રીયલ લાઈફની માતા અને દિકરીની આ જોડી કરે છે ટીવી સીરીયલમાં પણ કમાલ, જાણો કોણ કોણ છે આ જોડીમાં…

ટીવીની આ અભિનેત્રી અસલ જીવનમાં છે મા અને દિકરી! પરિવાર સાથે બેસીને ટીવી સિરિયલ જોવી આપણને બધાને સારી લાગે છે. ટીવી અભિનેત્રી જે સિરિયલમાં પોતાની એક્ટિંગ આપણને બધાને પોતાના દિવાના બનાવી લે છે અથવા તો જે વિલન કિરદાર નિભાવીને આપણા મનમાં પોતાના માટે નફરત જન્માવી લે છે. આ જ ખાસિયત છે ટીવીની. પરંતુ શું તમે જાણો છો, ટીવી પર જે મા દિકરીના પાત્ર નિભાવે છે તે અસલ જિંદગીમાં પણ મા-દિકરી છે.

ચાલો અમે તમને મળાવીએ છીએ ટીવી જગતની અસલ મા-દિકરીથી

સુપ્રિયા શુક્લા અને ઝનક શુક્લા

 

View this post on Instagram

 

A post shared by Supriya Raina Shukla (@supriyarshukla) on


તમે કરિશ્મા કા કરિશ્મા ટીવી શો તો જોયો જ હશે. તેમાં કરિશ્માનું પાત્ર અદા કરનાર ઝનક પ્રખ્યાત ટીવી અભિનેત્રી સુપ્રિયા શુક્લાની દિકરી છે. સુપ્રિયા હજી પણ ઘણી સિરિયલમાં કાર્યરત છે ત્યાં જ દિકરી ઝનક અત્યારે પોતાના અભ્યાસ પર ધ્યાન આપી રહી છે. ઝનકને તમે શાહરૂખ ખાનની ફિલ્મ ‘કલ હો ન હો’ માં પણ જોઈ હશે.

સરિતા જોશી-કેતકી જોશી-પૂર્વી જોશી

 

View this post on Instagram

 

A post shared by Purbi Joshi (@p21jo) on


બા બહુ ઓર બેટીમાં બા નુ પાત્ર ભજવનાર સરિતા ટીવી જગતનું ચર્ચિત નામ છે. અને માત્ર સરિતા જ નહિ તેની બન્ને દિકરીઓ કેતકી અને પૂર્વી જોશી પણ ટીવી પર ખૂબ કાર્યરત છે. કેતકી જોશીને ફિલ્મોમાં પણ જોવામાં આવી છે.

અંકિતા કંવલ-પૂજા કંવલ

 

View this post on Instagram

 

A post shared by Anita Kanwal Studio (@anitakanwal) on

તમે સિરિયલ સસુરાલ ગેંદા ફૂલમાં આ બન્નેને મા-દિકરીના રોલમાં જોઈ હશે. પરંતુ અમે તમને જણાવી દઈએ, આ વાસ્તવિક જીવનમાં પણ મા-દિકરી છે. આ માં દીકરીની જોડીને દર્શકોએ પણ ખૂબ વખાણી હતી. એક્ટિંગની બાબતે પણ માં દીકરી ક થી એક ચડિયાતી છે. જ કે પૂજા ત્યારબાદ કોઈ સિરિયલમાં જોવા મળી નથી.

કુલબીર બદેરસન-અહસાસ ચન્ના

 

View this post on Instagram

 

My mother is my everything and beyond. #CloudnineHospitals #MakingOfAMother @cloudnine_care

A post shared by Ahsaas Channa (@ahsaassy_) on

આ બન્ને મા-દિકરી ઘણી સિરિયલોમાં જોવા મળી છે. અહસાસ ફિલ્મોમાં પણ નજર આવી છે. અહેસાસ ચટ્ટા એ ‘કસમ સે’, ‘મધુબાલા’, ‘દેવો કે દેવ’ ‘ગંગા’ અને ‘ક્રાઇમ પેટ્રોલ’માં પણ મહત્વના પાત્રમા કામ કર્યું છે. તમે ભલે આ ક્યૂટ પાત્રને અહેસાસ ના પાત્રથી ઓળખી ન શકો. પરંતુ જો તમે આ એક્સ્ટ્રે્રેસના જૂના પીકચર જુઓ તો જરૂર ઓળખી શકશો. વાસ્તવમાં, આ તે જ અહસાસ છે, જે કયારેક કભી અલવીદા ના કહેના માં પ્રીતિ જીંટાનો દીકરો બની હતી. આ તે જ અહસાસ છે જે શાહરૂખ ની ગોદ માં છે.આ અહેસાસને તમે વારંવાર બાળપણમાં છોકરાના પાત્રમાં જોઈ છે.બાળપણમાં મોટાભાગની ફિલ્મોમાં છોકરી નહી પણ એક છોકરાની ભૂમિકા ભજવી છે. ફિલ્મ વાસ્તુશાસ્ત્રમાં પણ તેઓ સુષ્મિતા સેનના પુત્રનું ભૂમિકા ભજવે છે.માય ફ્રેન્ડ ગણેશા માં અહેસાસ આસૂ નું પાત્ર પણ ભજવ્યું હતું. જો કે હવે ક્યૂટ બાળ એક્ક્ટ્રેસ સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ છે .

કિરણ ભાર્ગવા-અંકિતા ભાર્ગવા

 

View this post on Instagram

 

A post shared by karankita❤ (@karankita_forever) on

તમે આ બન્નેને ટીવીની ઘણી સિરિયલમાં જોઈ હશે. તેના સિવાય બન્નેનાં પતિ પણ ટીવી ઈન્ડસ્ટ્રીથી જોડાયેલા છે. અંકિતા પોપ્યુલર અભિનેતા કરણ પટેલની પત્ની છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ