મોતિયા બિંદના ઓપરેશન વિશે અનેક ભ્રમ અને માન્યતાઓ સૌના મનમાં ઉદભવે છે. જાણો તેની હકીકત…

મોતિયાના ઓપરેશને લઈને આવા ભ્રમ ન રાખવા, વધી શકે છે તકલીફો… જાણો તેના વિશેનું સરળ અને સાચું માર્ગદર્શન… મોતિયા બિંદના ઓપરેશન વિશે અનેક ભ્રમ અને માન્યતાઓ સૌના મનમાં ઉદભવે છે. જાણો તેની હકીકત…

ઉમર વધતાંની સાથે લગભગ દરેક વડીલવર્ગને આંખ સંબંધિત આ તકલીફ થાય જ છે. જેમ જેમ ઉમર વધે તેમ આંખમાં મોતિયો, ઝામર કે આંખના પડદા નબળા પડવાની સમસ્યા થવી એ હવેના સમયમાં એકદમ સામાન્ય બાબત છે. જેમ જેમ ટેક્ટનોલોજી વધતી જાય છે તેમ તેમ અનેક અદ્યતન સુવિધાઓવાળા નેત્રમણી અને ઓપરેશનની સિસ્ટમ પણ ખૂબ જ સારી, ઓછી ખર્ચાળ અને ઓછી કાળજી લેવી પડે એવી થઈ ગઈ છે. તેમ છતાં અગાઉના સમયથી ચાલી આવતી આંખમાં થતા મોતિયા બિંદને લઈને આજના સમયમાં પણ પ્રવર્તે છે. જેમાં એવી પહેલાંના જમાનામાં તકલીફ રહી જવી, ઝાંખપ આવી જવી કે સાવ આંખ ગુમાવી બેસવા જેવા ભયસ્થાનો રહેતાં હતાં. જે આજના આધુનિક યુગમાં આ સમસ્યાઓ ભાગ્યે જ કોઈને રહે છે. લગભગ સૌના ઓપરેશન સફળ થાય છે અને દર્દીને વિઝન પણ તરત જ આવી જ જાય છે. તો આવો જોઈએ એવી કેટલીક માન્યતાઓ જે પહેલાના સમયમાં હતી જે હવે આજના સમયમાં નાબૂદ કરીને પૂર્ણરીતે સ્વસ્થતાથી આંખનું ઓપરેશન કરાવવામાં દર્દીને જરૂર મદદ કરશે.

શિયાળામાં જ ઓપરેશન કરાવવું જોઈએ.


આ એક સામાન્ય માન્યતા છે કે લોકો શિયાળાની રાહ જોતા મોતિયાની શસ્ત્રક્રિયા કરાવવા માટે. કેટલીકવાર જો દર્દીને વધુ મુશ્કેલી હોય તો પણ, લોકો આ ખોટી માન્યતામાં શસ્ત્રક્રિયા કરવામાં જ સંકોચ કરતાં હોય છે અને તેને કારણે પાછળથી સમસ્યા વધતી જાય તેવું પણ બનતું હોય છે. ભારતના ઘણા એવા ક્ષેત્ર છે જ્યાં ઉનાળા જેવી આબોહવા બારેય મહિના હોય છે. હવે વિચારો, ત્યાં કોઈ શિયાળો નથી. જો તમે શિયાળાની રાહ જોતા રહો, તો મોતિયોનો કોઈ ઇલાજ એ સ્થળે તો કરી જ શકાશે નહીં.


જાણો વરિષ્ઠ આંખના અનુભવી વરિષ્ઠ સર્જન આ વિશે શું કહે છે. હકીકતમાં, આંખના ઓપરેશન માટેની અગાઉની સુવિધાઓ ઓછી હતી. કેમ્પ યોજાયા હતા અને કેમ્પમાં જ શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. તે સ્પષ્ટ છે કે કેમ્પ ફક્ત શિયાળામાં જ યોજવામાં આવતા હતા, ઉનાળા અથવા વરસાદમાં કેમ્પ લગાવવી અસુવિધાજનક હતી. લોકોએ ફક્ત આ ભ્રમ ધ્યાનમાં રાખ્યો હતો કે શિયાળામાં મોતિયાના ઓપરેશન થવું જોઈએ. હવે સુવિધાઓ વધી ગઈ છે, હવે શસ્ત્રક્રિયા ઘણી સરળ થઈ ગઈ છે. જરૂર દર્દીઓએ કોઈપણ ૠતુમાં આંખનું ચેકઅપ અને ઓપરેશન કરાવવું જોઈએ.

મોતિયા બિંદની સમસ્યા માટે જાતે જાગૃત રહેવું


હંમેશાં તમારી આંખોની જાતે તપાસ કરતા રહેવું જોઈએ. તમે આ પ્રયોગ જાતે જ કરી શકો છો. એક આંખ બંધ કરો અને જુઓ કે તે ખુલ્લી આંખથી દેખાય છે કે નહીં. એ જ રીતે, અન્ય આંખોનું પણ પરીક્ષણ કરો. મોતિયા એ આંખોનો સામાન્ય રોગ છે. આ સમય દરમિયાન આંખના પડળમાં સમય જતાં તેની પારદર્શિતા ગુમાવવા લાગે છે. આપણી ઉંમર જેમ જેમ વાળ સફેદ થવા લાગે છે તે આંખની દ્રષ્ટિનું પણ તેવું જ છે. વ્યક્તિના શરીરમાં આવતું વૃદ્ધત્વ અને સફેદ વાળ વધતા અટકાવી શકાતા નથી, તે જ રીતે મોતિયાને પણ વધતાં રોકી શકાતો નથી.

સ્વાસ્થ્યની કાળજી લેવાથી તેને વધતાં રોકી શકાય છે…


હા, નિયમિત રીતે સંતુલિત આહાર લેવાથી અને દરરોજ હળવી કસરત દ્વારા આપણે આપણી વધતી ઉંમરની નકારાત્મક અસરોને ઘટાડી શકીએ છીએ અને આમ કરવાથી મોતિયાની અસર પણ ઓછી થશે. એવું કહેવામાં આવે છે કે જે ઉંમરે વાળ સફેદ થવા લાગતા હોય છે, તે ઉંમરે મોતિયા બિંદમાં પણ વૃદ્ધિ થવાની શરૂઆત થઈ જાય છે. આપણી આંખના આઇ લેન્સ પ્રોટીનથી બનેલા છે. ડાયાબિટીઝ, ઉંમરની અસરો, ધૂમ્રપાન, આકસ્મિક ઈજા અને સ્ટેરોઇડ્સ લેવાની ટેવ વગેરે બાબતો પણ આપણી દ્વષ્ટિને નુકસાન પહોંચાડી શકે છે.

નીતનવી ફેન્સી દવાઓ ટાળો


શસ્ત્રક્રિયા જ એકમાત્ર મોતિયા બિંદની સારવાર માટેનો ઉત્તમ વિકલ્પ છે. ઉંમરની સાથે નબળી પડી રહેલી દૃષ્ટિને દૂર કરવા માટે તમામ પ્રકારની અવનવી દવાઓ બજારમાં ઉપલબ્ધ છે, પરંતુ તેનો ઉપયોગ જીવલેણ હોઈ શકે છે. આંખોનો પ્રકાશ વધારવા માટે કોઈ દવા અસરકારક નથી. તે માત્ર એક ખોટો પ્રચાર છે. તેથી, સમય સાથે, ડોક્ટર્સની સલાહ લો અને તેમના સૂચન મુજબ ઓપરેશન કરાવો. શસ્ત્રક્રિયાથી ગભરાવાની જરૂર નથી કારણ કે હવે એક જ દિવસમાં મોતિયાની સર્જરી કરવામાં આવે છે અને તે જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે છે. આંખો ચોળવી નહીં, પાણી એક મહિના સુધી અડાડવું નહીં અને આપેલ ટીપાં તેમજ દવાઓ ડોક્ટરે આપેલ સૂચન મુજબ નિયમિત લેવા જોઈએ. આંખમાં ધૂળ કચરો ન પડે તેનું ખાસ ધ્યાન રાખવા ગોગ્લ્સ કે સફેદ કાચના ચશ્મા પહેરવાં જોઈએ. મેલા કે ગંદા હાથ કે આંગળી ન અડકે એનું ધ્યાન રાખવું. આંખમાંથી પાણી ઝરે તો સાફ અને સુંવાળાં કપડાંથી જ લૂછવું જોઈએ. અરે, ઓપરેશન કર્યાના એજ દિવસથી ટી.વી. જોવાની પણ અનુમતિ આપતા હોય છે આજના સમયમાં. ફકત થોડો આરામ અને કેટલીક સામાન્ય કાળજી લેવાથી સફળતાપૂર્વક મોતિયા બિંદની સમસ્યાને નિવારી શકાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ