અધધધ..વર્ષો પહેલા હાથીએ માણસને મારી નાખ્યાની ઘટના જોઈ લોકોમાં થઇ હતી ભાગમભાગી, અને અંતે મેરી હાથીને લટકાવી દેવામાં આવ્યો ફાંસીએ

કોઈ માણસને ગંભીર ગુન્હો કરવા બદલ ફાંસીની સજા આપવામાં આવી હોય તેવા સમાચારો તો તમે ન્યૂઝપેપર કે ટીવીમાં જોયા જાણ્યા જ હશે.

image source

પણ શું તમે ક્યારેય કોઈ પશુને ફાંસી આપવામાં આવી હોય તેવું સાંભળ્યું છે ? નહીં ને ? તો આવો આજે અમે આપને ઇતિહાસના એક ક્રૂર બનાવ વિશે વાકેફ કરીએ છીએ.

આ ક્રૂર ઘટના અમેરિકાના ટેનેસી રાજ્યની છે જ્યારે 13 ડિસેમ્બર 1916 ના દિવસે હજારો લોકોની વચ્ચે એક હાથીને ફાંસી આપી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. તેના પાછળનું કારણ પણ વિચિત્ર હતું.

image source

અસલમાં ચાર્લી સ્પાર્ક નામનો એક વ્યક્તિ ટેનેસી રાજ્યમાં પોતાનું સર્કસ ” સ્પાર્ક્સ વર્લ્ડ ફેમસ શો ” લઈને આવ્યો હતો જેમાં અનેક પ્રકારના જાનવરોનો ખેલ દેખાડવામાં આવતો હતો. આ સર્કસમાં ” મેરી ” નામનો એક એશિયાઈ હાથી પણ હતો જેનું વજન પાંચ ટન હતું અને તે સર્કસનું મુખ્ય આકર્ષણ પણ હતો. એક દિવસ કોઈ કારણોસર મેરી હાથીના મહાવતે પોતાની નોકરી છોડી દીધી અને સર્કસના માલીક એટલે ચાર્લી સ્પાર્કે એક નવા મહાવતને મેરી ની દેખરેખ માટે નોકરીએ રાખી લીધો.

હવે મેરી હાથીનો મહાવત નવો હતો એટલે તેને મેરીના સ્વભાવ અને આદતનો કઈં અનુભવ નહોતો ઉપરાંત તેને મેરી સાથે બહુ ઓછો સમય વિતાવવા મળતો.

image source

આવી પરિસ્થિતિ વચ્ચે એક દિવસ સર્કસની જાહેરાત માટે શહેરમાં સર્કસના બધા જાનવરો અને કલાકારોની પરેડ કાઢવામાં આવી. પરેડ દરમિયાન મેરી હાથીને ક્યાંક ખાવાની કોઈ ચીજવસ્તુ નજરે પડતા તે ઝડપથી ચાલવા લાગ્યો. મેરી ના નવા મહાવતે તેને રોકવા પુરા પ્રયાસો કર્યા પણ મેરી હાથી કાબુ બહાર ચાલ્યો ગયો. આથી તેના મહાવતે મેરીના કાનના પાછળના ભાગે ભાલો માર્યો. આથી મેરી ભારે ગુસ્સે થયો અને મહાવતને પોતાને તોતિંગ પગ નીચે ચગદી નાખ્યો. શહેર વચ્ચે આ રીતે એક હાથીએ માણસને મારી નાખ્યાની ઘટના જોઈ લોકોમાં ભાગમભાગ થઈ ગઈ. જેમ તેમ કરીને મામલો ઠંડો પડ્યો પરંતુ બીજા દિવસના અખબારોમાં આ સમાચાર હેડિંગ બન્યા.

image source

હવે મોટાભાગના લોકો આ હાથીને મારી નાખવાની માંગ કરવા લાગ્યા. કોઈએ હાથીને ટ્રેન વડે મેરી હાથીને કચડી નાખવાનું કહેવા લાગ્યા તો કોઈ તેને ઈલેક્ટ્રીક કરન્ટ આપી મારી નાખવાનું કહેવા લાગ્યા. સાથે જ લોકોએ સર્કસના માલીક ચાર્લી સ્પાર્કને પણ જણાવી દીધું કે જો તે મેરી હાથીને નહીં મારે તો તેનું સર્કસ ચાલવા નહીં દેવાય.

image source

આખરે લોકોના ઉગ્ર વિરોધને લઈને સર્કસના માલીકે મેરી હાથીને મારી નાખવાનો નિર્ણય કર્યો અને 13 ડિસેમ્બર 1916 ના દિવસે મેરી હાથીને 100 ટનની એક ક્રેન વડે હજારો લોકોની વચ્ચે ફાંસી આપી મારી નાખવામાં આવ્યો. ઇતિહાસમાં આ ઘટનાને માણસની જાનવરો પ્રત્યેની ક્રૂર ઘટનાઓ પૈકી એક ગણવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ