મુંબઈમાં ટ્રેનની મદદથી લીવર એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવામાં આવ્યું…

આજે જયારે અનેક જગ્યાઓએ અનેક લોકો પોતાના અંગો દાન કરતા હોય છે ઘણા એવા લોકો હોય છે જે પોતાના આખા શરીરનું દાન કરતા હોય છે. આજે અમે તમને એક અનોખો કિસ્સો જણાવીશું જે જાણીને તમને ખરેખર ગર્વ થશે.

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એક અનોખો કિસ્સો બન્યો છે. અહિયાં ઓર્ગન્સ લઇ જવા માટે મુંબઈની લાઈફલાઈન સમાન લોકલ ટ્રેનની મદદ લેવામાં આવી છે. રીપોર્ટસ અનુસાર થાણેના જ્યુપિટર હોસ્પિટલથી પરેલના ગ્લોબલ હોસ્પિટલ સુધી લીવર પહોચાડવાનું હતું જેના માટે મુંબઈની લોકલ ટ્રેનની મદદ લેવામાં આવી હતી. આવામાં એ પણ જોવું રહ્યું કે ભવિષ્યમાં લોકલ ટ્રેનનો ઉપયોગ ઓર્ગન્સ લાવવા અને લઇ જવા માટે ઉપયોગ કરી શકાય છે.

માનવમાં આવે છે કે આ પહેલો એવો કિસ્સો છે જ્યાં કોઈ લોકલ ટ્રેનથી લીવર હોસ્પિટલ પહોચાડવામાં આવ્યું હોય. વાત એમ હતી કે થાણેમાં એક અકસ્માતનો શિકાર બનેલ વ્યક્તિને સારવાર દરમિયાન બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. જાણકારી અનુસાર એ વ્યક્તિએ પહેલાથી જ અંગદાન કરેલ હતું.

આ કારણે જ લીવરદાનની પ્રક્રિયા પૂરી કરવામાં આવી હતી. આના પછી લગભગ ત્રણ વાગે લોકલ ટ્રેન દ્વારા લીવરને થાણે મોકલવામાં આવ્યું હતું. પછી ૩ વાગીને ૩૫ મીનીટે લીવર દાદર પહોચ્યું હતું. પછી સ્ટેશનથી એમ્બ્યુલન્સ દ્વારા થોડી જ વારમાં લીવર ગ્લોબલ હોસ્પિટલ સુધી પહોચાડવામાં આવ્યું હતું.