ક્યાંક કન્ટેનર ટ્રકોની લાંબી કતાર તો ક્યાંક નાઇટ લાઇફ સૂમસામ

હાલમાં કોરોના કરતાં પણ કોરોનાવાયરસનો નવો સ્ટ્રેઈન લોકોને વધારે હેરાન કરી રહ્યો છે, કારણ કે માંડ માંડ વિશ્વ ફરી પાટા પર તચડી રહ્યું હતું ત્યાં તો ફરીવાર બધું બંધ કરવાનો વારો આવ્યો છે અને લોકોને ભારે તકલીફ પડી રહી છે. હાલમાં જો વાત કરીએ તો યુકેમાં કોરોનાવાયરસનો નવો સ્ટ્રેઈન જોવા મળ્યો પછી લોકો યુકે છોડી દેવા એરપોર્ટ્સ પર ભીડ જમાવી રહ્યા છે. વિશ્વભરમાં અનેક દેશોએ યુકેથી આવતી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે પરંતુ હજુય જ્યાં પણ જઈ શકાય છે એવા દેશોમાં પહોંચી જવા માટે યુકેમાં વસતા લોકોએ દોડધામ મચાવી છે. ત્યારે અમુક તસવીરો હાલમાં ભારે ચર્ચામાં આવી છે જે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ.

image soucre

આ તસવીરમાં જોઈ શકાય છે કે લંડનમાં સેન્ટ પેન્ક્રાસ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે યુરોસ્ટાર ટર્મિનલ પર સોશિયલ ડિસન્ટન્સ જાળવીને લાંબી કતારમાં મુસાફરો ઉભેલા છે અને દરેકના ચહેરા પર ચિંતા પેઠી છે. આમ પણ જોવા મળી રહ્યું છે કે કોરોનાવાયરસનો નવો સ્ટ્રેઈન અત્યંત ઝડપથી ફેલાતો હોવાથી યુકે સહિત વિશ્વભરમાં ચિંતા પ્રસરી છે.

image soucre

સામાન્ય રીતે વાત કરીએ તો દિવસ-રાત ધમધમતા મુંબઈ શહેરની રોનક રાત તો કંઈક ઓર જ હોય છે અને આ વાત તો આખું ભારત પણ જાણે જ છે. પરંતુ આ વખતે કોરોના વાઇરસનો કહેર એવો છે કે જાણે બધું અસ્તવ્યસ્ત થઈ ગયું હોય અને મોહમઈ નગરી જ થંભી ગઈ છે. મુંબઈમાં નાઈટ કર્ફ્યૂએ અહીંની નાઈટ લાઈફની રોનક છીનવી લીધી હોય એવું લાગી રહ્યું છે અને બધું જ સુમસામ જોવા મળી રહ્યું છે.

image soucre

તો એ જ રીતે કોરોના સિવાયની બીજી બાજુ વાત કરીએ તો ભારતમાં નવા 3 કૃષિ બિલોના વિરોધમાં લગભગ છેલ્લા એક મહિનાથી ખેડૂતો દિલ્હી બોર્ડર પર હજારોની સંખ્યામાં એકત્ર થઈને દેખાવો કરી રહ્યા છે અને કેન્દ્ર સરકારને ભીડવવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ હિંસાનો માર્ગ અપનાવ્યો નથી. તો એના જેવી જ સ્થિતિ પેરૂમાં પણ જોવા મળી છે. પેરૂમાં ખેતરોમાં કામ કરતા કામદારોએ નવા એગ્રિકલ્ચરલ પ્રમોશન લૉનો વિરોધ શરૂ કર્યો છે, જેમાં પોલીસ સાથે અથડામણના તો કેટલાંક સ્થળે આગચંપીના બનાવો પણ બન્યા છે. ત્યારે આ વિરોધ હિંસાના માર્ગે હોય એવું ક્યાંકને ક્યાંક જોવા મળી રહ્યું છે.

image soucre

હાલમાં એવો માહોલ છે કે સમગ્ર દુનિયામાં નાતાલ પર્વ આવી રહ્યો છે, પરંતુ કોરોના વાઇરસનો ભય એવો છે કે મોટા ભાગના લોકોએ પોતપોતાનાં ઘરોમાં જ નાતાલની ઉજવણી કરીને સંતોષ માનવો પડશે. કારણ કે મોટા ભાગનાં જાહેર સ્થળો બંધ છે અને ઉજવણી પર રોક લગાવી દેવામાં આવી છે. હાલમાં વિશ્વભરમાં અનેક પ્રાણીસંગ્રહાલયો પણ હજુ બંધ જ છે. જોકે અનેક ઝૂમાં રહેતાં પ્રાણીઓની નાતાલ મોજમજાથી પસાર થવાની છે.

image soucre

વિગતે વાત કરીએ તો ક્યાંક એવા સીન જોવા મળી રહ્યાં છે કે યુકે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં વિવિધ પ્રાણીસંગ્રહાલયોમાં પ્રાણીઓને નાતાલની ભેટસોગાદ સાન્તા ક્લોઝ દ્વારા આપવામાં આવી રહી છે તો ક્યાંક પ્રાણીઓને ભેટની સાથે સંગીતની મોજ પણ માણવા મળી રહી છે. લાઈટ શો તથા રોશની દ્વારા આ પ્રાણીસંગ્રહાલયોને શણગારવામાં આવ્યાં છે, જ્યારે થાઈલેન્ડમાં તો હાથીઓને જ સાન્તા ક્લોઝ બનાવી દેવાયા છે. હાથીઓ દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓમાં ફેસ માસ્ક વહેંચીને કોરોના અંગેની જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરાયો છે. પણ જોઈ શકાય છે કે આ વખતે માત્ર નાતાલ જ નહીં પણ બધા તહેવારો ઉજવવાની રીત જ જાણે બદલાઈ ગઈ છે

image soucre

જો વાત કરવામાં આવે ઓસ્ટ્રેલિયાના સોમર્સબાયની તો ત્યાં ઓસ્ટ્રેલિયન રેપ્ટાઈલ પાર્કની આ તસવીરમાં તમે જોઈ શકો છો કે એક બેબી કોઆલા ક્રિસમસની ઉજવણીની મોજ માણી રહ્યું છે. આ પાર્કમાં નાતાલ માટે ડેકોરેશન કરવામાં આવ્યું છે

image soucre

બેબી વોમ્બેટની આ તસવીર પણ કંઈક એ જ રીતે ચર્ચામાં આવી છે. જોઈ શકાય છે કે આ બેબી વોમ્બેટને જ્યારે ક્રિસમસ ભેટ સાથેનું બાસ્કેટ આપવામાં આવ્યું તો પોતે મોજથી એમાં જ બેસી ગયું.

image soucre

એ જ રીતે લંડન ઝૂની પણ તસવીર સામે આવી છે અને એમાં જોઈ શકાય છે કે પ્રાણીઓને નાતાલની ભેટ અને ખાવા માટે જાતજાતનાં ફળો તો આપવામાં આવ્યાં, પણ સાથે સંગીતની મોજ પણ તેમને માણવા મળી રહી છે.

image soucre

આ વખતે હિપોપોટેમસ પણ સાન્તા ક્લોઝને જોઈને જાણે ખુશ થઈને પૂછે છે, મારી ગિફ્ટ ક્યાં? પણ કોરોનામાં કોઈને શું મળવાનું હતું.

image soucre

કોરોના વચ્ચે થાઈલેન્ડના અયુથ્થયા શહેરમાં હાથીઓને સાન્તા ક્લોઝ બનાવીને સ્કૂલનાં બાળકોને ફેસ માસ્ક વહેંચવામાં આવ્યાં હતાં. તો આ હતી આખા વિશ્વમાં હાલમાં ચર્ચાઈ રહેલી તસવીરો. આ સિવાય હાલમાં લોકો કોરોનાના કકળાટમાંથી હજુ બહાર આવ્યા નથી અને ત્યાં તો નવો કોરોના વાયરસ લોકોની ચિંતામાં વધારો કરી રહ્યો છે. અને હવે જોવાનું એ રહ્યું કે આ વાયરસ કેટલો ભયાનક સાબિત થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ