રેલવે સ્ટેશન પર ટ્રેનની જાહેરાત કરનાર પેલો મીઠો અવાજ કોનો છે, તે જાણો છો?

રેલ્વે સ્ટેશનની હકડેઠઠ ભીડ વચ્ચે પણ એક અવાજ એવો હોય છે જેના પર સહુ કોઈનું ધ્યાન તરત જ ખેંચાય.

એક ટ્રેન આવે અને બીજી જાય એ વચ્ચે પણ જો બેલ વાગે અને એક સ્ત્રીનો મીઠો અને ધીમો અવાજ સંભળાય તો આપણે બધું મૂકીને બધી દોડધામ પડતી મૂકીને એ અવાજ તરફ ધ્યાન આપીએ છીએ.

“યાત્રીગણ કૃપયા ધ્યાન દે”

અમે તમને જાહેરાત પાછળના અવાજની અમે તમને વાત કરી રહ્યાં છીએ. આ એવો અવાજ છે જેને દરેક સામાન્ય ભારતીય જે રેલ્વે દ્વારા પ્રવાસ કરે છે તેને ઓળખે છે.

ભારતના દરેક રેલ્વે સ્ટેશન પર એક લેડી સતત સમય સમય પર ટ્રેનના સમય અને પ્લેટફોર્મ વિશેની અગત્યની સૂચનાઓ આપે છે. જે હિન્દી ભાષામાં હોય છે.

શું તમે ભારતીય રેલવેની જાહેરાત વિશેની આ વાત જાણો છો? કદાચ નહીં. આજે અમે તમને તે સ્ત્રી વિશે કહીશું જેનો અવાજ તમે વારંવાર રેલવે પ્લેટફોર્મ પર સાંભળો છો.

આ અવાજ સરલા ચૌધરીની છે, જે રેલવેમાં કોઈ કર્મચારી તરીકે નિયમિત કામ કરતાં નથી, પરંતુ ૨૦ વર્ષ કરતાં પણ વધુ સમયથી તેમના પ્રિ-રેકોર્ડ કરેલ અવાજનો ઉપયોગ કરવામાં આવે છે.

આ વાત આજથી ૩૬ વર્ષ પહેલાંની છે. સન ૧૯૮૨માં પહેલવહેલી જ્યારે સેન્ટ્રલ રેલ્વે એનાઉન્સરની પરિક્ષાની જાહેરાત થઈ ત્યારે આ મહિલા સરલા ચૌધરી જી સેંકડો અરજીઓમાંથી પ્રથમ ક્રમાંકે આવ્યાં હતાં.

તેમને અનેક પરિક્ષણોમાંથી પસાર થવું પડ્યું હતું. તેમને તેમની સખત મહેનત અને અવાજની પ્રતિભાને ન્યાય મળતાં છેક ૧૯૮૬માં કાયમી ધોરણે પ્રિ – રેકોર્ડેડ વોઈસ માટે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં.

સરલાજીએ પોતાની આ સફરની યાદો તાજી કરતાં જણાવ્યું છે કે આજે ટેક્નોલોજી ખૂબ આગળ વધી ગઈ છે પહેલાંના જમાનામાં તો અલગ – અલગ શહેરોના સ્ટેશન પર જઈને વોઈસ રેકોર્ડ કરવો પડતો હતો. તેમણે વધુમાં જણાવ્યું છે કે તેમણે ભારતની લગભગ બધી જ ભાષાઓમાં એનાઉન્સમેટ કર્યું છે.

પહેલાં આ પ્રકારે વોઈસ રેકોર્ડ કરવામાં ૩થી ૪ દિવસ લાગી જતા. પછી તકનીકી સુવિધાઓમાં વધારો થતાં તેઓનો અવાજ સ્ટેન્ડબાય વોઈસ રાખીને દેશભરમાં તેમના અવાજનો ઉપયોગ થવા લાગ્યો.

આપને જણાવીએ કે તેઓ ૧૨ વર્ષ પહેલાં જ નિવૃત્ત થઈ ગયાં છે અને અનેક ડિઝિટલ વોઈસ આવી ગયા છે પરંતુ આજે આટલા વર્ષે પણ ઘણી સિસ્ટમ બદલાઈ ગઈ છે તેમ છતાંય રેલ્વે સ્ટેશન પર આવતા આ અવાજ પર સૌ કોઈ હંમેશા ધ્યાન દે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ