ઘરે જાતે જ કરો આ હેર સ્ટાઇલ, નહિં જવુ પડે પાર્લરમાં અને ફેસ લાગશે એકદમ મસ્ત

લગ્ન અને પાર્ટીઓની સિઝન ચાલી રહી છે અને એવામાં આપનો લુક પણ પરફેક્ટ હોવો જોઈએ.

image source

આપણી ખૂબ જ સુંદર ડ્રેસ, એક્સેસરીજ, સારો મેકઅપની સાથે સાથે એક વાત જે ખૂબ જરૂરી હોય છે તે છે હેર સ્ટાઇલની. આપણી હેર સ્ટાઈલ પૂરા લૂકને કોમ્પલિમેન્ટ કરે છે. પરંતુ જો આપ વારંવાર એક જ પ્રકારની હેર સ્ટાઈલ બનાવીને બોર થઈ ગયા છો તો નવું શું કરવું જોઈએ?

image source

કેમ નહિ સરળતાથી બનવાવાળી કોઈ હેરબન ટ્રાય કરીએ જે દેખાવમાં પણ ખૂબ સુંદર હોય અને સાથે સાથે જ આપ તેને સરળતાથી બનાવી પણ શકો.

તો ચાલો આજે જણાવીશું કે આપ આ સરળતાથી અંબોડો બનાવવાની વિધિ. આપને બન પફ, હેર પિન અને પોનીટેલ બનાવવા માટે રબરબેન્ડની જરૂર પડશે. આપ આને સરળતાથી ટ્રાય કરી શકો છો.

સ્ટેપ ૧.

image source

સૌપ્રથમ આપના વાળની ઊંચી પોનીટેલથી બાંધી લેવા. આને સામાન્ય રબરબેન્ડથી બાંધવા અને એકવાર વાળ પૂરી રીતે પોનીટેલમાં અંદર આવી જાય તો ત્યારપછી આપ વાળમાં જુડા પફ લગાવવો. આ એક ખૂબ જાડા રબરબેન્ડ જેવો પફ હોય છે જે પોનીટેલની આજુબાજુ પહેરવામાં આવે છે.

સ્ટેપ ૨.

image source

જુડા પફને પોતાની જગ્યાએ રાખવા માટે એક કે બે જુડા પીનનો પણ ઉપયોગ કરવો. આ સરળ હેર સ્ટાઈલ આપનો વધારે સમય લેશે નહિ. હવે પોનીટેલના વાળથી જુડા પફને કવર કરી લો અને ત્યાં પણ એક રબરબેન્ડ લલગાવી દો જેથી કરીને અંબોડો પોતાની જગ્યાએથી હલે નહિ.

સ્ટેપ ૩.

image source

હવે સામેની બાજુથી શરૂ કરતાં પોતાના વાળથી અંબોડાની આજુબાજુ ચોંટી બનવાનું શરૂ કરો. આ ચોંટી એ વાળની બનશે જે હજી પણ ખુલ્લા છે. જેમ આ ફોટોમાં બતાવવામાં આવે છે તે રીતે વાળ લેવા.

એક તરફથી વાળ લેવાના શરૂ કરવા બીજી તરફ સુધી. ધીરે ધીરે બધા વાળને કવર કરી લેવા. આને આપ ફ્રેંચ બ્રેડ હેર સ્ટાઇલની જેમ પણ બનાવી શકો છો. એક તરફથી બે પાર્ટીશન લઈને ત્રીજી તરફના પાર્ટીશનના બચેલા વાળને લેતા જવું.

સ્ટેપ ૪.

image source

જયા પણ જરૂરિયાત લાગે ત્યાં આપે હેરપિન લગાવવી. છેલ્લે જઈને આખી ચોંટીને અંબોડામાં વીટી દેવી અને હેર પીનથી ફાઇનલ ટચ આપવો.

આ હેર સ્ટાઈલ બનાવ્યા પછી આપ આપના વાળમાં કોઈપણ પ્રકારની હેર એક્સેસરીઝ પણ લગાવી શકાય છે. કે પછી વાળમાં ગજરા લગાવીને સજાવી શકાય છે. આ અંબોડો બનાવવા માટે આપને ૧૦ મિનિટથી વધારે સમય નહિ લાગે.

image source

આ ખૂબ સરળતાથી બની જાય છે. આ પ્રકારની હેર સ્ટાઇલની સાથે આપ ચોંટી બનાવતી વખતે કોઈપણ અલગ ટ્રીક અપનાવી શકો છો. જેમકે નોર્મલ ચોંટીને બદલે આપ ફ્રેંચ બ્રેડ ટ્રાય કરી શકો છો. એક સિંગલ ચોંટીની જગ્યાએ ઘણી બધી ચોટીઓ ટ્રાય કરી શકાય છે.

image source

એક વાતનું ધ્યાન રાખવું કે આ હેરસ્ટાઈલને બનાવતી વખતે આપે આપના વાળમાં નોર્મલ સ્લાઇડર પીનને બદલે જુડા પીનનો ઉપયોગ કરવો. જુડાપિન આપના માટે વધારે સુવિધાજનક રહેશે. કેમકે આનાથી બન ટાઈટ થઈ જાય છે એટલે નોર્મલ સ્લાઇડર પિનના કારણે વાળ પણ તૂટી શકે છે.

image source

જુડાપિનથી આ સમસ્યા નહિ થાય. જો આપને આ હૈરસ્ટાઈલ પસંદ આવી હોય તો પોતાની સહેલિયો સાથે શેર કરવાનું ભૂલવું નહિ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ