તને નહિ સમજાય – એક ભણેલી અને ગણેલી સ્ત્રી જયારે પોતાની પહેલા પરિવારનું વિચારે છે… લાગણીસભર વાર્તા…

રેખા ઓ રેખા….ક્યાં છે ક્યારનો બૂમો પાંડુ છું મારા મોજા શોધી આપ મને રૂમાલ નથી મળતો મારે મોડું થાય છે??? હા હા આવી એક મિનિટ જરાક ડોલીને ટીફીન ભરી આપું. અરે એ પછી કરજે મને મોડું થાય છે એને કે જાતે ભરી લે હવે મોટી થઇ ગઈ છે.????

અને રેખા મનમાં વિચારે તમે તો એના કરતા મોટા છો કેમ તમે જાતે મોજા ના શોધી શકો??? પણ એ ચુપ રહે છે અને વિનોદ ને મોજા શોધી આપે છે અને રૂમાલ પણ અને કહે છે બધું અહીંજ હોય છે જરાક શોધી લેતા હોય તો ??? અને પાછી ડોલીના સ્કૂલ ની બસ આવાની હોય તેને બધું બરાબર લીધું કે નહી તે જોઈ એને બહાર શુધી મુકવા જાય છે

પાછી આવી વિનોદને પણ કઈ ભૂલતા તો નથી ને એવું યાદ દેવડાવે છે અને બધાના ગયા પછી બા અને બાપુજી માટે ચા નાસ્તો બનાવી તેમને આપે છે અને અને પોતે પણ થોડી સવારની દોડ ધામ માંથી રિલેક્સ થઇ ચા પીવા બસે છે.પછી શરુ થાય રોજનું કામ નું રુટિંગ રસોઈ કપડાં વાસણ અને ઝાડુ પોતા અને પાછું કોઈ મહેમાન આવે તો એમની અંગત સ્વાગતા કરવાની ઘરમાં કઈ ખૂટે તો બાઝર માં લેવા જવાનું અને પાછું સાંજની તૈયારી કરવાની એટલે જ્યાં જાય ત્યાંથી જલ્દી આવવાનું.


બધાના ટાઈમ સાચવવાના અને આબધું કરવાનું પોતાના ઘર માટે પરિવાર માટે અને પોતાની ખુશી માટે પણ કોણ જાણે કેમ આજે રેખાને એક વાત નું દુઃખ થાય છે કે જેમ જેમ સમય જતો જાય છે બાળકો મોટા થતા જાય છે વિનોદ પોતાની ઓફિસમાં સારી પોસ્ટ ઉપર જાય છે તેમ તેમ બધાને રેખા જાણે પોતાના કામ કરવા માટેજ છે એને એવું લાગે છે કે એના પ્રત્યે કોઈને અહો ભાવની લાગણી દેખાતીજ નથી . .રેખાને એવું કઈ જોઈતું પણ નથી પણ એને ઘરના બધા તરફથી મળતો એકજ સબ્દ ……”

“તને ના સમજ પડે”એ એને દુઃખી કરે છે મને ના સમજ પડે????હું આખું ઘર ચલાવું સમાજ માં કોઈને ત્યાં જવું આવવું બધા સબંધ સાચવું તમને સાચવું તમારી જરૂરિયાતો ને સાચવું અને મને હવે મોટા થતા છોકરા અને ઉચ્ચ હોદ્દા પર પોંહચી ગયેલા પતિ એવું કહે તને ના સમજ પડે… ત્યારે રેખાને દુઃખ થાય છે હું પણ એક ભણેલી આધુનિક સ્ત્રી છું હું પણ નોકરી કરી મારા પગ ઉપર ઉભી રહી મારી પર્સનાલિટી પ્રમાણે જીવત પણ મેં બધું છોડી ફકક્ત મારા પરિવાર ને ટાઈમ મળે હું એમને સાચવું અને હું મારા ફેમિલિ માં ખુશ રહુ એવું વિચારી મેં બધું જ જતું કર્યું મારા પોતાના ઓની ખુશી માટે પણ ખબર નહી કેમ !!!મારી લાગણી મારી ઇચ્છા ને કોઈ સમજતું નથી હું કોઈ સલાહ સુચન આપું તો કહે રેહવાદે તને ખબર ના પડે!!!શું હું ઘરમાં રહું છું એટલે બહારની દુનિયાથી અજાણ છુ!! શું મને આધુનિકતા ની ખબરજ નથી એવું સમજે છે???


શું બાળકોની વાલી મીટીંગ માં જવું એમના પ્રશ્નોની વિગત વાર ચર્ચા કરવી એમના ભણતરમાં કોઈ મુશ્કેલી ના પડે તેનો ખ્યાલ રાખવો અને એમનું બોર્ડનું રીઝલ્ટ હોય ત્યારે જાણે મારી પરીક્ષા હોય અને મારુ રીઝલ્ટ હોય એવી બીક શું આવશે???અને એના સારા પરિણામ નો આંનદ મને હોય શું આબધું મને નથી સમજ પડતી ???આજે તમે મોટા થઇ ગયા સમજદાર થઇ ગયા એટલે શું મારી સમજ ઓછી થઇ ગઈ?અને તમે સહેજ સમજદાર થયા એટલે શું માં ને સમજ ના પડે એવું હોય???

કેમ વિનોદ એના ઓફિસ ની વાત મને ના કહી શકે ??એને મળતા પ્રમોશનો માં શું મારો કોઈ ફાળો નથી એને સમય સર બધું તૈયાર આપ્યું બાળકોની જવાબદારી બધી મેં લીધી એના સામાજિક પ્રંસનગોમાં માં પણ મેં જઇ હાજરી પુરાવી મેં ઘર ચલાવવામાં ક્યારેય એની કોઈ મદદ ના લીધી કારણ તું જોબ કર હું બધું જોઈ લઈશ શું…આ મારી સમજદારી નથી???

કોઈપણ પુરુષ હોય એ ત્યારેજ પોતાની જોબ પર પૂરતું ધ્યાન આપી શકે જયારે તેને તેના ઘરની કોઈ જવાબદારી તેના માથે ના હોય !!ના એને બાળકોની જવાબદારી હોય કે ના સામાજિક ત્યારેજ એ તરક્કી કરી શકે પણ માણસ ભૂલી જાય છે કે આબધું હું જેના લીધે કરી શકું છું એ શક્તિ મારા ઘરમાંથીજ મને મળે છે.અને એની પાછળ એક સ્ત્રી નો મોટો ફાળો હોય છે….એ કેટલું બધું જતું કરે છે ત્યારે ખરા અર્થમાં ઘર બને છે સંસ્કારી બાળકો બને છે અને એક મોભા દાર ઘર બનાવે છે . ..અને છતાંય એને કહેવામાં આવે તને નહી સમજાય…..


હું તો એલુંજ કહીશ કે એ સમજી છે ને એટલેજ આજે બધું તમને સમજાય છે બાકી એ સમજદાર ના હોત તો તમને દુનિયાને સમજવું કેટલું અઘરું લાગત એનો વિચાર કર્યો છે કદી… સ્ત્રી તો લાગણી ની ભૂખી છે તેને બે સબ્દો પ્રેમના કહી દો એટલે રાજી રાજી એને કોઈની પાસેથી કઈ જોઈતું નથી એ તો દીકરા દીકરી પોતાના પતિની તરક્કી જોઈ એમજ ખુશ થઇ જાય છે.બસ એને જોઈએ છે કે એને કોઈ સમજે..

લેખક : નયના નરેશ પટેલ.

આપના અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી જણાવજો, દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત આપણા પેજ પર.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ