નરેન્દ્ર મોદીજીએ ફિલ્મી સિતારાઓ સાથે પડાવ્યા ફોટો અને શેર કરી પોસ્ટ સોશિયલ મીડિયામાં…

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીજી’એ હમણાં થોડા સમય પહેલા મુંબઈમાં એક નેશનલ મ્યુઝિયમ ઓફ ઇન્ડિયન સિનેમાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સમય દરમિયાન તેમણે અનેક બોલીવુડ અને મનોરંજન જગતના ઘણા સિતારાઓના વખાણ કર્યા હતા.  ઘણાબધા કલાકારોએ આ સમારોહમાં ભાગ લીધો હતો. તેઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે અનેક સેલ્ફીયો લીધી હતી. આ પ્રસંગ દરમિયાન નરેન્દ્ર મોદી ઘણા જ ઉત્સાહમાં દેખાઈ રહ્યા હતા. તેમણે પોતાના ભાષણ દરમિયાન સમાજને ફિલ્મો દ્વારા સકારાત્મક બદલવા લાવાવની વાત કરી હતી. મોદીજીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં આ પ્રસંગના કેટલાક ફોટો શેર કર્યા હતા.

નરેન્દ્ર મોદીજીએ પોતના સોશિયલ એકાઉન્ટમાં ઘણાબધા ફોટો અપલોડ કર્યા હતા જેમાં તેઓ ઘણા બધા કલાકારો સાથે નજર આવી રહ્યા હતા. તેઓએ આશા ભોસલે, જીતેન્દ્ર, આમીર ખાન અને મનોજ કુમાર સાથે ફોટો પડાવ્યા હતા. તેમણે ફોટોના કેપ્શનમાં આ મ્યુઝિયમમાં લીધેલ મુલાકાત વિષે જણાવ્યું હતું. આની પહેલા કોમેડિયન કપિલ શર્માએ નરેન્દ્ર મોદી સાથે ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા અને તેમના સેન્સ ઓફ હ્યુમરના પણ વખાણ કર્યા હતા. ટીવી ક્વીન એકતા કપૂરના પિતા જીતેન્દ્ર સાથે પણ તેમના ફોટો જોવા મળ્યા હતા.

મોદીજીએ જણાવ્યું હતું કે ફિલ્મોથી લોકો પોતાના વિચારોમાં બદલાવ લાવી રહ્યા છે. તેમની બીજા લોકોને જોવાની દ્રષ્ટી બદલાઈ રહી છે. દેશ બદલાઈ રહ્યો છે. લોકો પોતાની સમસ્યાનું સમાધાન એ જાતે શોધતા થયા છે. જો લોકોને અનેક પ્રોબ્લેમ છે તો આજે અનેક સોલ્યુશન પણ છે. ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા સારા દેખાવને ખરાને જલદી જ સિંગલ વિન્ડો ક્લીયારેન્સની શરૂઆત થશે. આનાથી બધાને દેશની અંદર કોઈપણ ફિલ્મ શૂટ કરવા માટે પરમીશન મળશે. મોદીજીએ એવું પણ જણાવ્યું હતું કે સરકાર એ ફિલ્મોની પાયરસીના મુદ્દે પણ ધ્યાન આપીને ધ સિનેમેટોગ્રાફી એક્ટ ૧૯૫૨ને પ્રભાવમાં લાવવાનો પ્લાન બનાવી રહી છે.

મ્યુઝિયમની વાત કરીએ તો આને બનાવવા પાછળ ૧૪૧ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આનાથી નેશનલ કાઉન્સિલ ઓફ સાઈન્સ મ્યુઝિયમ દ્વારા જાહેર કરવામાં આવી છે. મ્યુઝિયમને ૧૯મી સદીમાં આલીશાન ગુલશન મહેલની અંદર સ્થાપિત કરવામાં આવ્યું છે. બિલ્ડીંગમાં ચાર પ્રદર્શન ઘર હશે જેમાં ભારતીય સિનેમાના છેલ્લા ૧૦૦ વર્ષની સોનેરી ક્ષણોને રાખવામાં આવી છે.