આ ઘરેલું નુસ્ખાઓથી તરત જ મેળવો મોઢાના ચાંદામાંથી રાહત, જાણો અને અજમાવો તમે પણ

મિત્રો, મોઢામા ફોલ્લીઓની સમસ્યા થવી એ એક સામાન્ય બાબત છે પરંતુ, તે ખૂબ જ દુઃખદાયક છે. મોઢામાં દુ:ખાવો થવાથી આપણને ભોજન કરવામા પાણી પીવામા અનેકવિધ પ્રકારની મુશ્કેલીઓ પડે છે. મોઢામા ફોલ્લીઓ થવા પાછળ અનેકવિધ કારણો જવાબદાર હોય શકે છે. કેટલીકવાર તો પેટની યોગ્ય રીતે સાફ-સફાઈનો અભાવ, હોર્મોનલ સંતુલન બગડવાના કારણે, ઇજાના કારણે, પીરિયડ્સ અથવા કોસ્મેટિક સર્જરીને કારણે પણ આ સમસ્યા થાય છે.

image source

જો કે, આ સમસ્યાને ઠીક કરવા માટે બજારમાં ઘણી દવાઓ ઉપલબ્ધ છે પરંતુ, કેટલીક વખત આ દવાઓ લગાવવાથી તમારા પર વિપરીત અસર પડે છે. આજે અમે તમને આ અલ્સરની સમસ્યાને દૂર કરવાના કેટલાક ઘરગથ્થુ ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેનાથી તમારી ફોલ્લીઓ સંપૂર્ણપણે ઠીક થઈ જશે અને તમને કોઈ નુકસાન પણ નહી પહોંચે. તો ચાલો આ ઘરેલુ ઉપાયો વિશે માહિતી મેળવીએ.

image source

જ્યારે મોઢામાં ફોલ્લીઓ થાય છે ત્યારે તુલસીનો ઉપયોગ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેના ઔષધીય ગુણો અલ્સરને ઝડપથી ઠીક કરે છે. આ માટે તમારી પાસે ૨-૩ તુલસીના પાન હોવા જોઈએ. આ ઉપરાંત દરેક વ્યક્તિ હળદરના ગુણોથી તો વાકેફ જ છે, તમે તેનો ઉપયોગ કરીને મોઢાના અલ્સરની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો. તેનો ઉપયોગ કરવા માટે એક ગ્લાસ ગરમ પાણીમા અડધી ચમચી હળદર ઉમેરો અને મિક્સ કરો. ત્યારબાદ આ પાણીને દિવસમાં ૨-૩ વખત ગરમ કરીને તેનું સેવન કરો. તમને ફરક અવશ્યપણે જોવા મળશે.

image source

મુલેઠી તમારા મોઢાના સ્વાસ્થ્યની સારી કાળજી રાખે છે. તેમાં રહેલા એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણો મોઢાના અલ્સરના દુખાવામાં રાહત આપે છે. તેનો ઉપયોગ કરવા માટે તમારે જરૂરિયાત મુજબ મુલેઠીને પીસી લેવી જોઈએ. હવે તેમાં મધ ઉમેરો અને અલ્સરમાં લગાવો. તમને થોડા દિવસોમાં આરામ મળશે.

image source

ટી ટ્રી ઓઇલમાં એન્ટિ-બેક્ટેરિયલ ગુણ હોય છે. તેને અલ્સર પર લગાવવાથી ખૂબ જ ઝડપથી ફાયદો થાય છે. તેને દિવસમાં ત્રણથી ચાર વખત અસરગ્રસ્ત જગ્યાએ લગાવવુ, જેથી રાહત મળે. શરીરમા વધતુ ગરમીનુ પ્રમાણ મોઢાના અલ્સર અથવા જીભ પર ફોલ્લીઓ માટે જવાબદાર છે. આખા દિવસમા શક્ય તેટલુ વધારે પાણી પીવાનો પ્રયત્ન કરો, જેથી તમારા શરીરનુ તાપમાન નિયંત્રિત રહે.

image source

જો ઘરગથ્થુ ઉપચાર તરીકે ઉપયોગ કરવામા આવે તો મધ પણ અલ્સરની સમસ્યાને દૂર કરી શકે છે. તમે તેને ૩-૪ મિનિટ માટે ફોલ્લીવાળી જગ્યાએ લગાવી શકો છો. તે અલ્સરની સારવાર માટે ખૂબ જ અસરકારક સાબિત થાય છે. લસણની બે થી ત્રણ કળીઓ લો અને તેની પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને અસરગ્રસ્ત જગ્યાએ લગાવો અને ૧૫ મિનિટ લગાવ્યા પછી તેને ધોઈ લો, તમને આ સમસ્યાથી અવશ્યપણે રાહત મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત