પતિના સહકારથી આ ગૃહિણી લગ્નના 17 વર્ષે બની ડીએસપી, લગ્ન પછી પણ સપનાં પુરા થઈ શકે છે ! તેનું જીવતું જાગતું ઉદાહરણ

નાની ઉમરે લગ્ન બાદ ફરીથી ભણવાનું શરૂ કર્યુ અને બાળક આવ્યા પછી પણ ઉચ્ચ અભ્યાસ અને સરકારી પરિક્ષાઓ આપી. પોતાની સફળતાના હકદાર પતિ અને સાસરિયાંને કહે છે…

બિહારનું એક સામાન્ય પરિવાર જેમાં સાવ અઢાર વર્ષની ઉમરે દીકરાની વહુ ઘરમાં આવી ગઈ અને તેણે એક એવી માંગણી કરી કે જે એ સમયે એક અઘરો નિર્ણય હતો એક મધ્યમ વર્ગના પરિવાર માટે છતાંય તેને સમર્થન આપીને સમાજને એક ઉત્તમ દાખલો પૂરો પાડ્યો છે. જેનું પરિણામ કંઈક એવું મળ્યું કે લોકોએ કરી સલામ…

બિહાર રાજ્યના ગોપાલગાંજ શહેરમાં થોડા સમયથી એક મહિલાનું નામ ખૂબ જ ચર્ચાયું છે. જેનું નામ છે દુર્ગાશક્તિ. એઓ શહેરના ડી.એસ.પી. બન્યા છે.

તમને થશે કે ઘણી મહિલાઓ આ રીતે સરકારી હોદ્દા પર આવી રહી છે તેમાં શું નવાઈ? જી તો અમે તમને જણાવીએ કે દુર્ગાશક્તિ દેવીની આ ઊંચી પોસ્ટ પર પહોંચવા પાછળની કહાની બહુ જ પ્રેરણાદાયક છે. તેઓના લગ્ન ૧૮ વર્ષની નાની ઉંમરમાં થઈ ગયાં હતાં.

બિહારમાં આ ઉંમરે લગ્ન થઈ જવા એ કંઈ મોટી વાત નથી પરંતુ એઓએ પતિને લગ્ન પછી આગળ ભણવાની પોતાની ઇચ્છા જણાવી.

૧૮ વર્ષના હતાં એ સમય બાદ એમની ગૃહસ્થી વધતાં એક દીકરાનો પણ જન્મ થયો અને આજે તેમની ઉંમર ૩૫ વર્ષની છે. આજે તેઓએ એ હાંસિલ કર્યું છે જે એક સામાન્ય પરિવારની સ્ત્રી વિચારી પણ ન શકે.

તેમના પતિએ તેમની મહેનત વિશે મીડિયાને જણાવતાં કહ્યું કે તેમની આગળ ભણવાની ધગસ જોઈને તેમને ભણવાની હા તો પાડી પણ અમે જોયું કે તે ખૂબ જ મહેનત કરી રહી છે ત્યાર બાદ અમે તેને ક્યારેય રોકી નથી.

ગોપાલગંજની સરકારી સ્કૂલમાંથી જ દુર્ગાશક્તિએ પોતાનું મેટ્રિકથી ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ પૂરો કર્યો. ત્યાર બાદ નાલંદ ઓપન યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજુએશન કર્યું અને પટનાથી બી.એડ.નું ભણતર પણ પૂરું કર્યુ.

તેની સાથે તેમણે સરકારી નોકરીની પરિક્ષાઓની તૈયારીઓ કરી અને હવે ડી.એસ.પી. બની ગયાં. ભણતર ચાલુ રાખીને પરિવારનો સંભાળ પણ રાખતી અને દીકરાની સંભાળ પણ કરતી તેણે પી.એસ.આઈ.ની પરિક્ષા આપી હતી.

હવે તેઓ પોતાની ટ્રેનિંગ પૂરી કરીને ડ્યુટી જોઈન કરી રહ્યાં છે ત્યારે ડોમેસ્ટીક વાયોલન્સ અને સ્ત્રી સુરક્ષા જેવા મુદ્દાઓ લઈને કામગીરી શરૂ કરવા ઇચ્છે છે.

તેઓ પોતાની આ અણધારી સફળતા પાછળ પતિ, પુત્ર અને આખા સાસરિયાંઓને શ્રેય આપે છે. જ્યારે તેમના પતિ અશોક કુમાર કહે છે કે પત્નીની ધગશ અને મહેનતને લીધે જ તેઓ આ જગ્યાએ પહોંચ્યાં છે.

તેમણે સમાજ માટે એક એવું ઉદાહરણ પૂરું પાડ્યું છે કે કોઈ સ્ત્રી નિર્ણય લે તો ધારે તે કરી શકે. પરણીને પણ ઘર, પરિવાર અને સમાજ સાથે તાલમેળ કરીને ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

“ફોટો પ્રતિકાત્મક છે”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ