જાણો મહિલાઓ માટે કેવી રીતે ફાયદાકારક છે તલનુ તેલ..

તલનું તેલ

હાડકાની મજબુતીથી લઈને વાળની સુંદર બનાવવા અને તણાવને દુર કરવા સુધી તલનું તેલમહિલાઓના સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ હોય છે.

તલ ભલે જોવામાં એક નાનકડા બીજ જેવું લાગે છે પરંતુ આ તલ આપના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. ખાસ કરીને તલનું તેલ શિયાળામાં મહિલાઓના સ્વાસ્થ્યના ચોકીદારની જેમ કામ કરે છે. જી હા, તલના તેલમાં વિટામીન ઈ, બી કોમ્પ્લેક્ષ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પ્રોટીન મળી આવે છે જે હાડકાઓની મજબુતીથી લઈને વાળને સુંદર બનાવવા અને તણાવને દુર કરવા સુધી તલના તેલનો ઉપયોગ આપ શરીરના દરેક ભાગ પર કરી શકો છો.

image source

તલનું તેલ એંટીઓક્સીડન્ટથી ભરપુર હોવાના કારણે વધતી ઉમરની અસર, વાઇરસ અને બેક્ટેરિયા ઇન્ફેકશનથી બચાવે છે. તલનું તેલ શરીરને ગરમાવો પણ આપે છે, એટલા માટે શિયાળાની ઋતુમાં તલના તેલનો પ્રયોગ ખુબ વધારે કરવામાં આવે છે. આવો એક્સપર્ટ આયુર્વેદ ફીઝીશીયન ડૉ.અબરાર મુલતાની પાસેથી જાણીશું કે તલનું તેલ મહિલાઓના સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક થાય છે?

હાડકાઓને મજબુત બનાવે છે.:

image source

તલના તેલમાં ડાઈટરી પ્રોટીન અને એમીનો એસીડ હોય છે જે હાડકાઓને મજબુતી પ્રદાન કરે છે. એના સિવાય તલનું તેલ બાળકોમાં હાડકાના વિકાસમાં ખુબ મદદ કરે છે. એટલા માટે આપને આપની અને આપના બાળકની માલીશ તલના તેલથી કરવી જોઈએ.

મસલ્સ એક્ટીવ થાય છે.:

image source

તલના તેલમાં રહેલ કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ઝીંક અને સેલેનીયમ વગેરે મસલ્સને એક્ટીવ રાખવામાં ખુબ મદદ કરે છે.

નમી રાખે છે યથાવત:

તલનું તેલ ત્વચા માટે ખુબ જ લાભકારક હોય છે. તલના તેલની મદદથી ત્વચાને જરૂરિયાત પોષકતત્વો મળે છે અને ત્વચામાં નમી યથાવત રહે છે. જી હા, તલના તેલમાં વિટામીન બી અને વિટામીન ઈ મળી આવે છે, જે સ્કીન માટે ખુબ સારા હોય છે. તલના તેલનો રેગ્યુલર ઉપયોગ કરવાથી આપની ત્વચામાં ચમક આવે છે. આ ચમકને તલનું તેલ બરકરાર રાખવામાં મદદ કરે છે.

દાંતને મજબુત બનાવે છે.:

image source

તલ, દાંત માટે પણ ખુબ ફાયદાકારક છે. સવારે અને સાંજે બ્રશ કર્યા પછી તલને ચાવવાથી દાંત મજબુત થાય છે. સાથે જ દાંતને જરૂરી કેલ્શિયમની પુરતી પણ કરી દે છે. મોઢામાં ચાંદા પડી ગયા છે તો, તલના તેલમાં સિંધવ મીઠું ભેળવીને લગાવવાથી ચાંદા ઠીક થવા લાગે છે.

ફાટેલી એડીયો માટે રામબાણ ઉપચાર:

ફાટેલી એડીયોને ઠીક કરવા માટે તલના તેલને ગરમ કરીને, તેમાં સિંધવ મીઠું અને વેક્સ ભેળવીને લગાવો. આમ કરવાથી દરાર જલ્દી ભરાઈ જશે. જો એડીયો ફાટી ગઈ છે તો તલના તેલને આ રીતે લગાવવાથી આપની એડીયો ઠીક થવા લાગે છે.

ઘાવ ભરવામાં મદદ કરે છે.:

image source

શરીરના કોઇપણ અંગની ત્વચા દાઝી જાય તો, તલને પીસીને ઘી અને કપૂર સાથે ભેળવીને લગાવાથી આરામ મળે છે અને ઘાવ જલ્દી જ ભરાય જાય છે. જો આપ ઘર બેઠા પોતાના માટે ઓર્ગેનિક તલનું તેલ ખરીદવા ઈચ્છો છો તો તલના તેલની 1 લીટરની કીમત આશરે બજારમાં રૂ.૫૨૫ છે.

બ્રેસ્ટને સુડોળ બનાવે છે.:

જો મહિલાઓ પોતાના બ્રેસ્ટની માલીશ તલના તેલથી નીચેથી ઉપરની તરફ કરશે તો એનાથી આપની બ્રેસ્ટ સુડોળ થાય છે. જી હા, તલના તેલમાં વિટામીન એ અને વિટામીન ઈ ભરપુર પ્રમાણમાં મળી આવે છે. એટલા માટે જો આપના સ્તન બેડોળ કે લચી ગયા હોય તો તલના તેલથી માલીશ કરવાથી આપ આપની બ્રેસ્ટને સુડોળ બનાવી શકો છો.

તણાવ દુર કરે છે.:

image source

તલના તેલમાં એવા કેટલાક વિટામીન અને તત્વો મળી આવે છે જે તણાવ અને ડીપ્રેશનને ઓછું કરવામાં મદદ કરે છે. જો આપને વધારે ટેન્શન જેવું મહેસુસ કરી રહ્યા હોવ તો તલના તેલની માલીશ કરવાથી આપને અવશ્ય લાભ મળી શકે છે.

વાળને પોષણ આપે છે.:

તલનું તેલ વાળને અંદરથી પોષણ આપવાનું કામ કરે છે. તલના તેલને હળવું ગરમ કરી લો અને ત્યાર પછી હળવા હાથેથી સ્કૈલ્પ પર મસાજ કરો. થોડીક વાર માટે તલના તેલને વાળમાં રહેવા ડૉ અને પછી નોર્મલ પાણીથી વાળને ધોઈ લેવા. આના સિવાય તલના તેલની મસાજ કરવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે જેનાથી વાળ ઝડપથી વધે છે. જો આપને લાગે છે કે આપના વાળમાં પૂરી ગ્રોથ આવતા પહેલા જ તૂટી જાય છે તો પણ તલના તેલનો ઉપયોગ કરી શકો છો.

અન્ય એક્સપર્ટની સલાહ:

image source

આયુર્વેદિક ડોક્ટર વાજપેયી મુજબ, “તલમાં કેટલાક ઔષધીય ગુણ છે. તલના બીજમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમ હાજર હોય છે જે મનુષ્ય શરીર માટે ખુબ જ ઉપયોગી હોય છે. તલના બીજ માંથી કાઢવામાં આવતું તેલ ઘણા પ્રકારથી સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ હોય છે. આયુર્વેદ મુજબ આયુર્વેદમાં તલના તેલ ડાયાબીટીસનો ઈલાજ કરવા માટે ઓરલ રૂપમાં લેવામાં આવું જોઈએ. તલનું તેલ લોહીમાં ગ્લુકોઝનું લેવલ ઘટાડી દે છે અને સાથે જ બ્લડ પ્રેશરને ઓછું કરે છે. તલના તેલનો ઉપયોગ ડાયાબીટીસના દર્દીઓ માટે ભોજન બનાવવામાં ઉપયોગ કરવો જોઈએ. સાથે જ તલના તેલમાં એંટીઓક્સીડન્ટ ગુણોથી ભરપુર હોય છે જે સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક બન્ને બ્લડ પ્રેશરને ઓછું કરે છે. અન્ય શરીરની કોશિકાઓની તુલનાના રૂપમાં કેન્સર સેલ્સ ખુબ ઝડપથી વધે છે. તલના તેલમાં રહેલ કેટલાક ગુણ આ કેન્સર સેલ્સના વિકાસને ધીમો કરે છે.”

તો રાહ કોની જોવો છો આપ પણ આ શિયાળાની ઋતુમાં તલના તેલનો ઉપયોગ કરો અને આ શિયાળામાં સ્વાસ્થ્યની સાથે સાથે પોતાની સ્કીન અને વાળને પણ સ્વસ્થ બનાવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ