ટીવી સીરીયલમાં ભાઈ અને બહેનનો અભિનય કરનાર આ કલાકારો એ રીયલ લાઈફમાં છે એકબીજાના ગળાડૂબ પ્રેમમાં…

એક્ટિંગની દુનિયામાં દરેક કલાકારને અલગ અલગ રોલ નિભાવવા પડતા હોય છે. પોતાના અભિનય દ્વારા જ આ કલાકારો એ લોકોના દિલોમાં રાજ કરતા હોય છે. સામાન્ય વ્યકિતને પસંદ આવવા માટે તેઓને બહુ મહેનત કરવી પડતી હોય છે પછી તે બોલીવુડના કલાકાર હોય કે ટીવી જગતના કલાકાર. કલાકારો માટે તેમની એક્ટિંગ એ પૂજા હોય છે અને તેના કારણે જ તેઓ લોકોના હૃદયમાં સ્થાન પામતા હોય છે. આજે અમે તમને એવા કલાકારો વિષે જણાવીશું જે ઓનસ્ક્રીન એટલે કે સીરીયલમાં તો ભાઈ અને બહેનનો રોલ ભજવી રહ્યા છે પણ ઓફસ્ક્રીન એટલે કે રીયલ લાઈફમાં એકબીજાના ગળાડૂબ પ્રેમમાં છે.

સીરીયલમાં ભાઈ અને બહેનનો રોલ ભજવનાર એ બંને કલાકાર એ રીયલ લાઈફમાં મોટાભાગે ભાઈ બહેન હોય છે અથવા તો સારા મિત્રો હોય છે. પણ એવા પણ અમુક કલાકારો છે જે સીરીયલમાં તો ભાઈ બહેન છે પણ રીયલ લાઈફમાં તેઓ એકબીજાને પ્રેમ કરે છે અને અમુક તો એકબીજાના જીવનસાથી પણ છે. પણ કહેવાય છે ને એક સારો કલાકાર એ જ છે જે પોતાના કિરદારને સારી રીતે નિભાવી જાણે. આ વાત એ આ કલાકારો ને પણ લાગુ પડે છે આવો તમને આજે જણાવીએ એ કલાકાર કપલ વિષે જે સીરીયલમાં તો ભાઈ અને બહેન છે પણ રીયલમાં છે એકબીજાના પ્રેમી.

રોહન મેહરા અને કાંચી સિંહ : સ્ટાર પ્લસની બહુ જ ફેમસ સીરીયલમાં ભાઈ અને બહેનનો રોલ ભજવી રહેલ નક્ષ અને ગાયુ એ એકબીજાના કઝીન ભાઈ બહેનનો રોલ ભજવી રહ્યા હતા. હાલમાં તો આ બંનેએ આ સીરીયલ છોડી દીધી છે. એમાં રોહન એ બિગબોસ શોમાં જવા માટે સીરીયલ છોડી હતી અને રોહનના ચાલ્યા ગયા પછી કાંચીએ પણ સીરીયલ છોડી દીધી હતી. ઘણીવાર તેમના બંનેના અફેરના સમાચાર ન્યુઝમાં જોવા મળે છે અને તેમના બંનેના ફોટો પરથી પણ તેમની વચ્ચેના સંબંધો દેખાઈ આવે છે.

અદિતિ ભાટિયા અને અભિષેક વર્મા : ઈશીમા વાળી સીરીયલ યે હૈ મોહબ્બતે એ સીરીયલ તમારી પણ ફેવરીટ હશે જ. આ સીરીયલમાં રુહીનું પાત્ર ભજવનાર અદિતિ અને તેના ભાઈ આદિત્યનો રોલ ભજવનાર અભિષેક એ સીરીયલમાં તો ભાઈ અને બહેનનો રોલ ભજવી રહ્યા છે પણ તેઓ રીયલ લાઈફમાં એકબીજાને બહુ પસંદ કરે છે અને તેમને અનેક વાર સાથે પણ દેખાય છે. અભિષેકે અત્યારે તો આ સીરીયલ છોડી દીધી છે. પણ જયારે તેઓ સીરીયલમાં હતા ત્યારે અદિતિના ભાઈનો રોલ ભજવી રહ્યા હતા. તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં તેઓ અવારનવાર પોતાના ફોટો શેર કરતા રહે છે.

રીંકુ ધવન અને કિરણ કરમાકર : તમે પેલી પાર્વતીવાળી સીરીયલ તો યાદ જ હશે જેનું નામ હતું કહાની ઘર ઘર કી. આ સીરીયલમાં તેઓ એકબીજાના ભાઈ અને બહેનનો રોલ ભજવી રહ્યા છે. પણ હકીકતમાં તેઓ બંને પતિ પત્ની છે. તેમની મુલાકાત આ સીરીયલના શો દરમિયાન જ થઇ હતી. ૨૦૦૭માં તેમણે લગ્ન કરી લીધા હતા.

શિવિન નારંગ અને દિગંગના : સીરીયલ વીરની અરદાસ માં વીરા અને અને તેનો ભાઈ. આ જોડી તો નહિ જ ભૂલી શક્યા હોવ. તો તમને જાણીને નવાઈ લાગશે પણ ઓનસ્ક્રીન એકબીજાની કેર કરવા વાળા આ બંને કલાકારો એ રીયલ લાઈફમાં એકબીજાને બહુ પ્રેમ કરે છે.