થોડા દિવસો પહેલાં જ ભારતની ઇન્ટરનેશનલ બેડમિંટન પ્લેયર પી.વી. સિંધુએ બીડબલ્યુએફ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ મહિલા ખેલાડી બનીને ભારતને ગર્વ અપાવ્યો હતો. અને તેના આ પરાક્રમથી સોશિયલ મિડિયા પર તેનો જયજયકાર મચી ગયો હતો.

તેની આ સિદ્ધિને સામાન્ય માણસથી લઈને ઘણી બધી નામી હસ્તીઓએ પણ તેને પોતાના સોશિયલ મિડિયાના માધ્યમથી શાબાશી આપી હતી. પણ સાઉથના આ એક્ટરે માત્ર શાબાશી આપીને જ સંતોષ નહોતો માન્યો પણ તેણે પી.વી. સીંધુને એક મોંઘેરી ગીફ્ટ પણ શાબાશી રૂપે આપી હતી.

સાઉથના સુપર સ્ટાર નાગાર્જુને પી.વી. સિંધુને ભેટમાં એક લક્ઝરિયસ કાર આપી છે. આ કાર્યક્રમ હૈદરાબાદના અન્નપુર્ણા સ્ટુડિયોમાં યોજવામાં આવ્યો હતો. જેમાં પી.વી. સિંધુના કોચ પુલેલા ગેપીચંદ પણ હાજર રહ્યા હતા. તેમાં તેલંગાણા બેડમિન્ટન એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ વી. ચામુંડેશ્વરનાથ પણ હાજર રહ્યા હતા.

નાગાર્જુને પીવી. સિંધુને નવી નક્કોર બીએમડબલ્યુ એક્સ ફાઈવ લક્ઝરિયસ એસયુવી કાર આપી છે. આ એસયુવી લગભગ 73 લાખ રૂપિયાની છે જેને નાગર્જુને પોતાના મિત્ર વર્તુળ તેમજ કેટલાક નામી બિઝનેસમેન પાસેથી ભેગા કર્યા હતા. કારની ગાડી નાગાર્જુનના દીકરા અકીનેની નાગાર્જુન દ્વારા આપવામાં આવી હતી.

આ અગાઉ ક્રીકેટના બેતાજ બાદશાહ અને બીએમડબલ્યુના ભારત ખાતેના અધિકૃત એમ્બેસેડર સચીન તેંડુલકરે પી.વી. સિંધુ જ્યારે ઓલમ્પિકમાં સિલ્વર મેડલ લઈને આવી હતી તે વખતે બીએમડબલ્યુ એક્સ ફાઈવ ભેટ આપી હતી.

પી.વી. સિંધુએ આંતરરાષ્ટ્રિય રમતમાં ભારત તરફથી 2009માં પ્રતિનિધિત્વ કરવાની શરૂઆત કરી હતી. કોલોમ્બો ખાતે થયેલી સબ જુનિયર એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં તેણીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યારબાદ 2012માં તેણી એશિયન યુથ્સ અંડર 19 ચેમ્પિશન શિપ જીતી હતી જેમાં તેણીએ જાપાનની નોઝોમી ઓખુહારાને હરાવી હતી. ત્યાર બાદ 2012ની લંડન ખાતેની એલમ્પિક્સમાં તેણીએ ચીનની ગોલ્ડ મેડાલિસ્ટ લી ઝુએરુઈને હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ મેળવીને બેડમિંટન જગતને ચોંકાવી દીધું હતું.

2017માં તેણી ઇન્ડિયન ઓપન સુપર સિરિઝનું ટાઈટલ જીત્યું હતું જેમાં તેણીએ કેરોલીના માર્ટિનને હરાવી હતી. અને આ સાથે જ તેણીએ તેની કેરીયરની સૌથી ઉંચી રેન્ક મેળવી હતી તેણી તે વખતે બે નંબર પર હતી.
આ પ્રસંગે નાગાર્જુને જણાવ્યું હતું કે પી.વી. સિંધુ કે જે વિશ્વમાં ભારતનું નામ રોશન કરી રહી છે તેવી વ્યક્તિને સમ્માન આપવું તે તેમના પોતાના માટે જ એક સમ્માનની વાત છે. અને તેણીના કોચ પુલેલા ગોપીચંદને પણ તેણીની આ સફળતા માટે અભિનંદન પાઠવું છું. તેમણે ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે ખુબ જ પ્રતિભાશાળી ખેલાડીઓ આપ્યા છે.

તો વળી પી.વી સિંધુએ પણ ખુબ જ નમ્રતાથી જણાવ્યું હતું કે તેણીને સાઉથના સુપર સ્ટાર એવા નાગાર્જુન સર પાસેથી આ ગિફ્ટ મળતાં તેણી અતિ પ્રસન્ન છે અને હવે પછીનું તેનું લક્ષ ઓલમ્પિકમાં ગોલ્ડ મેળવવાનું છે અને તે માટે તેણી શક્ય બધી જ મહેનત કરશે.

તમને જણાવી દીએ કે નેવુંના દાયકાથી નાગાર્જુન દક્ષીણની ફિલ્મ ઇડસ્ટ્રીમાં કાર્યરત છે અને તે એક અત્યંત સફળ અભિનેતા છે. તેની નેટવર્થ 3000 કરોડ રૂપિયા છે. તે બ્લુ ક્રોસ નામની હૈદરાબાદ ખાતેની એક એનેજીઓ સંસ્થા પણ ચલાવે છે. આ ઉપરાંત તે પોતાના ભાઈ અક્કીનેની વેન્કટા રથનમ સાથે અન્નપુર્ણા સ્ટુડિયો પણ ધરાવે છે.

નાગાર્જુનને કીંગ ઓફ તેલુગુ સિનેમાં કેહવાય છે. જો કે તેણે બોલીવૂડમાં પણ એક-બે ફિલ્મો કરી હતી જેમાં અમિતાભ બચ્ચન અને શ્રીદેવી સ્ટારર ફિલ્મ ખુદાગવાહ અને ક્રીમીનલનો પણ સમાવેશ થાય છે આ બન્ને ફિલ્મો સુપરહીટ નીવડી હતી. તેમાં તેને પસંદ પણ કરવામાં આવ્યો હતો પણ તેને સાઉથની ફિલ્મો વધારે ફળી અને છેલ્લા લગભગ 3 દાયકાથી તે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સફળ અભિનેતા છે. નાગાર્જુન પોતે પણ લક્ઝરિયસ ગાડીઓનું મોટું કલેક્શન ધરાવે છે જેમાં 3 કરોડની મર્સિડિસ એસ ક્લાસનો પણ સમાવેશ થાય છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ