આપણાં દેશમાં એવી પણ માતા છે જે પોતાની દીકરી માટે એવો મુરતિયો શોધે છે જે પ્રોફેશનલ ભીખારી હોય!

ભારત દેશમાં ખરેખર સાંસ્કૃતિક વૈવિધ્ય છે. અહીં અનેક જાતિ – પ્રજાતિઓનો સમૂદાય છે જેઓ પોતાની પેઢીઓથી ચાલી રહેલી સંસ્કૃતિને સાચવીને એજ સ્વરૂપમાં આગળ ધપાવે છે. ગમેતેટલો આધુનિક સમાજ કેમ ન થઈ ગયો હોય. અત્યાધુનિક ડિઝિટલ યુગમાં આ બાબત સ્વીકારવી ખરેકર બહુ અઘરી છે પણ આ એક એટલો જૂનો અભિગમ છે કે જેને સમયની સાથે એને ઘડાડી નથી શકાયો ઉલ્ટાનો એ વધ્યો છે.

જી હા, અહીં એક એવી પ્રજા છે જે માત્રને માત્ર ભીખ માગીને ગુજરાન ચલાવવું પસંદ કરે છે. અહીંના પુરુષો લગભગ એક સરખી વેશભૂષા રાખે છે. તેમનું આવું સ્વરૂપ ક્યારેક બીહામણું તો ક્યારેક દયનીય પણ લાગે છે પરંતુ એમને માટે આ એક એમનો પારંપરિક પહેરવેશ છે. દરેક વ્યક્તિના કાળા ઘાટા વાળ, મોટી મૂછો અને દાઢી તથા ઢીલા કપડાં પહેર્યા હોય છે. કોઈના પહેરવેશમાં ભગવા કૂર્તા અને ધોતીની સાથે માથા પર એક તિલક પણ જોવા મળશે. તેઓનો આવાસ જોઈને આપણને ત્યાંથી પસાર થવાની પણ ઇચ્છા ન થાય એવો ગંદકી અને દુર્ગંધથી ખદબદતો હોય છે. ઈંટ કે સિમેન્ટથી નહીં બલ્કે માટીથી બનેલી દીવાલો અને ઘાસની છતો, તૂટેલા દરવાજા અને પાણી ભરાયેલા રસ્તા… આ એક એવું ગામ છે જ્યાં રહેતા મોટાભાગના રહેણાંક ભીખારી છે. આ સ્થળ છે ઉત્તર પ્રદેશના કાનપુર પાસે આવેલ કાપડિયા વસાહતની. જે અંદાજિત ચારેક હજાર લોકોની વસ્તીવાળું દેશના પછાત ગણાતા ગામોમાંથી એક છે. 

અહીંના લોકો કહે છે કે જો અમે શર્ટ પેન્ટ પહેરીને વાળ કપાવીને ફરીશું તો અમારા પૂર્વજોની ઓળખ ગુમાવી દઈશું. તેઓના પૂર્વજો વણજારા હતા. આશરે બસો વર્ષ પહેલાં તેમના વંશજો અહીં આવીને વસ્યા હતા. થોડો સમય એક સ્થળેથી તંબુ બાંધીને રહે અને થોડા મહિનાઓ પછી કોઈ અન્ય જગ્યાએ જઈને સ્થળાંતર કરે છે. આજ એમની જાતિની પરંપરા છે. વીને તેઓ અહીં રોકાયા અને ભીખ માંગવા લાગ્યા હતાં. આ જ તેમની આવકનો એકમાત્ર રસ્તો હતો. આમ તો સામાન્ય રીતે એક જગ્યાએ થોભ્યા બાદ થોડા મહિના પછી તેઓ નવી જગ્યા શોધી લેતા હતાં. તેમના બાપ – દાદા પાસેથી તેમણે સાંભળેલું છે કે એક સમયમાં કાપડિયા વસ્તી અને આસપાસના વિસ્તારમાં રાજા માનસિંહનું રાજ હતું.

રાજાને તેમના પૂર્વજો ધાર્મિક લાગ્યા અને તેમનાથી કોઈ જોખમ ન લાગ્યું. રાજાએ પૂર્વજોને જમીન આપી અને અહીં રોકાઈ જવાનો આગ્રહ કર્યો. ત્યારથી તેઓ અહીં એક જ જગ્યા પર રોકાઈ ગયા અને ભીક્ષાના માધ્યમથી જીવન પસાર થતું રહ્યું. તેઓ કોઈ મંદિના પગથિયે કે જાહેર સ્થળોએથી ભીખ માગીને જ ગુજરાન ચલાવે છે. વધુમાં તેમના બાળકો હવે શાળાએ જતાં તો થયાં છે પણ માત્ર મધ્યાન ભોજનની સુવિધા હેતુ જ… તેઓ પોતાન વંશવેલાને પણ ભીખ માગવાનું જ શીખવાડે છે. અહીંના લોકો સદીઓથી ભીખ માંગે છે. ક્યારેય પોતાની આ  હાલાતને બદલવાનું વિચાર્યું નથી. તેઓએ એવું સ્વીકારી લીધું છે કે નોકરીથી સારું તેમના માટે ભીખ માંગવાનું છે. નોકરી કરીને તેઓ જેટલા રૂપિયા કમાઈ શકે છે તેનાથી વધુ ભીખ માંગીને કમાઈ શકે છે. આવી વિચારધારા શિક્ષણની ઉણપને કારણે પણ હોઈ શકે.

અહીં એક વાત જાણીને ખરેખર નવાઈ લાગે છે કે જે ભીખમાં સારી કમાણી કરતો હોય એવો જમાઈ માતાઓ પોતાની દીકરી માટે પસંદ કરતી હોય છે!