અરેરેરે! આ બળદ ગળી ગયો દોઢ લાખનું મંગળસૂત્ર, અને માલિક શોધતો રહ્યો આઠ દિવસ સુધી છાણમાં, પણ પછી થયુ કંઇક..

દોઢ લાખનું મંગળસૂત્ર

આખી દુનિયામાં રોજને રોજ કોઈને કોઈ અજીબ ઘટનાઓ ઘટે જ છે. આવી જ એક ઘટના મહારાષ્ટ્રમાં પણ બની. મહારાષ્ટ્ર અને દેશના અન્ય રાજ્યોમાં પણ પોલા ઉત્સવ ઘણી ધામધુમથી મનાવવામાં આવે છે. આ પોલા ઉત્સવ નિમિતે ખેડૂત પોતાના બળદને સજાવે છે અને ગામની ગલીઓમાં આ બળદને ફેરવવાનો રીવાજ છે. ત્યાર પછી આ બળદની સંપૂર્ણ વિધિ વિધાનથી પૂજા અર્ચના કરવામાં આવે છે. આ ઉત્સવ સૌથી વધારે મહારાષ્ટ્રમાં મનાવવામાં આવે છે. પણ આ વખતે પોલા ઉત્સવ દરમિયાન એક અજીબ ઘટના બની ગઈ જેના વિષે જાણીને આપને ઘણી નવાઈ લાગશે.

image source

મહારાષ્ટ્રના એક ખેડૂતે આ પોલા ઉત્સવના દિવસે પોતાના બળદની સામે જ દોઢ લાખ રૂપિયાનું મંગળસૂત્ર થાળીમાં મૂકી દેવાયું. આ મંગળસૂત્રને બળદ ગળી જાય છે. ત્યાર પછી જે થયું તેના વિષે જાણીને આપ હેરાન થઈ જશો.

મહારાષ્ટ્રના અહમદનગર જીલ્લાના એક ગામના ખેડૂતે પોલા દિવસ નિમિત્તે પોતાના બળદ વ્યવસ્થિત રીતે સજાવીને ગામની દરેક શેરીઓમાં અત્યંત ગર્વ સાથ ફેરવ્યો હતો. ત્યાર પછી બળદને ઘરે લઈ જવામાં આવ્યો જ્યાં તેની વિધિ વિધાન સાથે પૂજા બળદની પૂજા કરવામાં આવી હતી. બળદની પૂજા કરવા માટે ખેડૂત પરિવારે પૂજાનો પ્રસાદ, સામગ્રી અને અન્ય વસ્તુઓને થાળીઓમાં સજાવીને બળદ સામે મુકવામાં આવ્યું.

image source

આ બધી વસ્તુઓની સાથે ખેડૂતે પોતાની પત્નીનું મંગળસૂત્ર પણ થાળીમાં મુક્યું. ત્યાર પછી થાળીમાં મુકવામાં આવેલ મંગળસૂત્રને બળદ ગળી જાય છે. ત્યાર પછી કેટલાક દિવસો પછી બળદના શરીર માંથી મંગળસૂત્ર કાઢવા માટે બળદનું ઓપરેશન પણ કરવામાં આવે છે. આ ઘટના કદાચ આપને વિચિત્ર લાગી શકે છે. પરંતુ આ ઘટના સાચી છે. આના માટે ખેડૂતને ઘણી મહેનત કરવી પડે છે.

દોઢ લાખનું મંગળસૂત્ર બળદ ગળી ગયો.

પોલા ઉત્સવના દિવસે બળદની પૂજા કરવા માટે ખેડૂત પરિવારે પૂજાની સામગ્રીની તૈયારી ઘણી સારી રીતે કરી હતી. જ્યાં પૂજામાં મીઠાઈની સાથે ખેડૂત પત્નીનું દોઢ લાખનું મંગળસૂત્ર પણ મુકવામાં આવ્યું હતું. ઘરમાં જેવી બળદની પૂજા શરુ કરવામાં આવી કે તે જ સમયે ઘરની લાઈટ બંધ થઈ ગઈ. ત્યાર પછી ખેડૂત પત્ની મીણબત્તી પેટાવી બહાર આવીને જોવે છે તો થાળીમાંથી મંગળસૂત્ર ગાયબ થઈ ગયું હોય છે. ખેડૂત પત્નીએ તેના પતિને જણાવ્યું કે બળદ અંધારાના કારણે મીઠાઈની સાથે મંગળસૂત્ર પણ ગળી ગયો છે. તો ત્યાર પછી ખેડૂતે તરત જ બળદના મોઢાને થપથપાવ્યુ. પરંતુ ત્યાં સુધીમાં મંગળસૂત્ર બળદના ગળાના ભાગથી નીચે ઉતરી ગયું હોવાથી મળ્યું નહી.

image source

બળદના છાણમાં શોધવામાં આવ્યું મંગળસૂત્ર.:

ત્યાર પછી ગામના કેટલાક લોકોને આ વાતની જાણ થતા તેઓએ આ ખેડૂતને જણાવ્યું કે થોડાક દિવસમાં બળદના છાણમાં બહાર આવી જશે. ખેડૂતે સતત આઠ દિવસ સુધી બળદના છાણની તપાસ કરી પરંતુ મંગળસૂત્ર મળ્યું નહી. આ વાત ધીરે ધીરે આ વાતની જાણ ગામમાં પ્રસરી ગઈ. ગામના લોકો પણ બળદના છાણમાંથી મંગળસૂત્ર મળવાની રાહ જોઈ રહ્યા હતા પણ તે આશા ઠગારી નીવડી અને મંગળસૂત્ર મળ્યું નહી.

ઓપરેશન કરીને મંગળસૂત્ર કાઢવામાં આવ્યું.:

image source

આઠ દિવસ બળદના છાણની તપાસ કર્યા પછી પણ જયારે મંગળસૂત્ર ના મળ્યું તો બળદને ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યો. ડોકટરે તપાસ કર્યા પછી જણાવ્યું કે, બળદના શરીરના રેટીફૂલમમાં મંગળસૂત્ર અટકી ગયું છે. ઉપરાંત હવે આ મંગળસૂત્ર બળદના શરીરમાંથી બહાર કાઢવા માટે ઓપરેશન કરવાની જરૂરિયાત પડશે. આમ બળદનું ઓપરેશન કરીને બળદના રેટીકુલમમાં અટકી ગયેલ મંગળસૂત્ર કાઢી લેવામાં આવ્યું. ઓપરેશન પછી બળદને કેટલાક ટાકા લેવામાં આવ્યા છે. પરંતુ જલ્દી જ બળદનું સ્વસ્થ્ય સારું થઈ જશે. તેમજ બળદનું કાળજીપૂર્વક ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને પ્રાર્થના પણ કરાઈ રહી છે કે આ બધાને ચાલતા બળદ જલ્દી જ સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ