કોકરોચ, મચ્છર-માખી, ઉંદર કે ગરોળીથી છૂટકારો મેળવવામાં કારગર છે આ ઘરેલૂ ઉપાયો, તમે પણ કરી લો ટ્રાય

આપણા ઘરના ખૂણા કે રસોઈમાં અનેક એવી જગ્યાઓ હોય છે જ્યાં કોકરોચ જેવા કીટાણુઓ પરેશાન કરે છે. એટલું નહીં ઘરમાં મચ્છર અને માખીના કારણે પણ અનેક બીમારીઓ આવે છે. તેને તમે ઈચ્છો તો પણ રોકી શકતા નથી, અનેકક ઘરની સમસ્યા હોય છે કે ઉંદર, માખી, કોકરોચ અને ગરોળીથી તેઓ પરેશાન રહે છે. આ જાનવરો માણસની હેલ્થ માટે નુકસાન કરે છે. તો આજે એવા કેટલાક ઉપાયો અમે આપને જણાવી રહ્યા છીએ કે જેની મદદથી તમે સરળતાથી ઘરમાં રહેલા કોકરોચ, ઉંદર, મચ્છર-માખી કે ગરોળીથી રાહત મેળવી શકો છો.

કોકરોચને ભગાવવા કારગર છે આ ઉપાય

image source

ખાસ કરીને મહિલાઓ રસોઈમાં આવતા કોકરોચથી પરેશાન રહે છે. તેને ભગાવવા માટે તમે લસણ, ડુંગળી અને મરીને બરાબર પ્રમાણમાં લઈને તેની પેસ્ટ બનાવો. હવે તેમાં પાણી મિક્સ કરીને એક લિક્વિડ બનાવો. તેને કોઈ બોટલમાં ભરો અને જે જગ્યાએથી કોકરોટ આવે છે ત્યાં છાંટો. જો તમે આ ઉપાય નિયમિત રીતે થોડા દિવસો સુધી કરશો તો તમે કોકરોચની સમસ્યાથી રાહત મેળવી શકશો.

ઉંદર ભગાડવા માટે કરો આ કામ

image source

જો તમમારા ઘરમાં ઉંદરોએ આતંદક મચાવી રાખ્યો છે તો તમે પિપરમંટના કેટલાક ટુકડાને ઘરના અને રસોઈના ખૂણામાં રાખો. તેની સ્મેલથી ઉંદર ભાગી જાય છે. આમ કરવાથી તે ફરીથી કિચનમાં આવશે નહીં. જો તમને તો પણ લાગે કે હજુ પણ ઉંદર ઘરમાં આવી રહ્યા છે તો અઠવાડિયામાં 3-4 દિવસ સતત આ કામ કરો. તે હંમેશા માટે જતા રહેશે.

માખીઓથી મેળવો છૂટકારો

image source

માખીઓથી તમે હંમેશા પરેશાન રહો છો. તે જ્યાં ત્યાં બેસીને આવે છે અને આપણા પર બેસે છે. એવામાં ક્યારેક તે તમારી ઉંધમાં પણ ખલેલ પાડે છે. તો તમે તેનાથી છૂટકારો મેળવવા માટે સૌ પહેલાં તો ઘરની સાફ સફાઈ પર ધ્યાન આપો તે જરૂરી છે. આ સિવાય તમે સ્ટ્રોન્ગ સ્મેલ વાળા તેલમાં રૂને પલાળી લો અને તેને ઘરના દરવાજાની પાસે રાખી લો. તેની સ્મેલથી માખીઓ દૂર જતી રહેશે અને ઘર સ્વચ્છ રહેશે. આ ઉપાય તમે બારીઓ પાસે પણ કરી શકો છો.

ગરોળી ભગાવવાનો સરળ ઉપાય

image source

ઘરમાં તમે ગરોળીથી પરેશાન રહેતા હોવ તો તમારે મોરપંખ લઈ આવવાની જરૂર છે. તમે 3-4 મોર પંખને દીવાલ પર ચોંટાડી લો. મોર ગરોળીને ખાઈ જતા હોવાથી તે મોર પંખથી દૂર ભાગે છે. આ સરળ ઉપાયથી તમારી ગરોળીની સમસ્યા ચપટીમાં દૂર થઈ જશે.

મચ્છર ભગાવવા માટેનો અસરકારક કીમિયો

image source

એક નાના લેમ્પમાં માટીનું તેલ લો અને તેમાં 30 ટીપાં લીમડાનું તેલ નાંખો, આ સાથે 2-3 ટીક્કી કપૂરની અને 20 ગ્રામ નારિયેળ તેલ લઈને દરેક ચીજોને સારી રીતે પીસીને મિક્સ કરી લો. તેને સળગાવવાથી મચ્છર આવશે નહીં અને જ્યાં સુધી આ લેમ્પ ચાલશે ત્યાં સુધી તમને મચ્છરથી રાહત મળતી રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ