દુનિયાની આ 4 અજબ-ગજબ જગ્યાઓ વિશે જાણીને તમારું મગજ પણ ચડી જશે ચગડોળે

દુનિયામાં એવા કેટલાય સ્થળો આવેલા છે જે સાવ વેરાન પડ્યા છે અથવા તો તે એટલા પડતર થઈ ગયા છે કે હવે તે ભેંકારની સાથે ભયાનક પણ લાગવા લાગ્યા છે.

image source

મોટાભાગના લોકોને આવા સ્થળો વિશે બહુ ઓછી માહિતી હોય છે. ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને આવા જ થોડા અજબ ગજબ સ્થળો વિશે રોચક માહિતી આપવાના છીએ. તો ચાલો થઈ જાવ તૈયાર અજબ ગજબ સ્થળોની વાંચનયાત્રા કરવા.

image source

1). જર્મની દેશના એક સાવ સુમસામ વિસ્તારમાં આવેલી નદી પર અલગ જ પ્રકારનો પુલ બંધાયેલો છે. જેને સ્થાનિક લોકો ” ડેવિલ બ્રિજ ” ના નામથી ઓળખે છે. આ બ્રિજની બનાવટ વિશે અટપટી વાતો થાય છે. અમુક લોકો એવું માને છે કે આ બ્રિજ કોઈએ બનાવ્યો નથી અને આપમેળે જ બની ગયો છે. જ્યારે અમુક લોકો એવું માને છે કે આ બ્રિજ બનાવવા પાછળ કોઈ દિવ્ય શક્તિ કે શૈતાનનો હાથ છે.

image source

2). આયર્લેન્ડના રોસ્કોમન શહેરમાં એક મહેલ આવેલો છે જે છેલ્લી કેટલીક સદીઓથી વેરાન પડ્યો હોવાનું મનાય છે. આ મહેલને સ્થાનિક લોકો મૈકડમૉર્ટ કૈસલ નામથી ઓળખે છે. કહેવાય છે કે આ મહેલ 12 મી સદીમાં બાંધવામાં આવ્યો હતો અને બન્યાના થોડા સમય બાદ મહેલમાં આગ લાગી હતી જેમાં 34 લોકો બળીને મૃત્યુ પામ્યા હતા. ત્યારથી આ મહેલમાં કોઈ નથી રહેતું અને સાવ વેરાન પડ્યો છે.

image source

3). બેલ્જીયમ દેશમાં આવેલા એક જંગલમાં હજારોની સંખ્યામાં મોટરકાર એમ ને એમ પડી પડી કાટ ખાય છે. આ કારો અહીં ક્યાંથી આવી તે બાબતે એવું કહેવાય છે કે આ કારો અમેરિકન સૈનિકોની છે જ્યારે તેઓને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બેલ્જીયમમાં લાંબા સમય સુધી સૈન્ય ફરજ સોંપાઈ હતી. જ્યારે યુદ્ધ પૂરું થયું તો તેઓ પોતાની સાથે આ કારો ન લઈ ગયા અને ત્યારથી આ કારો એમ ને એમ પડી છે.

image source

4). 1910 ના દશકામાં અમેરિકાના હોલેન્ડ ટાપુ પર 300 થી વધુ ઘરો હતા જેમાં લોકો રહેતા પણ હતા. પરંતુ બાદમાં સમુદ્રની મોટી મોટી લહેરોને કારણે આ ઘરોમાં માટી અને સમુદ્રી કચરો ભરાવા લાગ્યો અને અંતે બધા ઘરો પાણીમાં વહી ગયા. હવે અહીં એક જ ઘર બચ્યું છે જે લોકો માટે આશ્ચર્યનું કારણ બનેલુ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ