વરીયાળીની ચા – મુખવાસમાં તો ઉપયોગ કરો જ છો આજે જાણીલો વરીયાળીની ચા ના ફાયદા અને તેને બનાવવાની રીત…

આપણે ગુજરાતીઓ જમ્યા પછી જે મુખવાસ ખાઈએ છીએ એમાં તો વરીયાળી હોય છે પણ શું તમે જાણો છો વરીયાળીની ચા પીવાથી કેટલા ફાયદા થાય છે? જો ના તો પછી આજે વાંચો અને જાણી લો. વરીયાળીની ચા એ તમારા સ્વાસ્થ્યને સારું રાખવામાં ખુબ મદદરૂપ થશે. વરીયાળીની ચા માં એન્ટીઓક્સીડેન્ટ, અમીનો એસીડ, વિટામીન એ, બી કોમ્પ્લેક્સ, વિટામીન સી અને ડી જેવા તત્વો હોય છે જે આપણા શરીરના સ્ટેમિના વધારવામાં મદદરૂપ થાય છે. આવો તમને વિગતે જણાવીએ આ ચા પીવાના ફાયદા.

નિયમિત આ ચાના સેવનથી ગેસની સમસ્યામાંથી તમને સંપૂર્ણ રાહત મળશે, સાથે સાથે આ ચા એ તમારા પાચનતંત્રને પણ મજબુત બનાવવામાં તમારી મદદ કરશે.

વરીયાળીની ચા આપણા હૃદયને પણ સ્વસ્થ રાખે છે. આમાં પોટેશિયમ હોય છે જે બ્લડ પ્રેશર અને હાઇપરટેશનને પણ કાબુમાં રાખવાનું કામ કરે છે.

એવી ઘણી મહિલાઓ હશે જેમને માસિકના દિવસો દરમિયાન પેટમાં અને પેઢુંમાં સખત દુખાવો રહેતો હશે, એ દુખાવાથી રાહત મેળવવા પણ તમે આ ચા નો ઉપયોગ કરી શકો છો.

આમાં અદ્ભુત એન્ટીઓક્સીડેન્ટ, એન્ટી ઇન્ફ્લામેટોરી અને એન્ટીમાઈક્રોબળ જેવા ગુણ હોય છે જે આપણી રોગ પ્રતિકારક શક્તિને વધુ યોગ્ય બનાવવામાં મદદ કરે છે.

આ ચા ની મદદથી આપણા શરીરના અંદરના ભાગમાં જે કીટાણું હોય છે તેમને નિષ્ક્રિય કરે છે અને તેને શરીરની બહાર નીકળવામાં મદદ કરે છે.

વરિયાળીમાં વિટામીન સી હોય છે જે આપણી આંખો માટે એટલે કે જેમને નંબર છે અને જેમને બધું આછું દેખાય છે તેમની માટે બહુ ફાયદાકારક છે. જો તમે વધારે ફાયદો મેળવવા માંગતા હોવ તો તમે તેનો ઉપયોગ આઈ ડ્રોપ તરીકે પણ કરી શકો છો.

હવે તમને જણાવીએ કે કેવીરીતે બનાવશો આ વરીયાળીની ચા.

આની માટે તમારે પહેલા સારી ક્વોલીટી વાળી વરીયાળી લેવાની છે. સૌથી પહેલા એક તપેલીમાં પાણી ઉકળવા મુકો, પાણી ઉકળે એટલે તેમાં બે થી ત્રણ ચમચી વરીયાળી ઉમેરો, પાણીને ઉકળવા દેવું હવે પાણીનો રંગ થોડો બદલાઈ જશે અને તેમાંથી સ્ટ્રોંગ સુગંધ આવશે. થોડીવાર પછી તેમાં થોડી ચાની ભૂકી કે પછી ચા ની પત્તી ઉમેરો, તમે ઈચ્છો તો તેમાં તજનો પાઉડર પણ ઉમેરી શકો પછી તેમાં જોઈતા પ્રમાણમાં દૂધ ઉમેરો અને તેમાં તમને જોઈતા પ્રમાણમાં ખાંડ ઉમેરો.

આ ચા ને આપણી નોર્મલ ચા જેટલો કલર લાવવાની જરૂરત નથી આ ચા એ ઉકળીને લાઈટ કોફી જેવો કલર થાય એટલે ગાળીને પીવાની છે. તો સ્વાસ્થ્ય માટે ઉપયોગી આ ચા તમે દરરોજ સવારમાં પીવો અને તમારું સ્વાસ્થ્ય બનાવો. ઉમરલાયક વડીલો પણ આ ચાનું સેવન કરી શકે છે.