બે દિવસ ગુજરાતમાં PM મોદી, વડાપ્રધાન કેવડિયામાં આ જગ્યાએ મારશે લટાર, અંદરનો નજારો જુઓ તસવીરોમાં

ગુજરાતમાં છેલ્લા બે વર્ષોમાં ગુજરાતને પ્રવાસના ઘણા સ્થળો મળ્યા છે. એ જ રીતે હવે ફરીથી કેટલાક નવા સ્થળો ગુજરાતમાં ઉમેરાવા જઈ રહ્યા છે. આ સ્થળોના ઉદ્ધાટન માટે ભારતના માનનીય વડા પ્રધાન ખુદ ગુજરાત આવવાના છે. આગામી 30 અને 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 30 ઓક્ટોબરના રોજ કેવડિયા ખાતે આગમન બાદ પ્રવાસીઓ માણી શકે તે માટે લક્ઝુરિયસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના છે. જેમાં પીએમ મોદી લોકાર્પણ કરી એક લટાર પણ મારવાના છે. ત્યારે સૌથી પહેલાં આપણે એ જાણી લઈએ કે PM મોદીનો બે દિવસનો આખો કાર્યક્રમ શું છે.

image source

 

 • 30 ઓક્ટોબર સાંજે 3 કલાકે કેવડિયા હેલિપેડ પર આગમન
 • પ્રથમ જંગલ સફારી પાર્કનું ઉદ્ધઘાટન કરશે
 • ફેરી બોટ (ક્રુઝ )નું ઉદ્ધઘાટન
 • ભારતભવન, એકતા મોલ, ચિલ્ડ્રન પાર્ક, ગ્લો ગાર્ડન,કેકટર્સ ગાર્ડન,એકતા નર્સરીનું પણ ઉદ્ઘાટન કરશે
 • સાંજે 6 કલાક બાદ કેવડિયા ખાતે જ કરશે રોકાણ
 • 31 ઓક્ટોબર સવારે 7 કલાકે આરોગ્ય વનનું ઉદ્ઘાટન
 • સવારે 7.30 કલાકે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર ચરણ પૂજા
 • સવારે 8 કલાકે રાષ્ટ્રીય એકતા પરેડ સલામી નિરીક્ષણ
 • સવારે 8.45 કલાકે રાષ્ટ્રીય જોગ પ્રવચન
 • સવારે 9 કલાક પછી IAS વર્ચ્યુઅલ સંવાદ
 • બાદમાં તળાવ નંબર 3 પર જશે
 • સી પ્લેનનું ઉદ્ઘાટન કરી અમદાવાદ જવા રવાના થશે.

 

image source

હવે જો વધારે વિગતવાર વાત કરીએ તો 30મીએ બપોરે 3:00 કેવડિયા કોલોની પહોંચશે, જ્યાં તેઓ જંગલ સફારી પાર્ક, ફેરી બોટનું ઉદ્ઘાટન કરશે. એ પછી સાંજે કેવડિયા કોલોની ખાતે જ ગ્લો ગાર્ડન, ભારતભવન અને એકતા નર્સરીનું ઉદ્ઘાટન કરશે તથા ગાર્ડનમાં ટહેલશે તેમજ તેઓ રાત્રે કેવડિયા કોલોની ખાતે જ રોકાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રવાસીઓ માટે બે સુવિધાઓ જળમાર્ગની અને હવાઈ માર્ગની સુવિધાઓ પ્રવાસીઓ માટે શરૂ થનાર છે.

image source

એમાં જો આપણે જળમાર્ગની વાત કરીએ તો ફેરી બોટ સુવિધા શરૂ થનાર છે. કેવડિયાથી રમાડા હોટલથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિસ્તાર છે જેમાં જળમાર્ગે પ્રવાસીઓને ફેરી બોટમાં બેસીને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જઈ શકશે તેનો પ્રારંભ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થનાર છે. પછી 31 ઓક્ટોબરથી બે સ્થળેથી સી-પ્લેન સેવા શરૂ થવા જઈ રહી છે. 31મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયાથી સી પ્લેનમાં બેસી અમદાવાદની સાબરમતી રિવર ફ્રન્ટ આવશે.

image source

નરેન્દ્ર મોદી આટલા પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે

 • જંગલ સફારી પાર્ક
 • ફેરી બોટ (ક્રુઝ )
 • ભારતભવન
 • એકતા મોલ
 • ચિલ્ડ્રન પાર્ક
 • ગ્લો ગાર્ડન
 • કેકટર્સ ગાર્ડન
 • એકતા નર્સરી
 • આરોગ્ય વન
image source

કેવી તૈયારીઓ છે એની વાત કરીએ તો સ્ટેચ્યૂ વિસ્તારમાં પ્રવેશતા જ કોકોનટ લાઇટિંગ, લેસર લાઈટિંગથી શણગારવામાં આવ્યું છે. આ લાઈટ થકી પ્રાણીઓનાં ચિત્રો, ફૂલ-ઝાડ પણ બનાવવામાં આવ્યા છે. કોકોનટ ગાર્ડન, ગ્લો ગાર્ડન તમામ વિસ્તારની લાઈટ, વિશ્વ વન સહિતના પ્રોજેક્ટમાં લાઈટિંગ કરાયું છે. આ લાઈટિંગ હવે કાયમી રખાશે.

image source

ઉલ્લેખનીય છે કે, હાલમાં જે નર્મદા ડેમ થી ગરુડેશ્વર સુધીનો 12 કિલોમીટર વિસ્તાર ત્યાં હાલમાં પાણીથી છલોછલ ભરાઇ ગયું છે. અહી પ્રવાસીઓ ગોવા જેવી ક્રૂઝની સુવિધાનો લાભ લઇ શકશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ફરતે આ ક્રૂઝ સર્વિસ ફરશે. પ્રવાસીઓને તેમાં કાફે, ફૂડ, સંગીત સહિતની ફેસિલિટી પૂરી પાડવામાં આવશે. એક પ્રવાસી દીઠ ક્રૂઝનું ભાડુ રૂા. 250થી 300ની વચ્ચે રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ