Home remedies for fever : તાવમાં આ ઉપાય અજમાવી જુઓ…

સામાન્ય રીતે શિયાળાની સિઝનમાં શરદી-તાવ એ આવવા એ કંઈ નવાઈની વાત નથી પરંતુ આવા સામાન્ય તાવને તમે ઘરગથ્થુ ઈલાજથી મટાડી શકો છો. ગરમ કરેલા દૂધમાં હળદર અને મરી મેળવીને પીવાથી ટાઢિયો તાવ મટે છે. ફ્લુના તાવમાં ડુંગળીનો રસ વારંવાર પીવાથી તાવ ઉતરી જાય છે.

મીઠું છે અકસીર ઈલાજ

image source

તાવ આવ્યો હોય તો ત્રણ ચપટી મીઠું ગરમ પાણીમાં દિવસમાં ચાર-પાંચ વાર પીવાથી તાવ ઉતરી જાય છે. અને તાવ ઉતર્યા પછી સવાર-સાંજ બે ચપટી મીઠું ગરમ પાણીમાં બે દિવસ પીવાથી તાવ પાછો આવતો નથી. સખત તાવમાં કપાળ, બન્ને પગનાં તળિયા અને બન્ને હાથની હથેળી ઉપર મીઠા વાળા ઠંડા પાણીનાં પોતા મૂકવાથી તાવ ઉતરે છે , અને તાવની ગરમી મગજમાં ચડતી નથી.

ફૂદીનો અને આદુ

image source

ફૂદીનો અને આદુનો ઉકાળો પીવાથી તાવ ઉતરી જાય છે. ફૂદીનાનો અને આદુનો રસ કે ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે. ફૂદીનાનો તાજો રસ મધ સાથે મેળવી દર બે કલાકે પીવાથી ન્યુમોનિયાનો તાવ મટે છે. આદુ, તુલસી અને લીંબુનો રસ મધ ઉમેરીને ઉપયોગ કરવાથી ઉઘરસ-શરદી કે તાવ તેમજ સમગ્ર શરીરમાં થતું કળતર મટે છે. અર્ધા ગ્લાસ પાણીમાં એક લીંબુનો રસ – આ પ્રમાણે દિવસમાં ચાર-પાંચ વાર પીવાથી ફ્લુનો તાવ ઉતરે છે.

તુલસીના ઉકાળા

image source

મરીનું ચૂર્ણ તુલસીનાં રસ અને મધમાં પીવાથી ટાઢિયો તાવ મટે છે. તુલસી અને સૂરજમુખીનાં પાન વાટીને તેનો રસ પીવાથી બધી જાતના તાવ મટે છે. તુલસૉનાં પાન, અજમો અને સુંઠનું ચૂર્ણ સરખે ભાગે લઇ તેમાં મધ નાખી લેવાથી ફ્લુનો તાવ મટે છે. તુલસી, કાળા મરી અને ગોળનો ઉકાળો કરી તેમાં લીંબુનો રસ નાખીને ગરમાગરમ પીવાથૉ મેલેરિયાનો તાવ મટે છે. તુલસીનો રસ દશ ગ્રામ, આદુનો રસ પાંચ ગ્રામ મેળવીને પીવાથી મેલેરિયાનો તાવ મટે છે.

સૂંઠના ચૂરણ અને ઉકાળા

image source

પાંચ ગ્રામ તજ, ચાર ગ્રામ સૂંઠ અને એક ગ્રામ લવિંગનું ચૂર્ણ બનાવીને તેમાંથી બે ગ્રામ જેટલું ચૂર્ણ એક કપ ઉકળતા પાણીમાં નાખીને વીસ મિનિટ પછી તેમાં મધ ઉમેરીને પીવાથી ફ્લુનો તાવ અને બેચેની મટે છે. દશ ગ્રામ ધાણા અને ત્રણ ગ્રામ સૂંઠ લઇ , તેનો ઉકાળો બનાવી ઠર્યા પછી મધ નાખી પીવાથી ફ્લુનો તાવ મટે છે.

સનેપાત વાળા તાવ માટે ખાસ

image source

સનેપાત એટલે કે બડબડીયો તાવ આવતો હોય તો શરીર ઠંડુ પડી જાય ત્યારે ગરમી લાવવા માટે રાઈ કે સરસિયાનાં તેલની માલીસ કરવાથી આરામ થાય છૈ. હિંગ અને કપૂરની સરખે ભાગે ગોળી બનાવીને એકથી બે ગોળી આદુનાં રસમાં પીવાથી સન્નિપાતનો તાવ મટે છે અંને દર્દી ભાનમાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત