જાણો અરીજીત સિંહની એક સામાન્ય બંગાળીથી એક સુપરસ્ટાર સીંગર સુધીની અતઃથી ઇતી સુધીની કહાની

બોલીવૂડ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં અરિજીત સિંહનું નામ ટોચના સીંગરોમાં ગણાવા લાગ્યું છે. આજે આખોએ ભારતીય યુવાવર્ગ તેના મખમલી અવાજ પાછળ પાગલ છે. તો ચાલો જાણીએ આ પ્રતિભાષાળી સિંગર વિષેની જાણી અજાણી વાતો વિષે.

અરીજીત સિંહ મર્ડર ટુના ફીર મુહોબ્બત કરને ચલા હૈ તુ. આ ગીત ગાઈને અરીજીત સીંઘ ભુલી ગયો હતો કે તેણે આ ગીત ગાયું હતું. પણ બે વર્ષ બાદ જ્યારે આ સોંગ હીટ ગયું ત્યારે તે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં પ્રખ્યાત બની ગયો.

image source

અંગત જીવન

વેસ્ટ બંગાળના મુર્શિદાબાદ શહેરમાં અરીજીતનો જન્મ 1987ના રોજ થયો હતો. તેમના પિતા પંજાબી અને માતા બંગાળી છે.

સંગીતનો વારસો મળ્યો માતાના પિયર તરફથી

અરીજીત સિંહના નૌનિહાલ એટલે કે માતાના પિયરમાંની મોટા ભાગની બધી જ વ્યક્તિઓ સંગીત સાથે જોડાયેલી હતી. તેમના નાની ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકમાં પહેલેથી જ ટ્રેઈન્ડ હતા. માસી પણ ગાતા હતા અને તેમના મામા એક ઉત્તમ તબલા વાદક હતા અને તેના માતા પણ સિંગર હતા. તો વારસો ક્યાંકને ક્યાંકથી અરીજીતમાં ઉતરવાનો જ હતો અને ઉતરી પણ ગયો અને આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેના મખમલી અવાજે ભલભલાને મંત્રમુગ્ધ કરી દીધા છે.

image source

અભ્યાસ

અરીજીતે રાજા વિજય સિંહ હાઈસ્કુલ અને ત્યાર બાદ શ્રીપદ સિંહ કોલેજમાંથીપોતાનો અભ્યાસ પુર્ણ કર્યો હતો. અરીજીતનું કહેવું છે કે તે અભ્યાસમાં પણ સારા હતાં પણ તેમનો રસ તો હંમેશા સંગીતમાં જ રહ્યો હતો. અને તેમની આ જ રુચીના કારણે તેમના માતાપિતાએ તેમને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટમાં પ્રોફેશનલ ટ્રેનીંગ અપાવવાની શરૂઆત કરી દીધી. આ ઉપરાંત તેમણે સંગીતના ખેરખાંઓ સાથે ક્લાસિકલ, રવિન્દ્ર મ્યુઝિક તેમજ પોપ મ્યુઝિકની તાલીમ લીધી.

છેવટે તેમના ટેલેન્ટને પ્રદર્શિત કરવા માટે તેમને મળી ગયું સ્ટેજ

image source

રિયાલિટી શોમાં હાર અને જીત

ઇન્ડિયન આઇડલમાં ભાગ લેતા પહેલાં તેમણે મુંબઈ આવીને એક બીજા રિયાલીટી શોમાં ભાગ લીધો હતો જેનું નામ હતું ફેમ ગુરુકુળ. પણ આ ઓડીશન એટલો મુશ્કેલ હતો કે તેમને ઘણીવાર ઓડિશન દરમિયાન જ ઉંઘ આવી જતી હતી. જેમાં તેઓ સફળ ન થઈ શક્યા અને ટોફ ફાઈવમા જગ્યા ન બનાવી શક્યા. પણ આ શોમાં તેમના અવાજે જાણીતા સંગીતકાર શંકર મહાદેવનનું દીલ જીતી લીધું અને તેમણે અરીજીતને ગીત આપવાનું વચન આપ્યું. અને ત્યાર બાદ શંકર મહાદેવને પોતાનું વચન પાળ્યું અને હાઈ-સ્કૂલ મ્યુઝિકલ ટુ આલ્બમના ગીતમાં ગાવાને મોકો આપ્યો.

image source

ત્યાર બાદ અરીજીત સીંઘે દસ કે દસ લે ગયે દીલ નામના રીયાલીટી શોમાં ભાગ લીધો અને તેમાં તેઓ જીતી ગયા અને વિજેતા તરીકે મળેલા ઇનામમાં તેમને એક પોપ્યુલર મ્યુઝિક લેબલ માટે ગીતો ગાવાનો કોન્ટ્રાક્ટ પણ મળી ગયો.

તેમ છતાં અરીજીતે હજુ ઘણો બધો સંઘર્ષ કરવાનો બાકી હતો. અને તે વખતે એમ પણ મુંબઈની મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝમાં કળાની ખોટ ચાલી રહી હતી એમ કહો કે મંદી જેવું ચાલી રહ્યું હતું. તેમને પણ તે સમજાઈ ગયું હતું. અને કોઈ પણ સંજોગોમાં મુંબઈમાં ટકી રહેવા અને આગળ વધવા માટે તેમણે પોતાની કેરીયરને થોડો વણાંક આપ્યો એમ કહો કે થોડી ડાયવર્ટ કરી. અને ગીતો ગાવાની જગ્યાએ તે મ્યુઝિક પ્રોડ્યુસર બની ગયા.

અને પછી કેટલાએ જાણીતા સંગીતકારો જેમ કે પ્રિતમ, શંકર એહસાન લોય, વિશાલ-શેખર અને મીથુન સાથે એક મ્યુઝિક પ્રોગ્રામર તરીકે કામ કરવા લાગ્યા. અને તેમનો આ નિર્ણય તેમના માટે આશિર્વાદ સમાન સાબિત થયો.

Image source

જાણો શા માટે ? કારણ કે આ મ્યુઝિક પ્રોગ્રામરના કામે તેમને સારા મ્યુઝિશિયન બનવામાં ખુબ મદદ કરી. તેમને મ્યુઝિક અને તેના વિવિધ પાસાઓ વિષે શીખવાનો અવસર મળ્યો. આ સમય દરમિયાન મ્યુઝિક ડીરેક્ટર પ્રિતમ પોતાના મ્યુઝિક કંપોઝીંગના કામમાં અત્યંત વ્યસ્ત રહેતા હતા. તેમને એક સાથે લગભગ 16 ફિલ્મોના મ્યુઝિક તૈયાર કરવાના હતા. આ કંપોઝીંગ દરમાયન અરિજીત રોજ ગીતોના ચારથી પાંચ રફ કટ ગાવા લાગ્યા.

અરીજીતની આ લાયકાત જોતાં પ્રિતમને તેમના પર વિશ્વાસ થઈ ગયો. અને પરિણામ સ્વરૂપે પ્રિતમે અરીજીતને ધીમે ધીમે પોતાની ફિલ્મોમાં ગીતો ગવડાવવા લાગ્યા. ધીમે ધીમે ગીતો બહાર પડતા ગયા પ્રિતમનો મખમલી અવાજ લોકોના કાનથી સીધો જ હૃદયમાં પહોંચી ગયો અને માત્ર લોકો જ નહીં પણ જાણીતા મ્યુઝિક ડીરેક્ટર્સનું પણ તેમણે ધ્યાન ખેંચ્યું. અને બસ પછી તો પુછવું જ શું હતું. જો કે આ પહેલાં તેમણે કેટલીક હીન્દી સીરીયલો તેમજ બંગાળી સીરીયલોમાં પણ ગીતો ગાયા હતા.

image source

આશિકી 2 ના “ક્યું કી તુમ હી હો”થી મળી એક અનેરી ઓળખ

અરીજીતના મખમલી અવાજને લોકો એમ પણ પસંદ કરવા લાગ્યા હતા અને તેના ઘણા બધા ગીતો અત્યાર સુધીમાં હીટ થઈ ગયા હતાં. પણ આશિકી -2 ફિલ્મનું ગીત ક્યુંકી તુમ હી હોએ તેમને ટોચ પર બેસાડી દીધા. બસ ત્યાર બાદ તો તે દરેક પ્રકારના તે પછી રોમેન્ટીક હોય, સુફી હોય, બોલીવૂડ ટાઈપ મસ્તી ભર્યા ગીત હોય બધા જ પ્રકારના ગીત તે ગાવા લાગ્યો અને તે હીટ પણ થવા લાગ્યા.

image source

અરીજીત પોતાની ગાયકીને છોડી દેવા માગતા હતા

તેની પાછળ કોઈ ગંભીર કારણ નહોતું. પણ સમસ્યા એ હતી કે તેમને ગીતો ગાવા તો ગમતા જ હતાં પણ તેના કરતાં પણ વધારે તેમને મ્યુઝિક કંપોઝીંગમાં વધારે રસ પડતો હતો. અને આ ખુલાસો તેમણે પોતાના એક ઇન્ટર્વ્યુમાં કર્યો હતો જેમાં તેમણે જણાવ્યુ હતું કે તે લાંબા ગાળે તો એક ગાયક નહીં પણ એક સંગીતકાર તરીકે જ પોતાની જાતને જોવા માગે છે.

image source

અરીજીતનું લગ્ન જીવન

જીવનની લાંબી સફર ખેડવા જોઈએ છે એક હમસફર અરીજીતને પણ તે હમસફર મળી ગયો હતો. ઘણા લોકો એ નથી જાણતા કે અરીજીત પહેલેથી જ મેરીડ છે. એક રિયાલિટિ શો દરમિયાન તેની કો કન્ટેસ્ટન્ટ સાથે તેના લગ્ન થઈ ગયા હતા. પણ તે લગ્ન લાંબા ન ચાલતાં તેમના છુટ્ટા છેડા થઈ ગયા અને પછી તેમણે પોતાની નાનપણની મિત્ર કોયલ રોય સાથે 2014માં લગ્ન કરી લીધાં. તેણી પણ એક ડીવોર્સી હતી અને તેણીને એક દીકરી પણ છે જે અરીજીત સાથે ખુબ જ આત્મિયતા ધરાવે છે.

image source

એક ગીત ગાવું ખુબ મુશ્કેલ લાગ્યું હતું

અરીજીત આમ તો બધા જ પ્રકારના ગીત ખુબ જ સુંદર રીતે ગાઈ જાણે છે પણ ફિલ્મ હમારી અધુરી કહાનીનું એક ગીત કે જે ટાઈટલ સોંગ હતું તે ગાતા તેમને ઘણી મુશ્કેલી પડી હતી. પણ મહેશ ભટ્ટના ભારે સપોર્ટના કારણે તે આ ગીત સારી રીતે ગાઈ શક્યા. આ ગીતો રેકોર્ડ કરતાં તેમને બે કલાકનો સમય લાગ્યો.

ઘણા લોકો એ જાણે છે કે અરીજીત સિંહ ગીતો પણ ગાય છે ગીતો કંપોઝ પણ કરે છે પણ એ નથી જાણતા કે તેમણે તાજેતરમાં જ એક બંગાળી ફિલ્મનું ડીરેક્શન પણ કર્યું છે.

તેમની સાથે જોડાયેલા વિવાદો

image source

આમ તો અરીજીત સિંહ એક ખુબ જ શાંત સ્વભાવનું વ્યક્તિત્વ ધરાવે છે અને તેમ છતાં તેઓ પણ વિવાદમાં ફસાઈ ગયા હતા. અને મહત્ત્વની વાત એ છે કે આ વિવાદ કોઈ બીજા સાથે નહીં પણ સલમાન ખાન સાથે જોડાયેલો છે. વાસ્તવમાં એવું ઘટ્યું હતું. કે અરિજીત સિંહને આશિકી-2ના ગીત માટે બેસ્ટ સિંગર માટે નોમીનેટ કરવામાં આવ્યા હતા અને તે જ એવોર્ડ ફંક્શનમાં સલમાનખાન હોસ્ટ હતા. જ્યારે અરિજીત સિંહનું નામ અનાઉન્સ થયું ત્યારે તે સુઈ ગયા હતા. જ્યારે તેમને કોઈએ જગાડ્યા ત્યારે તેઓ સાદા વસ્ત્રોમાં સાદા ચપ્પલ સાથે સ્ટેજ પર પહોંચી ગયા આટલે સુધી તો બધું ઠીક હતું પણ સલમાને જ્યારે તેમને પુછ્યું કે શું તમે સુઈ રહ્યા હતાં ત્યારે અરીજીત સિંહે કહ્યું કે તમે લોકોએ સુવડાવી દીધા ત્યારે સલમાન ખાનને આ વાત પસંદ ન આવી અને ત્યારથી સલમાન ખાન તેમને પસંદ નથી કરતા. તે બાબતે અરીજીતે સલમાન ખાનની માફી પણ માંગી પણ કંઈ ન થઈ શક્યું.

image source

એક ઇવેન્ટના લે છે કરોડો રૂપિયા

અરેજીત સિંહ બોલીવૂડનો હાલની તારીખમાં સૌથી વધારે લોકપ્રિય સિંગર છે. તે માત્ર 45 મિનિટનો શો કરવાના એટલે કે ગાવાના ડોઢ કરોડ રૂપિયા ચાર્જ કરે છે અને એક ગીત માટે તે 16 લાખ રૂપિયા વસુલે છે. તેમ છતાં અરીજીત સિંહ એક સાદુ જીવન જીવે છે.

image source

‘લેટ ધેર બી લાઇટ’ એનજીઓ ચલાવે છે

અરીજીત સિંહ કલકત્તામાં એક એનજીઓ પણ ચલાવે છે જેનું નામ છે લેટ ધેર બી લાઈટ આ સંસ્થા તેમના જુના ઘરની લોકાલીટી એટલે કે જીયાગંજ માટે તેમજ બીપીએલ હેઠળ આવતા લોકો માટે કામ કરે છે. આમ અરીજીત એક સુંદર અવાજ જ નથી ધરાવતા પણ એક સુંદર હૃદય પણ ધરાવે છે.

ગેંગસ્ટરની ધમકીઓ પણ મળી ચૂકી છે

2015માં અરીજીત સિંહને મુંબઈના એક ડોન રવિ પુજારી તરફથી 5 કરોડ રૂપિયા માટે ધમકી ભર્યો ફોન કરવામાં આવ્યો હતો. જો કે તે વિષે તેમણે કોઈ ફરિયાદ નહોતી નોંધાવી પણ મળેલી માહિતિ પ્રમાણે પહેલાં તેમના પર પાંચ કરોડની રકમ ચૂકવવાનો ધમકીભર્યો ફોન આવ્યો અને ત્યાર બાદ પૈસા ન આપે તો મફતમાં બે શો કરવાની ધમકી આપવામાં આવી હતી.

image source

અચીવમેન્ટ્સ

વર્ષ 2011માં આશિકિ 2 નું ક્યુંકી તુમ હી હો માટે ફિલ્મ ફેયર અવોર્ડ તેમણે મેળવ્યો છે, તો 2016માં ફિલ્મ રોયના ‘સુરજ ડુબા હૈ યારો’ માટે પણ ફિલ્મફેયર અવોર્ડ મળી ચુક્યો છે. બે દિવસ પહેલાં જ અરિજીતને ગીત એ વતન માટે પણ 2019નો બેસ્ટ સિંગરનો આઇફા અવોર્ડ આપવામાં આવ્યો છે. આમ એક પછી એક અરીજીતના તાજમાં મોરપીંછ પરોવાતું જાય છે અને તે પોતાની ગાયીકીમાં ઓર વધારે ઘડાતા જાય છે. તમને તેનું કયું ગીત સૌથી વધુ પસંદ છે કોમેન્ટમાં જણાવજો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ