સફળ થવાનો આ માર્ગ દર્શાવ્યો છે મહાભારતમાં, જાણીએ તેમાં એવો તો શું લખાયો છે ખાસ રહસ્યમય સંદેશ…

સફળતા સાથે સંકલાયેલો આ સંદેશ જાણશો તો જીવન બદલાઈ જશે, સૌથી પૌરાણિક ગ્રંથ મહાભારતમાં છૂપાયેલ છે તેનું રહસ્ય… સફળ થવાનો આ માર્ગ દર્શાવ્યો છે મહાભારતમાં, જાણીએ તેમાં એવો તો શું લખાયો છે ખાસ રહસ્યમય સંદેશ… મહાભારત અનુસાર દરરોજ આ કર્યો અપનાવશો તો જરૂર મળશે સફળતા….

આપણાં ધાર્મિક ગ્રંથોમાં કેટલીય એવી બાબતોનો ઉલ્લેખ કરાયેલો છે જેને અપનાવવાથી આપણાં જીવનમાં આવતી અનેક મુશ્કેલીઓ દૂર થાય છે. વેદો – પૂરાણોના દરેક પાને એવી કોઈને કોઈ વાતો લખેલી જરૂર મળશે જે તમને અનાયાશે જ જીવન જીવવા માટે કોઈને કોઈ મદદરૂપ શીખ આપી જશે. એવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણને ધર્મરાજ યુધિષ્ઠિરે પૂછ્યું કે દરેક મનુષ્યએ તેમના દૈનિક જીવનમાં એવું તે શું કરવું જોઈએ કે જેથી તેમનું જીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિ સાથે સરળતાથી જીવી શકે. આ પ્રશ્નના જવાબમાં ભગવાન શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો કે હું એવા ચાર માર્ગ સૂચવું છું જે દરેક મનુષ્યએ અપનાવવા જોઈએ જેથી કરીને તેમને મનુષ્ય અવતારમાં જીવનભર કોઈજ મુશ્કેલીઓ ન નડે અને તેમને દરેક પાપોથી મુક્તિ મળે. ભગવાને સૂચવેલ આ ચાર ઉપાયો જાણીએ જે આપણાં જીવનમાં અપનાવવાથી જરૂર ફાયદો થશે.

દાન કરવું

ભારતીય હિન્દુ સંસ્કૃતિ અને ધર્મમાં દાનનું ખૂબ જ મહત્વ છે. દાન કરવાની પરંપરા આપણે આપણા પૂર્વજો પાસેથી શીખી રહ્યા છીએ. માણસોએ નિયમિત રીતે જરૂરિયાતમંદોને દાન કરવું જોઈએ. એક વાતનું જરૂર ધ્યાન રહે કે, દાન આપવાના સમયે શું દાન કર્યું કે કોને દાન કર્યું એ જણાવવું જોઈએ નહીં. ગુપ્ત દાનનું ખૂબ જ મહત્વ છે. તે વ્યક્તિ જે આ બધી બાબતો ધ્યાનમાં રાખીને દાન કરે છે. તેના બધા પાપો અજાણતાં જ નાશ પામે છે.

મનને વશમાં રાખવું

કહેવાય છે કે મનુષ્યનું મન જ તેની જિંદગી સુધારી કે બગાડી દઈ શકે છે. આપણું મન ખૂબ જ ચંચળ છે. તે સતત અનેક વિચારો કરે છે. આ વિચારો સારા કે ખરાબ બંને પ્રકારના હોય છે. મન સતત ભટક્યા કરે ત્યારે તેને કાબૂમાં રાખવું ખૂબ જ મુશ્કેલ બને છે. મનને અને વિચારોને વશમાં રાખવું ખૂબ જ અઘરું કામ છે અને જે વ્યક્તિનું મન તેના વશમાં નથી હોતું તેમને ઇચ્છનિય કાર્યો કરવામાં ખૂબ જ મુશ્કેલીઓ નડે છે. જેમનું ચિત્ત ચંચળ છે અને નિર્ણય શક્તિ વિચલિત થતી રહે છે તેમને ધ્યેય પ્રાપ્તિ કરવી અઘરી પડે છે. જીવનમાં જો તમને સફળતા હાંસલ કરવી હોય અને ધ્યેય સિદ્ધ કરવા હોય તો તમારે મનના વિચારોને વશમાં રાખવાની ટેવ પાડવી જોઈએ.

હંમેશાં સત્ય બોલવું

એ હકીકત છે કે જે વ્યક્તિ સત્યના માર્ગ પર ચાલે છે, તેના માર્ગમાં ઘણી સમસ્યાઓ આવતી હોય છે, પરંતુ એ વાતને પણ તમે નકારી નહીં શકે કે તે વ્યક્તિ એક દિવસ સફળતા જરૂર મેળવે છે. જીવન જીવવા માટે હંમેશાં સત્યનો માર્ગ પસંદ કરવો પડશે. ભલે તે મુશ્કેલ હોય, પણ આવી વ્યક્તિને દરેક જગ્યાએ સફળતા મળે છે. સત્યનો માર્ગ અપનાવવાથી તમને કોઈ વાતનો ભય નથી રહેતો. જૂઠ પકડાઈ જવાનો ડર નથી લાગતો. જો તમે તમારી જગ્યાએ સાચા હોવ તો તમારો આત્મવિશ્વાસ વધે છે અને તમને હંમેશાં સફળતા પ્રાપ્ત થયા વિના રહેતી નથી.

તપસ્યા કરવી

આપણાં શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ વ્યક્તિએ કંઈપણ મેળવવા માટે તપ કરવું પડે છે. કોઈપણ કાર્યનું શુભ ફળ મેળવવા પહેલાં આકરી તપસ્યામાંથી પસાર થવું પડે છે. જેમ સોનું તપાવ્યા બાદ જ તેને ઘડાય છે અને તેમાંથી સુંદર ઘરેણાં બને છે એજ રીતે વ્યક્તિ પણ તપ કર્યા બાદ તેનું વ્યક્તિત્વ નિખારી શકે છે. દરેક કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈને સફળ થયેલ વ્યક્તિ કદી પણ નિરાશ થતો નથી. તપ કરવાથી જીવનની સફરનો માર્ગ સરળ બને છે. આપણે દરરોજ ભગવાનનું સ્મરણ કરી, પૂજા પાઠ કર્યા બાદ થોડી વાર પણ ધ્યાન ધરવું જોઈએ. નિયમિત રૂપે કરાતા તપ અને ધ્યાન વ્યક્તિને વધુ મજબૂત બનાવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ