ભારતની આ નદીમાંથી લોકો સોનું શોધીને કમાય છે પૈસા, લેવા માટે દોડે છે અનેક લોકો

આપણા ભારત દેશમાં અનેક નદીઓ આવેલી છે. અને વિવિધ નદીઓની પોતાની ખાસ મહત્વતા પણ છે.

જેમ કે ગંગા અને યમુના નદીને પવિત્ર નદીઓ માનવામાં આવે છે. પરંતુ ભારતમાં એક નદી એવી પણ આવેલી છે જેમાં પાણીની સાથે સાથે સોનું પણ વહે છે.

એટલું જ નહિ સ્થાનિક લોકો આ સોનું એકઠું કરીને વેંચે છે અને એ જ રોજગારીનું સાધન પણ બની ચૂક્યું છે.

તો ભારતના ક્યા રાજ્યમાં આવેલી છે આ નદી અને તેમાંથી કેટલું સોનું મળે છે?

તેની રસપ્રદ વિગતો અમે અહીં તમારા માટે લઇ આવ્યા છીએ. ચાલો જાણીએ તેના વિષે.

image source

ઝારખંડ રાજ્યમાં આવેલી અને પશ્ચિમ બંગાળ તથા ઓડિસામાંથી પસાર થતી સ્વર્ણરેખા નામની આ નદીને હવે લોકો સોનાની નદી તરીકે પણ ઓળખવા લાગ્યા છે.

એવું માનવામાં આવે છે કે આ નદીની રેતી માંથી સેંકડો વર્ષોથી સોનું વહેતુ આવે છે.

ભૂસ્તરશાસ્ત્રીઓનું માનવું છે કે આ નદી અનેક પહાડી અને શિલાઓ સાથે અથડાઈને વહેતી હોવાથી ઘર્ષણના કારણે સોનાના કણો તેની રેતીમાં ભળી જતા હોય એમ બની શકે છે.

image source

ઉલ્લેખનીય છે કે 474 કિલોમીટરની લંબાઈ ધરાવતી આ સ્વર્ણરેખા નદીનું ઉદગમ સ્થાન રાંચી શહેરથી લગભગ 16 કિલોમીટરના અંતરે આવેલું છે.

આ નદી સાથે 37 કિલોમીટરની લંબાઈ ધરાવતી અન્ય એક નદી જેને કરકરી નામથી ઓળખવામાં આવે છે સ્વર્ણરેખા સાથે ભળે છે.

અમુક લોકોનું એવું પણ માનવું છે કે સ્વર્ણરેખા નદીની રેતીમાં આવતા સોનાના કણો અસલમાં કરકરી નદીના હોય છે.

image source

ઝારખંડના તમાડ અને સારંડામાં સ્થાનિક આદિવાસી લોકો નદીના પાણીમાં વહીને આવતી રેતીને ચાળી તેમાંથી સોનાનાં કણો શોધવાનું કામ કરે છે.

આ કામ કરવામાં ઘરના પુરુષોની સાથે સાથે મહિલાઓ અને બાળકો પણ સાથ આપે છે.

તેઓ જયારે નદીમાં પૂર આવે ત્યારના બે મહિનાને બાદ કરતા વર્ષભર આ કામમાં વ્યસ્ત રહે છે. દિવસભર ધીરજ અને મહેનતભર્યા કામ બાદ પ્રતિ વ્યક્તિને ચોખાના દાણાની સાઈઝના સોનાનાં એક કે બે કણ શોધવામાં સફળતા મળે છે.

image source

આ મુજબ પ્રતિ વ્યક્તિ તેઓ મહિને 60 થી 80 જેટલા કણો શોધે છે. આ કણોને વેચવાના બદલામાં તેઓને સ્થાનિક બજારમાં પ્રતિ કણ 80 થી 100 રૂપિયા મળે છે જેથી તેમની માસિક આવક 5 થી 8 હજાર રૂપિયા સુધી પહોંચે છે.

જયારે આ જ કણોની બજારમાં 300 ના વેંચાણ ભાવ સુધી હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ