નાના અને મોટા દરેકને પસંદ આવતી અને ફક્ત બે મિનીટમાં તૈયાર થઇ જતી મેગી આ વ્યક્તિએ બનાવી હતી…

બે મિનીટમાં તૈયાર થવા વાળી અને આપણી પ્રિય મેગી એ ફરીથી મુશ્કેલીમાં મુકાઈ છે. નેસ્લે ઇન્ડિયા કંપનીએ જાતે જ સુપ્રીમ કોર્ટમાં એ સ્વીકારી લીધું છે તેમની સૌથી લોકપ્રિય પ્રોડક્ટ મેગીમાં લેડનું વધારે પ્રમાણ હતું. કોર્ટમાં કંપનીના વકીલે એ વાત નો સ્વીકાર કર્યો હતો કે તેમની આ પ્રોડક્ટમાં જરૂરત કરતા વધારે લેડ છે. આ બધું તમને ઘણા બધા લોકો જણાવશે પણ શું તમે જાણો છો કે આ મેગી ક્યાંથી આવી અને તે આપણા દેશમાં કેવીરીતે આવી અને કોણે બનાવી હતી.

તો આવો તમને આજે જણાવીએ “મિસ્ટર મેગી” વિષે. મેગી બનાવનાર સૌથી પહેલા વ્યક્તિ હતા જુલિયસ માઈકલ જોહાનસ મેગી. આવો સ્વીસમાં રહેતા હતા. તેમના જ નામ પર મેગીનું નામ રાખવામાં આવ્યું હતું. તેમનો જન્મ ૮ ઓક્ટોબર ૧૮૪૬માં સ્વીત્ઝરલૅન્ડના ફ્રોનફેલ્ડ શહેરમાં થયો હતો. ૧૮૯૭માં તેમણે સૌથી પહેલા જર્મનીમાં મેગી નુડલ્સ બહાર પડ્યા હતા. આની પછી સ્વિઝરલેન્ડનામાં તેઓએ ફૂડ ચેન ખોલી અને તેનું માર્કેટિંગ શરુ કર્યું હતું.

વર્ષ ૧૮૬૯માં તેઓએ તેમના પિતા સાથે તેમની ફેક્ટરીમાં કામ કરવાની શરૂઆત કરી હતી. જયારે તેમના પિતાનો બિઝનેસએ સારો નહોતો ચાલતો તો તેમણે ફૂડ પ્રોડક્શનમાં એકવાર નસીબ અજમાવ્યું. શરૂઆતમાં તેમણે પ્રોટીનથી ભરપુર સૂપ બનાવવાની શરૂઆત કરી અને એ બહુ જલદી જ માર્કેટમાં ફેમસ થઇ ગયું. આ કામમાં તેમના એક ફીઝીસિયન મિત્ર એ બહુ મદદ કરી હતી. ૧૮૮૪માં તેમણે માર્કેટમાં લોટમાંથી બનતી પ્રોડક્ટ વેચાણમાં મુકે છે પણ એ બહુ ચાલતો નથી. ત્યારે તેઓ નક્કી કરે છે કે હવે આપણે ફટાફટ બની જતી અને ટેસ્ટી વાનગી બનાવીશું. આમ નેસ્લેની વેબસાઈટ પ્રમાણે તેમણે ૧૮૮૬માં તેમણે રેડી ટુ યુઝ સૂપ બનાવવાની શરૂઆત કરી.

બે મીનીટમાં તૈયાર થઇ જતી મેગી એ સમયે બહુ પ્રખ્યાત થઇ ગઈ હતી. તેમના આ કામને સ્વિસ સરકારે પણ મદદ કરી હતી. આના લીધે ત્યાની મહિલાઓને કામ મળવા લાગ્યું હતું. તેમણે પોતાના મેગી સેન્ટર ખોલ્યા અને ત્યાં રોજગાર આપવાની શરૂઆત કરી. જુલીયસે આની સાથે સાથે બીજા અનેક ફ્લેવરના સૂપ પણ બનાવવાની શરૂઆત કરી હતી તે સૂપને પણ મેગીની જેમ જ લોકપ્રિયતા મળી હતી.

૧૯૧૨ સુધી મેગી એ પોતાની એક આગવી ઓળખાણ સાથે સામે આવી હતી હવે આ એક બ્રાંડ બની ગઈ હતી. તેમણે પેરીસ, સિગને, લંડન, બર્લિન અને અમુક અમેરિકા’ના શહેરોમાં પોતાનો આ વ્યાપાર શરુ કર્યો. આ જ સમય દરમિયાન ૧૯૧૨માં તેમનું મૃત્યુ થઇ ગયું હતું.

મિસ્ટર મેગીના મૃત્યુ પછી નેસ્લે કંપનીએ મેગીને ખરીદી લીધી. ૧૯૪૭માં નેસ્લેએ મેગી બ્રાંડ અને તેના બીજા ઉત્પાદનો પણ ખરીદી લીધા. પછી આ બે મિનીટમાં બની જતી મેગી એ આખા વિશ્વમાં પ્રખ્યાત થઇ ગઈ.

૧૯૮૩માં નેસ્લે ઇન્ડિયા લીમીટેડએ ભારતમાં મેગીને લોન્ચ કરી હતી. લોન્ચના થોડા જ સમય પછી માર્કેટમાં આના મસાલા, ચીકન અને ટામેટાના ટેસ્ટવાળી અનેક વેરાયટી પણ મળવા લાગી હતી. મેગીનું જે રીતે પ્રમોશન કરવામાં આવ્યું હતું એ બાળકો અને ઘરે જ રહેવાવાળી મહિલાઓમાં આ બહુ પ્રખ્યાત થઇ ગઈ હતી. આપણા દેશમાં આ મેગીનું પ્રમોશન એ ૨ મિનીટમાં તૈયાર થઇ જવાવાળા નુડલ્સ તરીકે કર્યું હતું.

કાઈ પણ કહો મિત્રો બાકી મેગીનો ટેસ્ટ એટલે મેગીનો ટેસ્ટ, તો આ માહિતી શેર કરો તમારા મેગી લવર મિત્રો સાથે. શું તમે ક્યારેય અડધી રાત્રે મેગી ખાધી છે?