જો આ રીતે તમારા ચહેરા પ્રમાણે કરશો મેક અપ, તો ચહેરો લાગશે એકદમ મસ્ત

ચહેરાના આકારને અનુરૂપ મેકઅપ.

image source

મેકઅપ કરવો એ પણ એક કળા છે.મેકઅપ દ્વારા ચહેરાનું સૌંદર્ય ઓર નીખરી આવે છે અને આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે.

પરંતુ ચહેરાના આકારને અનુરૂપ અને ચામડીની ગુણવત્તા પ્રમાણે મેકઅપ થવો પણ જરૂરી છે કારણ કે ઘણા વખતથી કરેલો મેકઅપ ક્યારેક વ્યક્તિત્વને હાસ્યાસ્પદ પણ બનાવી દે છે.

દરેકના ચહેરાનો આકાર અલગ-અલગ હોય છે અને એ આકારને અનુરૂપ મેકઅપ વ્યક્તિત્વમાં ચાર ચાંદ લગાવે છે.ઘણી યુવતીઓને સેલિબ્રિટીઝની કોપી કરીને મેકઅપ કરવો ગમે છે

image source

પરંતુ મેકઅપ કરતી વખતે એ યાદ રાખવું જોઈએ કે તેમનો ચહેરો અને પોતાનો ચહેરો એક સરખો આકાર ધરાવે છે?

આજે આપણે કેટલાક ફેસ ક્ટ મુજબના મેકઅપને ચકાસીએ.

ઓવલ શેપ

image source

અભિનેત્રી કેટરીના કેફ નો ચહેરો oval shape ધરાવે છે.oval shape ના ચહેરા ઉપર ફાઉન્ડેશન લગાડ્યા બાદ નાકને અણીદાર લુક આપવા માટે બ્રોન્ઝર ને નોઝ બ્રિજ પર એપ્લાય કરવું.

આઇબ્રો નેચરલ શેપમાં જ રાખવી.આઇબ્રોને વધુ પડતો માઉન્ટેન લૂક આપવાથી ચહેરો વધુ પડતો oval shape માં લાગશે.

image source

હોઠ અને આંખમાંથી કોઈ એકને જ હાઈલાઈટ કરવું.જો લાઇન પર કટુરિંગ કરવાથી ચહેરો વધુ પાતળો અને સ્ટાઇલિશ લાગે છે.

ચીક એપલ્સ પર બ્લશ કરવું નહીં.દાઢી ની આજુબાજુ યોગ્ય રીતે બ્લશ લગાવવાથી ઓવલ શેપ માં બદલાવ લાવી શકાય છે.

હાર્ટ શેપ

image source

દીપિકા પાદુકોણ ની જેમ જ હાર્ટ શેપ ફેસ કટ ઉપર પરફેક્ટ મેકઅપ કરવા માટે સ્કીન ટોન થી એક શેડ ડાર્ક ફાઉન્ડેશનની પસંદગી કરવી.ટેમ્પલ્સ ની આજુબાજુ થી ફાઉન્ડેશન લગાવતાં લગાવતાં દાઢી સુધી લગાવવું.

એકસરખું ફાઉન્ડેશન લગાવ્યા બાદ તેની પર હાઈલાઈટર પાઉડર લગાવવો.નાક ઉપર પણ થોડો હાઈલાઈટર પાઉડર લગાવો.નાકની બંને બાજુ બ્રોંઝર લગાવી સાઇડ કટ આપવો.

image source

ગાલ પર બ્લશ કરવું અને કટુરીંગ દ્વારા ચીક એપલ્સને ઉભાર આપવો.આંખને બદલે હોઠને બ્રાઇટ લિપ ક્લર દ્વારા હાઈલાઈટ કરવા.

ડાયમંડ શેપ

મલાઈકા જેવો ગોર્જિયસ લુક મેળવવા માટે માથા પર નોઝ બ્રિજ પર અને દાઢી ની વચમાં લિક્વિડ હાઇલાઇટર અથવા ફાઉન્ડેશન લગાવવું.આ રીતે ચહેરાને હાઈલાઈટ કરવાથી ચેહરાની મધ્યમાં ધ્યાન આકર્ષિત કરી શકાય છે.

image source

થોડા ઘેરા રંગના બ્રોન્જર પાવડરથી કપાળની ઉપર ની બાજુ તથા દાઢી ની ટીપ તેમજ ચીકબોંસ પર લગાવવાથી ચહેરો એક સમાન લાગશે.

ગોળાકાર ચહેરો

આલિયા ભટ્ટ જેવો ગોળાકાર ચહેરો ધરાવનાર એ કપાળનો ઉપરી હિસ્સો, આંખની નીચેના ભાગને અને દાઢીને બ્રોંજરથી હાઈલાઈટ કરવા જોઈએ.

image source

ચીકબોંસની નીચેના ભાગને અથવા ચીક એપલ્સને બ્લશિંગ કરી અલગ પાડવા.મેકઅપ સ્ટ્રોક્સ ઉપરની બાજુ કરવાથી ચહેરો પાતળો લાગે છે.

સ્ક્વેર શેપ.

અનુષ્કા શર્મા જેવો ફેસક્ટ ધરાવતી મહિલાઓએ માથા ના ખૂણા ચિક્બોંસ, દાઢી તથા નોઝ બ્રિજ પર કટુરિંગ કરવું જોઈએ.

image source

આઇમેક અપ માટે ઘેરા રંગનાં આઈશેડોની પસંદગી કરવાથી ચહેરા પર આંખોમાં ઉભાર આવશે.ગાલ તથા હોઠના મેકઅપ માટે રોઝી ટોન પસંદ કરવો.

મેકઅપ અંગેની થોડી સજાગતા અને યોગ્ય કોસ્મેટિક્સ અને કલરની પસંદગી સૌંદર્યમાં વધુ નિખાર આપશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ