દુનિયાની આ ચાર રહસ્યમયી જગ્યાઓ પર જતા પહેલા વાંચી લો ‘આ’, નહિં તો પછી થશે…

દુનિયાભરમાં એવા અનેક રહસ્યો આજના આધુનિક યુગમાં પણ રહસ્ય જ રહ્યા છે.

image source

ક્યાંક કોઈ ઘટના કે ક્યાંક કોઈ સ્થળ પોતાની અંદર ભેદ છુપાવીને બેઠું છે જેના વિશે સંશોધકો જાણવા મથી રહ્યા છે પણ સફળ નથી થતા. આવા જ થોડા રહસ્યમયી સ્થળો વિશે વાત કરીએ..

1). સ્ટોનહેન્જ, ઇંગ્લેન્ડ

image source

ઇંગ્લેન્ડના વિલ્ટશાયર ખાતે આવેલ સ્ટોનહેન્જ પણ વણઉકેલ્યા રહસ્યો વાળા સ્થળો પૈકી એક છે. અહીં ગ્રેનાઈટના વિશાળ પથ્થરો છે અને તે પથ્થરોને એક ઉપર એક એમ ગોઠવવામાં આવ્યા છે. પથ્થરો પર અંગ્રેજી, સ્પેનિશ, સ્વાહિલી, હિન્દી, હિબ્રુ, અરબી, ચાઈનીઝ અને રશિયન ભાષામાં થોડી લાઈનો લખેલી છે.

image source

આમ તો આ ભાષાઓ આજે પણ જીવંત છે પરંતુ પથ્થરોમાં લખેલ લખાણ એટલું સ્પષ્ટ નથી જેથી એ શું લખેલું છે અને તે શું સૂચવે છે એ હજુ સુધી જાણી શકાયું નથી. જો કે એવો અંદાજ છે કે તેમાં પથ્થરોની ખગોળીય વિશેષતા માહિતી લખવામાં આવી છે.

2). નાજકા રણપ્રદેશ, પેરુ

image source

દુનિયાનું બીજું રહસ્યમયી સ્થળ પેરુ દેશમાં આવેલું છે. અહીંના નાજકા રણપ્રદેશમાં અમુક એવી આકૃતિઓ બનેલી છે જે શોધકર્તાઓ માટે એક પડકાર સમાન છે.

image source

એવું માનવામાં આવે છે કે આ આકૃતિઓ લગભગ 200 ઈસા પૂર્વેથી અહીં છે. જ્યારે અન્ય પ્રચલિત વાયકા મુજબ અહીં પરગ્રહ વાસીઓનું યાન એટલે કે યુએફઓ ઉતર્યા હતા અને આ તેના નિશાન છે.

3). ડેથ વેલી, કેલિફોર્નિયા

image source

અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં ડેથ વેલી નામક એક સ્થળ આવેલું છે અહીંની ખાસિયત એ છે કે અહીં પથ્થરો આપમેળે સરકતા હોય છે.

image source

આ સ્થળ પર અલગ અલગ વજનના કેટલાય પથ્થરો સરકતા રહે છે જે નજરે સરકતા નથી દેખાતા પણ તે પથ્થરના પાછળ લાંબા લીસોટા સ્પષ્ટ સૂચવે છે કે પથ્થર પોતાના મૂળ સ્થાનેથી સરકી રહ્યો છે.

image source

આ પથ્થરોને કોઈ માણસ દ્વારા સરકાવવામાં આવી.રહ્યા છે કે તે કુદરતી રીતે સરકી રહ્યા છે તે આજદિન સુધી રહસ્ય રહ્યું છે.

4). સ્ટ્રાસબર્ગ, ફ્રાન્સ (1548)

image source

વર્ષ 1548 માં ફ્રાન્સના સ્ટ્રાસબર્ગ શહેરમાં એક અતિ આશ્ચર્યજનક ઘટના બની હતી. અને આ ઘટનાને વિશેષજ્ઞોએ “ડાન્સિંગ પ્લેગ ” એવું નામ આપ્યું છે. આ ઘટના હકીકત એવી હતી કે સ્ટ્રાસબર્ગ શહેરમાં અચાનક જ લોકો નાચવા લાગ્યા હતા.

image source

દિવસથી રાત સુધી અને રાતથી દિવસ સુધી લોકો નાચતા જ રહ્યા ત્યાં સુધી કે અમુક લોકોનું નાચતા નાચતા જ મૃત્યુ થઈ ગયું. જો કે આજદિન સુધી એ જાણી નથી શકાયું કે ત્યારે સ્ટ્રાસબર્ગ શહેરમાં એવું તે શું થયું હતું કે લોકો અચાનક જ નાચવા લાગ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ