી
- શેરને માથે સવાશેર(દિપક ઘીવાળા સાથે)
- ગરવો ગુજરાતી
- ઊંચી મેડીના ઊંચા મોલ
- અખંડ ચુડલો
- મેરૂ મુળાંદે
- શ્રી નાગદેવ કૃપા
- પ્રીત પાંગરે ચોરી ચોરી
- આંગણિયા સજાવો રાજ
- દોઢ ડાહ્યા
- દલડું લાગ્યું સાયબાના દેશમાં
- મન સાયબાની મેડીએ
- રૂડો રબારી
- હાલો આપણા મલકમાં
- સૌભાગ્ય સિંદુર(નિરૂપા રોય સાથે)
- ઓઢું તો ઓઢું તારી ચુંદડી
- छोटा आदमी (હિંદી)
- પરભવની પ્રીત
- સાજણ તારા સંભારણા
- રઢિયાળી રાત
- મરદનો માંડવો
- ઢોલી તારો ઢોલ વાગે
- પટેલની પટેલાઇ ઠાકોરની ખાનદાની
- ઢોલામારુ(રાજસ્થાની)
- ધરમભાઈ(રાજસ્થાની)
- બીરો હોવે તો ઐસો(ઊંચી મેડીના ઊંચા મોલનું રાજસ્થાની ડબિંગ વર્ઝન)
- હિરલ હમીર (હિન્દી, ડબિંગ વર્ઝન)

ફિલ્મો સિવાય રાજનીતિ ક્ષેત્રે પણ સફળ રહેલા નરેશ કનોડિયા વર્ષ 2002થી 2007 સુધી ગુજરાત વિધાનસભાની કરજણ વિધાનસભા બેઠકના સભ્ય રહી ચૂક્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ