નાર્કોર્ટિક્સ ઓફિસર લાખેણી લાંચ લેતાં ઝડપાયા, એન્ટિ કરપ્શન દ્વારા દરોડામાં કરોડોની સંપત્તી થઈ જાહેર…

કોટા રાજસ્થાનનું નામ આજકાલ ફરી સમાચારોમાં ચમક્યું છે. જે સાંસ્કૃતિક કાર્યક્રમ કે પ્રાકૃતિક સૌંદર્યના દ્રષ્ટિકોણથી નહીં પરંતુ લાંચરુશ્વતના એક આશ્વર્ય પમાડે એવા સમાચારને લીધે. આ બનાવ આઇ.આર.એસ. ઓફિસર ડૉ.સહીરામ મીણાના ઘરે એન્ટિ કરપ્શન બ્યુરોના કર્મચારીઓએ અચાનક પહોંચી જઈને દરોડા પાડ્યા. જેમાં તેઓ રંગે હાથે ઝડપાયાના અહેવાલ છે.

સૂત્રો મુજબ એ.સી.બી.ના એ.ડી.જી. સૌરભ શ્રીવાસ્તવે જણાવ્યું છે કે ડૉ. સહીરામ મીણાની સંપત્તિ અને લાંચને લગતી અમને ગુપ્ત માહિતી મળી હતી. તેઓ ક્વોટા ઝોનમાં નારકોટિક્સ બ્યુરોના ડેપ્યુટી કમિશ્નર પદે કાર્યરત છે. તેમના ઘરે જ્યારે અમે દરોડા પાડ્યા તો અંદાજે 100 કરોડની સંપત્તિની માહિતી મળી હતી. આ સંપત્તિમાં 2 કરોડ 35 લાખ રૂપિયા રોકડા, 6.25 લાખની જ્વેલરી, 25 દુકાનોના કાગળિયા, 106 રહેણાંક પ્લોટ, પેટ્રોલ પંપ, મેરેજ હોલ, ખેતીલાયક જમીન, ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં ઇન્ડસ્ટ્રિયલ જમીન, મુંબઇમાં એક અને દિલ્હીમાં બે આલીશાન લોકેશન પર ફલેટસનો સમાવેશ થયો છે.

વધુમાં, જમીન, રોકડ અને જ્વેલરી સિવાય તેમણે દરોડામાં 4 મોંઘી કાર, 4 મોટા ચક્કરવાળી ટ્રક, 15 બેન્ક ખાતા, અને બેન્ક લોકર્સ પણ મળ્યા છે. ડૉ. સહીરામ મીણાએ પત્ની પ્રેમલતાના નામ પર 42, દીકરા મનીષના નામ પર 23 પ્લોટ કરી રાખ્યા છે. તેની પણ તપાસ ચાલુ કરી છે.

હકીકતે બન્યું એવું હતું કે રાજસ્થાન એ.સી.બી. મુખ્યાલયને એવી માહિતી પણ મળી હતી કે અફીણ લાઇસન્સ ધારકો પાસેથી નારકોટિક્સ વિભાગ કોટાના અધિકારી અફીણ પટ્ટાને આધારે લાંચ લેતા હતા. એ.સી.બી ટીમે પૈસાની દલાલી કરનાર કમલેશ ધાકડનો મોબાઇલ સર્વિલન્સ પર મૂકયો. તેમાં ખબર પડી કે આઇ.આર.એસ. મીણાએ લાંચ માંગી છે. ત્યારબાદ તેમની ટ્રેપ પાથરી ધરપકડ કરી લીધી.

Free picture () from https://torange.biz/fx/corruption-vivid-colors-fragment-law-financial-105348

એસીબીને તેમના ઘરેથી 2 કરોડ 35 લાખ રૂપિયા રોકડા, 6.25 લાખની જ્વેલરી, 25 દુકાનોના કાગળિયા, 106 રહેણાંક પ્લોટ, પેટ્રોલ પંપ, મેરેજ હોલ સહિત કેટલીય જમીનોની માહિતી મળી.

દરોડા બાદ કસ્ટડીમાં લીધેલા આઇઆરએસ ડૉ.સહીરામ મીણાને રવિવારના રોજ કોર્ટમાં હાજર કરાયા. અહીં કોર્ટે આરોપી ઓફિસરને એક દિવસના રિમાન્ડ પર મોકલી દીધા છે. તેમના ઘરમાંથી મળેલ સંપત્તીનો આંકડો એટલો મોટો હતો કે રૂપિયાની નોટોની ગણતરી કરવા મંગાવ્યાં મશીન…