મૂળાના પાનથી કબજીયાતની સમસ્યા થઇ જાય છે દૂર, જાણો બીજા આટલા બધા ફાયદાઓ વિશે

મૂળા આયુર્વેદનું કંદ! જાણો તેના પાન છે અતિશય ગુણકારી

મૂળા બે જાતના મળે છે. નાના કદના અને મોટા કદના. મોટા કદના મૂળાઓ મારવાડી મૂળા તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે મૂળા સફેદ કંદવાળા હોય છે. છતાં પશ્ર્વિમના દેશોમાં લાલ રંગ હોય તેવા કંદના મૂળા પણ જોવા મળે છે. તેથી તેને અંગ્રેજીમાં રેડીશ કહેવાય છે. મહારાષ્ટ્રમાં પણ લાલ રંગના અને ગાજરને મળતા મૂળા થાય છે. તેને ‘શેંડી મૂળા’ કહે છે. મૂળાનું શાક, મૂળાના પરાઠા, સલાડમાં મૂળો તો સૌકોઇએ ખાધો જ હશે. જે રીતે મૂળો સ્વાસ્થ્ય માટે લાભકારક છે. તે જ રીતે મૂળાના પાનમાં પણ અનેક પ્રકારના ગુણ રહેલા છે જે સ્વાસ્થ્ય માટે લાભકારક છે. હકીકતમાં મૂળાના ફાયદા વિશે તો તમે સાંભળ્યુ જ હશે પરંતુ શું તમે જાણો છો કે શિયાળામાં દરરોજ મૂળો અને તેના પાન ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક છે.

image source

જો તમે મૂળાના પાનનું શાક બનાવીને ખાતા હોવ તો તેના ફાયદા પણ જાણી લો. મૂળાના કંદ, પાન, ફૂલ અને શીંગો વાપરવામાં આવે છે. મૂળાની શીંગો મોગરી તરીકે ઓળખાય છે. માગશરમાં મૂળા ખાવ એવું લોક જીભે કહેવાય છે. તેમાં તથ્ય એ છે કે મૂળા ગરમ છે અને માગશર મહિનો એ અત્યંત ઠંડીનો મહિનો હોવાથી આ મૂળાની ગરમી નુક્સાન કરતી નથી. બાકી મૂળા તો હવે લગભગ બારે માસ મળે છે. આયુર્વેદમાં મૂળાની જે વાત છે તે બાલ મૂલક (કૂણા મૂળા) છે.

પાચન તંત્ર

image source

જણાવી દઇએ કે મૂળાના પાનમાં મૂળા કરતા વધુ પોષકતત્વો હોય છે. આ સાથે જ તેમાં ફાયબલ પણ સારી માત્રામાં હોય છે, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનુ દરરોજ સેવન કરવાથી પાચનતંત્ર સારી રીતે કામ કરવા લાગે છે.

કબજિયાત

મૂળાના પાન કબજિયાત અને ઝાડાની સમસ્યામાંથી છૂટકારો અપાવે છે.

આયરન

image source

મૂળાના પાનમાં આયરન પણ સારા પ્રમાણમાં મળી આવે છે, જે લોહીની ઉણપને દૂર કરે છે. આયરન અને ફોસ્ફરસ ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે.

થાક

તેમાં થાયામીન હોય છે જે થાક દૂર કરવામાં મદદરૂપ છે.

કિડની સ્ટોન

image source

તે યુરેનરી બ્લેડરને સ્વસ્થ રાખે છે અને કિડની સ્ટોરને ઓગાળીને શરીરની બહાર કાઢવાની ક્ષમતા ધરાવે છે.

બળતરા

અડધો ગ્લાસ મૂળાના રસનું સેવન કરવાથી પેશાબની સાથે થતી બળતા અને પીડા દૂર થઇ જાય છે.

પેટને લગતી સમસ્યાઓ

image source

1 કપ મૂળાના રસમાં મીઠુ અને મરચુ નાખીને સેવન કરવાથી પેટ સાફ થઇ જાય છે અને પેટનો દુખાવો પણ બંધ થઇ જાય છે.

હેડકી

મૂળાના કૂણા પાન ચાવીને તેનો રસ ચૂસવાથી હેડકી તરત જ બંધ થઇ જાય છે.

image source

અવાજ બેસી ગયો હોય અને કફવાળી ખાંસી, દમમાં રામબાણ ઈલાજ તરીકે તેનો ઉપયોગ બતાવ્યો છે. પેટમાં બળતરા, આફરો, ખાટા ઓડકાર અને અમ્લપિત્તમાં મૂળા લાભદાયક છે. અપચામાં પણ તે ફાયદો કરે છે. તેમાં મેગ્નેસિયમ હોવાથી પાચનશક્તિ સારી કરવાનું તે કામ કરે છે. મૂળાના બીજમાં બ્લીચીંગ તત્વ હોવાથી કાળા ડાઘા ફેકલ્સ વિગેરે દૂર થાય છે.

કોઢમાં મૂળાના બીમાંથી બનાવેલી પેસ્ટ લાભપ્રદ છે. હૃદય સંબંધી બીમારીથી પીડાતા લોકો અને કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે મૂળાનું સેવન લાભકારક હોય છે. બ્લડપ્રેશરના દર્દીઓએ પણ નિયમિત સલાડ તરીકે મૂળાનું સેવન કરવું જોઈએ. કારણ કે બ્લડપ્રેશરની સમસ્યાને જડથી દૂર કરવામાં મૂળા કારગર સાબિત થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ