માધુરી દિક્ષિતની મેક અપ વગરની આ 10 તસવીરો પર આજે પણ તેના ફેન્સ છે ફિદા, જોઇ તમે?

માધુરી દિક્ષિતને જુઓ મેકઅપ વગર, તેના મુગ્ધ સ્મિતના આજે પણ છે લાખો દિવાના.

માધુરી જેવો એક્સપ્રેસિવ ચહેરો તમને આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભાગ્યે જ જોવા મળશે. તેણીની અદ્ભુત અભિનય ક્ષમતા, તેનું નૃત્ય, તેનો જાજરમાન દેખાવ આજે 52 વર્ષની ઉંમરે તેટલો જ આકર્ષક છે. આજે ભલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમા કેટરિના-કરિના સુંદર નૃત્ય કરતા હોય તેમ છતાં તેઓ માધુરી દિક્ષિતના લાવણ્ય અને એક્સપ્રેશનને તો ક્યારેય મેચ નહીં કરી શકે.

image source

માધુરીને ફિલ્મિ પરદે કે પછી કોઈ સ્ટેજ પર નૃત્ય કરતા જોતાં તેના ફેન્સ થાકતા નથી. ગયા વર્ષના આઇફા અવોર્ડમાં તેણીએ પોતાની ડાન્સ ડીઇરેક્ટર સરોજખાનને ટ્રીબ્યુટ આપ્યું હતું. તે સમયે તેણીને નૃત્ય કરતાં જોઈ મોટા મોટા સ્ટાર્સ પણ અભિભૂત થઈ ગયા હતા.

માધુરી દિક્ષિત એક એવી અભિનેત્રી છે જે મેકઅપ વગર પણ તેટલી જ સુંદર અને ગ્રેસફુલ લાગે છે. આજે 52 વર્ષની ઉંમરે પણ તેણીના કરોડો ચાહકો છે. તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર જ તેના 1.70 કરોડ ફોલોઅર્સ છે.

image source

માધુરી વાસ્તવમાં નેચરલ બ્યૂટી છે. તમે જોશો તો માધુરી અવારનવાર પોતાના ફેમિલિ સાથે હળવી પળો માણતી તસ્વીરો સોશિયલ મિડિયા પર શેર કરતી હોય છે જેમાં તેણી ઘણીવાર મેકઅપ વગર જ જોવા મળે છે અને તેમ છતાં તેણી સુંદર દેખાય છે. તો ચાલો તમને બતાવીએ માધુરીની મેકઅપ વગરની કેટલીક તસ્વીરો.

એરપોર્ટ પર પણ મેકઅપ વગર

image source

આજકાલ એરપોર્ટ લૂકને અત્યંત મહત્ત્વ આપવામાં આવે છે અને ટોપ સ્ટાર્સ એરપોર્ટ લૂક પાછળ લાખોનો ખર્ચો કરી નાખતા હોય છે અને ફૂલ મેકઅપમાં જોવા મળે છે પણ માધુરીને તમે અહીં એરપોર્ટ પર માત્ર લિપસ્ટિક સાથે જોઈ શકો છો. તેણે કોઈ જ મેકઅપ નથી કર્યો અને તેમ છતાં તે સુદંર લાગી રહી છે.

બાળકો સાથે હળવાશની પળોમાં

image source

માધુરી આજે બે દીકરાઓની માતા છે. અરીન અને રાયન તેણે તેમને મોટા કરવા માટે પોતાની કેરિયરથી એમ કહો કે મોઢું જ ફેરવી લીધું હતું. અને પોતાના પતિ સાથે અમેરિકાના ગૃહસ્થ જીવનમાં ઓતપ્રોત થઈ ગઈ હતી. તે સમયની આ તસ્વીરમાં તમે માધુરીને મેકઅપ વગર જ સુંદર જોઈ શકો છો.

પિતાની પ્રાર્થના સભામાં સિમ્પલ માધુરી દિક્ષિત

image source

કોઈપણ સંતાન માટે તેમના માતાપિતા ખુબ જ વાહલા હોય છે. માધુરી પણ પોતાના પિતાની ખૂબ નજીક હતી. આ અવસરે તેણીને વ્હાઇટ કુર્તા પાયજામા સાથે મેકઅપ વગર જોવામાં આવી હતી. જેમાં તેણી હંમેશની જેમ મોહક લાગી રહી હતી.

બાપ્પાના દર્શને માધુરી આવી મેકઅપ વગર

image source

માધુરી ભગવાનમાં પૂર્ણ આસ્થા ધરાવે છે. તેણીની આ તસ્વિર મુંબઈના પ્રસિદ્ધ ગણેશ મંદિર સિદ્ધિ વિનાયકની છે. અહીં તેણી સંપૂર્ણ મેકઅપ વગર જોવા મળી હતી. તે જાણે આપણામાંની જ કોઈ એક હોય તેવી લાગી રહી હતી.

કોસ્ટાર્સ સાથે માધુરી દિક્ષિત

image source

એક ઇવેન્ટમાં માધુરી અજય દેવગન, ઇમરાન હાશમી અને ડીરેક્ટર મધુર ભંડારકર સાથે સાવજ ઓછા મેકઅપમાં જોવા મળી હતી. તેમાં તેણીએ હળવી લિપસ્ટિક લગાવી હતી અને તેમ છતાં તેણીનો જાદૂ તો તેમનો તેમજ અકબંધ હતો. અને તેનું સુંદર સ્મિત તો કોઈ જ મેકઅપનું મોહતાજ નથી.

બાળકને જન્મ આપ્યા બાદની તસ્વીર

image source

માધુરીને તમે ક્યારેય મેદસ્વી નહીં જોઈ હોય. તેણી બાળકને જન્મ આપ્યા બાદ પણ ખુબ જ ઝડપથી શેપમા આવી ગઈ હતી. આ તસ્વીર તેણીના પ્રથમ બાળકના જન્મ બાદ લેવામાં આવી હતી. તમે જોઈ શકો છો કે તેણીએ પોતાના નાનકડા દીકરાને તેડ્યો છે અને તેણી હંમેશની જેમ જ સુંદર લાગી રહી છે.

લગ્ન બાદ યુ.એસ.એથી પાછા આવ્યા બાદની તસ્વીર

image source

માધુરીએ લગ્ન બાદ પોતાના પતિ હાર્ટ સ્પેશિયાલિસ્ટ સર્જન ડો. નેને સાથે યુ.એસ.એમાં જ સેટલ થઈ ગઈ હતી. આ તસ્વિર તેની લગ્ન બાદ યુ.એસ.એથી પાછા આવ્યા બાદની જ છે. તેણી એરપોર્ટ પર પતિ શ્રીરામ નેને સાથે જોવા મળી હતી અને તે પણ સિમ્પલ વસ્ત્રો અને લૂકમાં.

માધુરી તેના પર્સનલ ટ્રેનર સાથે

image source

માધુરી આજે પચ્ચાસ વર્ષ વટાવ્યા છતાં આટલી ફીટ અને બ્યુટીફૂલ લાગે છે તેની પાછાળ તેનો નિયમિત વ્યાયાબ જવાબદાર છે. આ ઉપરાંત તેણી વ્યાયામ તરીકે મોટે ભાગે નૃત્યનો જ સહારો લે છે અને માટે જ તેણી શેપમાં રહે છે. જો કે તે શરીર માટે જરૂરી વર્કઆઉટને ક્યારેય ઇગ્નોર નથી કરતી.

માધુરીનું મોહક સ્મિત

ઉપરણ જણાવ્યું તેમ માધુરીના સૌંદર્ય માટે તો તેનું મોહક સ્મિત જ પૂરતું છે. આજે માત્ર માધુરીના હસતા હોઠની જ તસ્વીર બતાવવામાં આવે તો કોઈ પણ તેને માધુરીના સ્મિત તરીકે ઓળખી શકે છે. તસ્વિરમાં તેણીએ મેકઅપ કર્યો હોય કે ન કર્યો હોય તેનું સ્મિત જ તમારા પર જાદૂ કરવા માટે પૂરતું છે.

image source

માધુરી આજે ભલે બોલીવૂડમાં ઘણી ઓછી ફિલ્મો કરી રહી હોય પણ તેણી ફિલ્મ ક્ષેત્રે આજે પણ ઘણી જ એક્ટિવ છે. તેણી પોતાની યુ ટ્યુબ ડાન્સ ચેનલથી તેના ફેન્સ તેમજ જે લોકો ને નૃત્યમાં રસ હોય તેમને સુંદર રીતે નૃત્ય શીખવે છે અને સાથે સાથે પોતાના એક પ્રોડક્શન હાઉસ હેઠળ ફિલ્મોનું નિર્માણ પણ કરી રહી છે. છેલ્લે તેણી કરણ જોહરની મહત્વાકાંક્ષી ફિલ્મ કલંકમાં જોવા મળી હતી અને તેના કામના ખૂબ વખાણ થયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ