આ ભક્તે પ્રસાદના લાડુને ૧૭ લાખથી પણ વધુ કિંમતે ખરીદીને તોડ્યો ૨૪ વર્ષનો રેકોર્ડ, જાણો શું છે તેની પાછળનું રહસ્ય…

આ ભક્તે પ્રસાદના લાડુને ૧૭ લાખથી પણ વધુ કિંમતે ખરીદીને તોડ્યો ૨૪ વર્ષનો રેકોર્ડ, જાણો શું છે તેની પાછળનું રહસ્ય… લાખેણા લાડુનો પ્રસાદ, જાણો શું છે આ સોનાનો વરખ લાગેલા લાડુની કિંમત, વજન અને બીજી ખાસિયત…

image source

ગણેશ વિસર્જન સમયે હૈદરાબાદમાં એક અનોખી રીતે થયો લાડુના પ્રસાદની હરાજીનો કાર્યક્રમ. જેમાં લાખો રૂપિયાના રકમની બોલીમાં શહેરના ધનિક વેપારીએ ભાગ લીધો. આવો જાણીએ શું છે આ આખો કિસ્સો.

૧૭ લાખની બોલીમાં વેંચાયો આ વજનદાર લાડુ…

હૈદરાબાદમાં વર્ષોથી બાલાપુર ગણેશના સ્થાપના વિસર્જન દરમિયાન પ્રસાદના લાડુની હરાજી કરવામાં આવે છે. એમાં જે પણ વ્યક્તિ વિજેતા થાય, કહેવાય છે કે તે વેપારી કે ઉદ્યોગપતિ હોય કે ખેડૂત હોય તેના ઘર – પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે. આ વર્ષે ત્યાંના સ્થાનિક રહેણાંક કોલાનુ રામ રેડ્ડી વિજેતા થયા.

image source

તેમની છેલ્લી બોલી ૧૭.૬ લાખ જેટલી હતી. તેમને વિજેતા ઘોષિત કર્યા બાદ તેઓ ચાંદીના થાળમાં સ્થાપિત થયેલા ગણેશજીને માથે ચડાવીને વાહન સુધી લઈ ગયા. આ વર્ષની પ્રતિયોગિતામાં કુલ ૧૯ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેઓ શહેરના નામચિન વેપારીઓ અને ધનકુબેરો પૈકીને હતા.

શું વિશેષતા છે, આ લાખેણા લાડુની…

image source

આ વર્ષે બનાવેલા લાડુને સોનાનો વરખ લગાવવામાં આવ્યો હતો. અને તેનું વજન ૨૧ કિલોગ્રામ હતું. વિજેતા થયેલ ભક્તને આ લાડુ પણ ચાંદીના મોટા થાળમાં મૂકીને આપવામાં આવે છે. કહેવાય છે કે જે કોઈ વ્યક્તિને આ રીતે લાડુના થાળથી સન્માનિત થવાનો મોકો મળે તો તેનો બેડો પાર થઈ જાય.

image source

આ લાડુનું એટલું મહત્વ છે કે તેના પ્રસાદને સગાં – સંબંધી આડોશપાડોસ સહિત ઘરના ખૂણાઓમાં અને ઓફિસમાં તેમજ ખેતરોમાં પણ વેરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે બાલાપુર ગણેશનો આ લાડુનો પ્રસાદ ખૂબ જ બરકત લાવે છે.

વર્ષોથી આ પ્રથા ચાલે છે…

image source

હૈદરાબાદમાં બાલાપુરના ગણેશના લાડુની હરાજીનો રિવાજ ઘણા વર્ષોથી ચાલ્યો આવે છે. તેની શરૂઆત ૧૯૯૪થી થઈ હતી. ત્યારે તે સમયે પહેલી હરાજીની રકમ ફક્ત રૂપિયા ૪૫૦ ઉપજ્યા હતા. તે પણ એ જમાનામાં ઘણા કહેવાતા હતા.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ