ગુજરાતી ભાષા અને ગુજરાતી સંગીત માટે આ બે દિવસ ભારે કારમા સાબિત થયા. કારણ કે વિશ્વમાં વિખ્યાત મહેશ-નરેશની જોડી હવે દુનિયાને હંમેશા માટે અલવિદા કહી ગઈ છે. ત્યારે હવે નરેશ કનોડિયા આપણી વચ્ચે માત્ર તેની ફિલ્મો અને તસવીરોમાં જ જીવતા રહેશે. ત્યારે આવો અહીં આપણે તેના જીવન અને કવન વિશે તસવીરોથી જાણીએ.
આ રીતે કરી શરૂઆત

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાનો જન્મ તારીખ 20 ઓગસ્ટ, 1943ના રોજ મહેસાણા પાસે આવેલા કનોડા ગામમાં થયો, તેઓ સફળ એક્ટર સહિત કુશળ સંગીતકાર પણ હતા. તેમણે વર્ષ 1970માં આવેલી ગુજરાતી ફિલ્મ વેલીને આવ્યા ફૂલથી એક્ટર તરીકેની શરૂઆત કરી હતી. તે વર્ષે જ આવેલી ફિલ્મ જીગર અને અમીમાં પણ તેમણે નાનકડો રોલ ભજવ્યો હતો. બસ ત્યારથી જ નહેશ કનોડિયાની ફિલ્મ કરિયરે જોર પકડ્યું અને પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નહોતું.
પરિવારમાં પણ હતો ભારે સંઘર્ષ

નરેશ કનોડિયાનો પરિવાર ગરીબ હતો અને મિલ કામદારના પરિવારમાં તેનો જન્મ થયો હતો. તેમણે સિંગર અને ડાન્સર તરીકે કરિયરની શરૂઆત કરી અને આ સાથે તેમના ભાઈ મહેશ કનોડિયા પણ જોડાયા હતા. તેઓ એટલા સફળ થયા કે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં તેઓ મહેશ-નરેશની જોડી તરીકે ઓળખાયાં હતા. વર્ષ 1980ના દાયકામાં મહેશ-નરેશની આ જોડીએ આફ્રિકા, અમેરિકા સહિત એશિયાના વિવિધ દેશોમાં સ્ટેજ શો પરફોર્મ કર્યા. નરેશ કનોડિયાએ 300 કરતા વધારે ગુજરાતી ફિલ્મોમાં એક્ટિંગ કરી હતી અને નરેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં 40 કરતા વધુ વર્ષો સુધી કામ કર્યું હતું.
વિદેશમાં જનાર પહેલાં ગુજરાતી સ્ટાર

ઉલ્લેખનીય છે કે, 80ના દાયકામાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝમાંથી મહેશ-નરેશ એવા પહેલાં ગુજરાતી સ્ટાર છે, જેમણે ભારત બહાર જઈને સ્ટેજ પર્ફોમન્સ આપ્યું હોય. તેમણે આફ્રિકા, અમેરિકા તથા એશિયાના કેટલાંક દેશોમાં સ્ટેજ પર્ફોમન્સ આપ્યું હતું.
ફિલ્મ ઈતિહાસ

ફિલ્મ ઈતિહાસની વાત કરીએ તો નરેશ કનોડિયાએ તે સમયની ટોચની અભિનેત્રી સ્નેહલતા, રોમા માણેક અને સ્નેહલતા સાથે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય 1980 અને 90ના દાયકામાં નરેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મોના અન્ય અભિનેતાઓ જેવા કે ઉપેન્દ્ર ત્રિવેદી, અસરાની, કિરણ કુમાર અને ફિરોઝ ઈરાની સાથે કામ કરીને ફિલ્મોમાં સફળતા પ્રાપ્ત કરી.
રાજનિતી ક્ષેત્ર

ફિલ્મો સિવાય રાજનીતિ ક્ષેત્રે પણ સફળ રહેલા નરેશ કનોડિયા વર્ષ 2002થી 2007 સુધી ગુજરાત વિધાનસભાની કરજણ વિધાનસભા બેઠકના સભ્ય રહી ચૂક્યા છે. નરેશ કનોડિયાનો પુત્ર હિતુ કનોડિયા પણ ગુજરાતી ફિલ્મોનો એક્ટર છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ