જીમમાં ગયા વગર, કોઈ પૈસા ખર્ચ્યા વગર આ શિક્ષિકાએ ઘટાડ્યું ૧૦ કિલો વજન, જાણો

જીમમાં ગયા વગર , કોઈ પૈસા ખર્ચ્યા વગર આ શિક્ષિકાએ ઘટાડ્યું ૧૦ કિલોગ્રામ વજન, જાણો


આજકાલની લાઈફ સ્ટાઈલ ને લઈને દર દસમાંથી 7 વ્યક્તિ મેદસ્વીતાનો શિકાર બની બેઠા છે. એનું કારણ છે ખાનપાન અને બેઠાડું જીવન અને કામમાં વ્યસ્તતા. આજકાલ લોકો પાસે સમય નથી કે તેઓ ઘરે જ હેલ્ધી ખોરાક રાંધીને બનાવી શકે અને એટલા માટે જ બહારના જંકફૂડ તરફ લોકો આકર્ષાયા છે અને સાથે સાથે કસરત કરવાનો અભાવ આ બંને વસ્તુને લઈને વધારે ને વધારે લોકો મેદસ્વી બની રહ્યા છે. તો ચાલો આજે આ લેખમાં આપણે જોઈએ કે આવી જ રીતે મેદસ્વીતાનો ભોગ બનનાર એક શિક્ષિકાએ ઘરે બેસીને હ પોતાનું 10 કિલો વજન કેવી રીતે ઘટાડયું તેના વિષે.


જીમમાં ગયા વગર ઘટાડ્યું ૧૦ કિલોગ્રામ વજન

આ ૨૫ વર્ષીય શિક્ષિકા યુવતીએ જીમમાં ગયા વગર ઘટાડ્યું ૧૦ કિલોગ્રામ વજન, પહેલા તેમનું વજન ૬૦ કિલોગ્રામ હતું. ૧૦ કિલોગ્રામ વજન ઘટાડવા માટે આ યુવતીને ૨ માસનો સમય લાગ્યો. આ યુવતીના વિવાહ થયા બાદ તેનું વજન વધી ગયું હતું, વજન વધુ હોવાને કારણે તેમની ઉંમર પણ વધુ દેખાતી હતી એટલે આ યુવતી એ વજન ઘટાડવાનો નિર્ણય કર્યો. તો ચાલો જાણીએ આ યુવતીના વજન ઉતારવાની મુસાફરી બાબતે.

આ હતો એ શિક્ષિકાનો ડાયટ પ્લાન


આ યુવતી દરરોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ લીંબુ નો રસ એક ગ્લાસ પાણીમાં મધ મેળવીને પીતી હતી. ત્યારબાદ તે થોડા સુકામેવા અને એક બાફેલા ઈંડાનુ સેવન કરતી હતી. આ સિવાય તે ક્યારેક-ક્યારેક નાસ્તામાં બાફેલા ચણા અને સફરજન પણ ખાતી હતી. તે મધ્યાહન ભોજન દરમિયાન ખીચડી અને દહીંનું સેવન કરતી હતી જ્યારે બપોરના નાસ્તામાં એક કપ ગ્રીન ટી સાથે ૪ બિસ્કીટ ખાતી હતી. રાત્રે ૮ વાગ્યે રાત્રી ભોજન દરમિયાન રોટલી, શાક અને ભાત સહિત સલાડનું સેવન કરતી હતી.

લો કેલેરીવાળો ખોરાક જ લેવાનું રાખ્યું હતું


આ યુવતીએ જીમમાં ગયા વગર ઘર પર જ થોડી કસરત કરી પોતાનું વજન ઘટાડ્યું છે. તેણે તેના ખોરાક પર કંટ્રોલ કરી સફળતાપૂર્વક પોતાનું વજન ઘટાડ્યું. વજન ઘટાડવાની પ્રકિયા દરમિયાન તે લો કેલેરી વાળો ખોરાક લેતી હતી. તે પૌઆમાં ગાજર, કાંદા વગેરે મેળવીને ખાતી હતી.

દિવસમાં પાંચ વાર ગ્રીન ટીનું સેવન ફરજયાત કરતાં હતા :


વજન ઘટાડવાની વાત કરતા આ યુવતી જણાવે છે કે હું ખાંડનું સેવન કરવાનું ટાળતી હતી અને રોજ પુષ્કળ માત્રામાં પાણી પીતી હતી તેમજ બટાટાવાળા જમણથી પણ દૂર રહેતી હતી. હું રોજ ૫ વાર ગ્રીન ટી પીતી હતી.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ