મૃત જાહેર કરેલી ગર્ભવતિ સ્ત્રીએ બાળકને જન્મ આપ્યો…. પૃથ્વી પર જન્મવું તે માત્ર ભગવાનના હાથમાં છે !

દુનિયામાં કોઈને કોઈ ખૂણે એવી સ્થિતિ સર્જાય છે ત્યારે ઈશ્વરના ન્યાયને નમસ્કાર કરવાનું મન થઈ જાય છે.

કેટલીક ઘટનાઓ આપણને હ્રદયના ઊંડાણથી હચમચાવી મૂકે છે. એવી એક ઘટના વિશે આપને અમે જણાવીએ જેમાં કુદરતનો ચમત્કાર અને માનવની વૈજ્ઞાનિક શક્તિ બંને પરિસ્થિતિ સાથે મળીને આશ્ચર્યજનક બનાવ બન્યો હતો.

પોર્ટુગીઝમાં ૫૨ દિવસ સુધી એક ગર્ભવતી મહિલાને વેંન્ટિલેટર પર જીવિત રાખવાનો એક નિર્ણય લેવાયો અને બ્રેઈન ડેથની સ્થિતિમાં પણ તેની પ્રસુતિ કરાવીને બાળકને જન્મ અપાવ્યો. આ જન્મ મરણનો અદભૂત નજારો જોઈને ઘટનાના સાક્ષી સૌ કોઈએ કુદરતની આ લીલાને સલામ કરી લીધી.

 

View this post on Instagram

 

A post shared by Move Notícias (@movenoticias) on

ગયા ડિસેમ્બરમાં ૨૬ વર્ષિય કેટરિના સેકિરાને બદનસીબે મૃતક ઘોષિત કરવામાં આવી હતી. એ સમયે તે ૧૯ અઠવાડિયાની ગર્ભવતી હતી અને તેને આ સ્થિતિમાં અસ્થમાનો હૂમલો થતાં અચાનક હોસ્પીટલમાં દાખલ કરવી પડી હતી. એ સમયે ડોક્ટરો દ્વારા તેની બ્રેઈન ડેથ જાહેર કરાવાઈ હતી.

સામાન્ય સંજોગો અનુસાર પોર્ટૂગીઝ દેશના કાનૂનિ નિયમો મુજબ આ રીતે જો કોઈ દર્દીને બ્રેઈન ડેથ જાહેર કરાવાય ત્યારે ડોક્ટર્સની પેનલ તેને એક ખાસ સર્ટિફિકેટ આપે અને જો કોઈ સામે જરૂરિયાતવાળું દર્દી હોય તો તેને તેનું હ્રદય, કિડની કે લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે પરિવારને અનુરોધ કરાવાય છે.

પરંતુ દૂર્ભાગ્યવશ કેટરિના સાથે આ પણ શક્ય નહોતું કેમ કે તેના ગર્ભમાં એક જીવ સળવળી રહ્યો હતો. એ સમયે ઇમર્જન્સિમાં જ એક નિર્ણય લેવાયો કે તેને જ્યાં સુધી શક્ય હોય તો બાળકનો જન્મ ન થઈ જાય ત્યાં સુધી વેન્ટિલેટર પર રાખીને જીવિત રખાશે.

એ મેડિકલ અહેવાલ અનુસાર તેને ૫૨ દિવસ સુધી કોમાની સ્થિતિમાં વેંન્ટિલેટર પર રાખવામાં આવી. અને સર્જાયો ચમત્કાર! તેને દીકરો જન્મ્યો અને એ પણ એકદમ તંદુરસ્ત. જેનું એ સમયે વજન હતું ૩.૧ પાઉન્ડ. એ બાળકના પિતાએ તેને હાથમાં લઈને બોલી ઊઠ્યા, ‘મિરેકલ ચાઈલ્ડ’
બાળકનું નામ રાખવામાં આવ્યું છે, સાલ્વાડોર.

તેને ત્રણ અઠવાડિયા સુધી ત્યાંની સ્થાનિક હોસ્પીટલમાં વધુ સારી દેખરેખ અને સારવાર માટે રાખવામાં આવ્યો છે. તેના પિતાએ પોતાની લાગણી વ્યક્ત કરતાં પોર્ટૂગીઝ અખબારોને જણ્યાવ્યું હતું કે બાળકની સ્થિતિ સારી છે. વધુ હું કંઈ કહી શકવાની સ્થિતિમાં નથી. આશા રાખું છું આપ મારા મૌનનું સન્માન કરીને મને વધુ પ્રશ્નો ન પૂછશો.

 

View this post on Instagram

 

A post shared by CocoWonderTV (@teamcocowonder) on

આપને જણાવીએ કે આ સ્ત્રી કે જેનું બ્રેઈન ડેથ થયું હતું તે એક એથલિટ હતી અને તેના દેશ તરફથી તે રમતી પણ હતી. તે કેનોઈસ્ટ એટલે અચ્છી નાવિક હતી જે તેના સ્પોર્ટસમાં ખૂબ સારો દેખાવ પણ કરતી હતી. તેના મૃત્યુનું મૂળ કારણ એ હતું કે અસ્થમાનો સ્ટ્રોક આવ્યો હતો. જે તેને નાનપણની તકલીફ હતી.

આપને જણીને વધુ નવાઈ લાગશે કે કેટરિનાના આ કેસ માટેનો નિર્ણય લેવા આવા જ એક કેસનો રેફરન્સ લેવામાં આવ્યો હતો. ૨૦૧૬ની સાલમાં બેબી લૌરેન્કોના કેસ સાથે સરખાવ્યો હતો. જેનો જન્મ પણ આ રીતે જ માતાનું અકાળે બ્રેઈન ડેથ થઈ ગયું હતું. ત્યારે તેની માતા ૩૨ અઠવાડિયાની ગર્ભવતી હતી.

એક સ્ત્રીનું માતા બનવું તેના મૃત્યુના અંત સુધીની સફર સાથે આ રીતે પણ જોડાયેલ રહે છે એ કુદરતની રચનાને જોઈને ઈશ્વરને નતમસ્તક થઈ જવાનું મન થઈ આવે છે. સલામ છે એ પરિવારને, એ પતિને અને એ પિતાને કે જેને આવા જીવન – મરણ જેવા નિર્ણયો લેવાની ઘડી આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ