મૃતકના મોંમાં અગ્નીદાહ પહેલાં મૂકાય છે તુલસીદળ, ગંગાજળ અને ભગવત ગીતા તેની પાછળ છે ખાસ કારણ…

વ્યક્તિના મૃત્યુ બાદ મોંમાં તુલસીદળ રાખવા પાછળ છે ખાસ મહત્વનું કારણ… જાણો હિન્દુ ધર્મમાં અગ્ની સંસ્કાર પહેલાં કેટલીક પવિત્ર વિધિ શા માટે કરાય છે. મૃતકના મોંમાં અગ્નીદાહ પહેલાં મૂકાય છે તુલસીદળ, ગંગાજળ અને ભગવત ગીતા તેની પાછળ છે ખાસ કારણ…

આપણી સનાતન ભારતીય હિન્દુ ધાર્મિક સંસ્કૃતિમાં અનેક પ્રસંગોની વિધિઓ હોય છે. તેમાં જન્મના સંસ્કારથી લઈને મૃત્યુ બાદ કરવામાં આવતી અંતિમવિધિઓ પણ અનેક મહત્વની વિધિઓ ધરાવે છે. તે મુજબ મૃત્યુ બાદ કરવામાં આવતી એક વિધિ એવી પણ છે જેમાં મૃતકના મોંમાં અગ્નીસંસ્કાર માટે લઈ જવા પહેલાં મોંમા તુલસી પત્ર રાખવામાં આવે છે. આ વિધિનું એક ખાસ મહત્વ છે જે હિન્દુ ધાર્મિક માન્યતા સાથે જોડાયેલી છે. આવો જાણીએ, એવી શું માન્યતા છે.

મૃત્યુ બાદ વ્યક્તિના મૃતદેહને કેટલીક વિધિઓ કર્યા બાદ અગ્ની સંસ્કાર આપવામાં આવે છે.

આપણાં શાસ્ત્રોમાં કહેવાયું છે કે દેહમાંથી જ્યારે જીવ નીકળી જાય ત્યારે જીવએ શિવમાં વિલિન થઈ જાય છે. એ મુજબ આત્મા અને પરમાત્માનું મિલન થવાની આપણાં શાસ્ત્રોમાં માન્યતા છે. મૃતક વ્યક્તિને યમલોકમાં લઈ જવા માટે યમરાજ ખુદ પાડા ઉપર બેસીને મૃત્યુ પામેલ વ્યક્તિના આત્માને લેવા આવે છે. એવી માન્યતા છે. વ્યક્તિએ તેમના જીવનમાં કરેલ પાપ અને પૂણ્યના લેખાં – જોખાં કરવામાં આવે છે અને તે પ્રમાણે વ્યક્તિ સ્વર્ગમાં જાય કે નર્કમાં એવી માન્યતાઓ પણ છે. મૃત્યુ પામેલ વ્યક્તિને યમરાજ દંડ ન આપે એ માટે અગ્નિસંસ્કાર પહેકાં કર્મકાંડ વિધિ કરવામાં આવે છે. મૃતકની આત્માને શાંતિ મળે અને તેને આગળની યાત્રામાં કોઈ યાતનાઓ ન ભોગવવી પડે એવી પ્રાર્થાના કરવામાં આવે છે. આ સમય બાદ તે વ્યક્તિનો યોગ્ય સમયે અને યોગ્ય જગ્યાએ પૂનર્જન્મ થાય એવી પણ પ્રાર્થના કરાય છે.

વ્યક્તિના મૃત્યુ સમયે કેટલીક એવી પવિત્ર વસ્તુઓ હોય તો તે મૃતકને તકલીફ નથી થતી એવી માન્યતા છે.

તુલસીદળ

મૃતક વ્યક્તિને અગ્નીસંસ્કાર આપવા પહેલાં તેનાં મોંમાં તુલસીદળ મુકાય છે. કહેવાય છે કે તુલસી ભગવાન શ્રી વિષ્ણુને અતિ પ્રિય છે. તેમના પત્ની પણ કહેવાય છે. ભગવાન વિષ્ણુના શીરે મુગુટમાં પણ સ્થાન ધરાવે છે અને તેના વિના પ્રસાદી પણ ભગવાન સ્વીકારતા નથી. કહેવાય છે કે તુલસીનો છોડ મરણ પામેલ વ્યક્તિના માથા પાસે હોય અને તેમના મોંમાં તુલસી પત્ર હોય તો એ વિધિ કરવા પાછળનું કારણ માનવમાં આવે છે કે યમરાજ મૃતક વ્યક્તિને કોઈ દંડ નહીં કરે. તેમની યાતના ઓછી થાય. આવું ધાર્મિક કારણ આપણે જાણીએ છીએ સાથે વૈજ્ઞાનિક કારણ પણ છે. તુલસી એક ઉત્તમ ઔષધિ પણ છે. તુલસીમાં રહેલા સાત્વિક તત્વો મરણ પામી રહેલ વ્યક્તિને પ્રાણ છોડવામાં તકલીફ ન પડે અને દેહત્યાગ બાદ તે વ્યક્તિના શરીરમાં કોઈ પ્રકારનું સંક્રમણ ન થાય.

વળી, આપણી પરંપરામાં એવી પણ માન્યતા છે કે ઘરમાંથી બહાર નીકળતાં પહેલાં કંઈક ખાઈને જવું જોઈએ. જો મોંમાં કંઈ ખાઈને ગયાં હોઈએ તો આગળ થનાર યાત્રામાં કોઈ અડચણ ન આવે. જેઓ પરિવારના લોકો તેને વિદાય કરી રહ્યા છે તેને એવું લાગે કે તેમનું સ્વજન કંઈ ખાઈને ઘરમાંથી વિદાય લઈ રહ્યો છે.

ગંગાજળ

સૌથી પવિત્ર જળ એટલે ગંગાજળ. આપણાં શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગંગાજળથી કોઈપણ પાપ ધોવાઈ જાય છે. આપણે કોઈ વ્યક્તિને લાંબી યાત્રામાં જતાં હોય તો તે શુદ્ધ થઈને જ જાય છે. એમ મરણ પામેલ શરીર પણ એકદમ શુદ્ધિકરણ મેળવીને જ આ ફાની દુનિયામાંથી વિદાય લે છે. તેથી તુલસીદળ મોંમાં રાખ્યા બાદ મોંમાં ગંગાજળ પણ આપવામાં આવે છે. મોંમાં ગંગાજળ રાખવામાં આવે ત્યારે એ એક નિશાની છે કે તે વ્યક્તિનું મૃત્યુ થઈ ચૂક્યું છે.

ભાગવત ગીતા

આ ગ્રંથ મનુષ્યદેહને અનેક બોધ અને જ્ઞાન આપવા માટેનો છે. જે વ્યક્તિના છેલ્લા શ્વાસ પહેલાં કે મરણ પથારીએ ગીતાપાઠ કરવમાં આવે તો તેને સાંસારિક મોહથી મુક્તિ મળે છે અને તે શાંત ચિત્તે દેહ ત્યાગ કરવા પોતાની માનસિક તૈયારી કરી લઈ શકે છે. વ્યક્તિના પૂનર્જન્મ અને મરણ બાદ થતી યાતનાઓમાંથી સરળતાથી બહાર આવવા માટે ધર્મગ્રંથનું જ્ઞાન ખૂબ જ લાભકારક નિવડે છે. જીવન અને મૃત્યુના સત્યો, સંબંધોના સરવૈયાં અને કરેલાં કર્મોના ફળનો સરવાળો આ ક્ષણે વ્યક્તિ પોતે સમજી શકે એ માટે જ આ રીતે પાઠ કરવામાં આવે છે.

વ્યક્તિ તેના મૃત્યુ સમયે સદવિચાર કરીને પોતાના લોકોનું સ્મરણ કરે અને કોઈપણ વ્યક્તિ ઉપર તેને સંતાપ ન રહે એ પણ ખૂબ જ મહત્વની વાત છે. સ્વજનો મૃત્યુ પામેલ વ્યક્તિને વિધિવત અગ્નિસંસ્કાર કરીને વિદાય આપીને તેમના મોક્ષની કામના કરે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ