અમેરિકાએ ભારતની આ કંપનીના મસાલા મોકલ્યા પાછા ! તેના ઉપયોગથી થાય છે ગંભીર બિમારી !

દુનિયાના ઘણા બધા દેશો અને ખાસ કરીને વિકસિત દેશોમાં ખાદ્ય પદાર્થની ગુણવત્તા પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. તેની ચોખ્ખાઈ, તેની ત્યાંના લોકોના સ્વાસ્થ્ય પર થતી અસરો આ બધી જ બાબતો વિષે તેને ચકાસવામાં આવે છે અને નક્કી કરેલા માનાંકોમાંથી જો ખાદ્ય પદાર્થ પાસ થાય તો જ તેને લોકો સુધી પહોંચવા દેવામાં આવે છે.


અમેરિકા વિદેશમાંથી ઘણી બધી વસ્તુઓની આયાત કરે છે પછી તે ચાઈનામાંથી આવતા ફોન હોય, ફ્રાન્સમાંથી આવતું સેન્ટ હોય કે પછી ભારતમાંથી આવતા મસાલા હોય કે અન્ય ખાદ્ય પદાર્થો હોય આ બધી જ વસ્તુઓને ત્યાંના નિયમ પ્રમાણે ચકાસવામાં આવે છે અને ત્યાર બાદ જ ગ્રાહક સુધી પહોંચાડવામાં આવે છે. તાજેતરમાં ભારતની એક ખ્યાતનામ મસાલા કંપનીના મસાલા અમેરિકાએ ભારત પરત મોકલી દીધા છે. તેમનો દાવો છે કે આ મસાલાના ઉપયોગથી શરીરને ગંભીર નુકસાન થાય છે.


અમેરિકન ફુડ રેગ્યુલેટર દ્વારા ભારતની જાણીતી મસાલા કંપની એમડીએચના મસાલા કંપનીને પાછા મોકલી દીધા છે. તેમની એવી દલીલ છે કે કંપનીના સાંભાર મસાલામાં સાલ્મોનેલા નામના બેક્ટેરિયા છે જે શરીરને ગંભીર નુકસાન પહોંચાડે છે.

આ જાહેરાત બાદ અમેરિકામાં સ્થિત એમડીએચના ડીસ્ટ્રીબ્યુટરે પોતાના સ્ટોકમાંથી આ મસાલાના ત્રણ લૉટ કંપનીને પરત મોકલી દેવા પડ્યા હતા.
યુ.એસ ફુડ એન્ડ ડ્રગ ઓથોરિટીએ એક નિવેદન આપ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે એમડીએચ કંપનીના સાંભાર મસાલાને ત્યાંની સર્ટિફાઈડ લેબમાં તપાસવામાં આવ્યા હતા જેમાં જાણવા મળ્યું કે તેમાં સાલ્મોનેલા નામના બેક્ટેરિયા છે.

શું છે સાલ્મોનેલા બેક્ટેરિયા


આ એક પ્રકારના બેક્ટેરિયાનો સમુહ છે જે તમારા આંતરડાને અસર કરે છે. સાલ્મોનેલા બેક્ટેરિયા ઇંડા, બીફ, કાચુ ચીકન તેમજ કેટલાક ફળ અને શાકભાજી ઉપરાં માણસના આંતરડામાં પણ હોય છે. આ ઉપરાંત શરીરમાં સાલ્મોનેલા બેક્ટેરિયા ગંદુ પાણી, સંક્રમિત જ્યૂસ કે પછી ભોજન ખાવાથી પણ ફેલાઈ શકે છે.

આ બેક્ટેરિયાથી સંક્રમિત જાનવર અથવા તો ખોરાક જેવા કે માંસ, ઇંડા તેમજ તેનાથી બનેલી વાનગીઓ વિગેરેથી મનુષ્યના શરીરમાં ફેલાય છે. આ બેક્ટેરિયાની અસર નાના બાળકો તેમજ વૃદ્ધોમાં વધારે જલદી થાય છે.

સાલ્મોનેલા બેક્ટેરિયાથી ગ્રસ્ત હોવાના લક્ષણો


જો તમને કોઈક ખોરાક લીધા બાદ 12થી 36 કલાકની અંદર ઝાડા, પેટમાં દુખાવો, ઉલટી, તાવ અને માથામાં દુખાવો થવા લાગે તો બની શકે કે તમને સાલ્મોનેલા બેક્ટેરિયાની અસર હોય.

સાલ્મોનેલા બેક્ટેરિયાથી ટાઈફોઈડની બીમારી થાય છે. આપણે બધા જાણીએ છીએ કે ટાઈફોડની બિમારીથી ગ્રસ્ત વ્યક્તિનું પાચનતંત્ર તેમજ રક્ત વાહીનીઓમાં સાલ્મોનેલા બેક્ટેરિયા પ્રવેશ કરે છે જેનાથી અતિસાર, નબળાઈ, ઉલપટી, તાવ તેમજ પેટનો દુઃખાવો થાય છે.


સાલ્મોનેલાનો ઉપચાર ટાઈફોઈડ જેવો જ છે. તેમાં હળવો ખોરાક લેવો હીતાવહ છે. આ ઉપરાંત તાજો, સ્વચ્છ ખોરાક તેમજ ફળોના રસ લેવા જોઈએ તેમજ ઉકાલેલું પાણી પીવું જેઈએ. આ ઉપરાંત તમારે ડોક્ટરની સલાહ મુજબ કેટલીક એન્ટીબાયોટીક દવાઓ પણ લેવી પડે છે જેથી શરીરમાંથી તેનું ઇન્ફેક્શન દૂર થાય.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ