પહેલા જાણી લો આ છોડ વિશે, અને ક્યારે પણ ના અડતા તેને ભૂલથી કારણકે..

તમે ઝેરીલા સાપ કે ઝેરીલા જીવ જંતુઓ વિશે સાંભળ્યું હશે કે જેનો એક ડંખ પણ મનુષ્યો માટે ખતરનાક સાબિત થઈ શકે છે ત્યાં સુધી કે માણસનું મૃત્યુ પણ થઈ શકે છે.

પણ શું તમે એવું માની શકો કે કોઈ વનસ્પતિ કે છોડ પણ ઝેરીલો હોઈ શકે ! નહીં ને ?

તો જેન્તીલાલ ડોટ કોમ જાણવા જેવું વિભાગ આવા જ જાણવા જેવા લેખોનો સંગ્રહ છે. અને આજના આ આર્ટિકલમાં અમે તમને એક અજબ ગજબ છોડ વિશે રસપ્રદ માહિતી આપવાના છીએ જે અમારા જિજ્ઞાસુ વાંચકો માટે માહિતીસભર રહેશે.

બ્રિટનની રાજધાની લંડનમાં મળી આવતા આ છોડ અન્ય સામાન્ય છોડ કરતા કયાંય વિશેષ ખાસિયત ધરાવે છે. સ્થાનિક લોકો આ છોડને ” હોગવીજ ” તથા ” કિલર ” ના નામથી ઓળખે છે.

લંડનમાં આવેલી લંકાશાયર નદી કાંઠે મળી આવતા આ પ્રકારના છોડ વિશે એવું કહેવાય છે કે આ છોડને ખાવા કે ચાખવાની વાત તો દૂર રહી તેનો સ્પર્શ માત્ર પણ મનુષ્યો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

image source

સાપ કરતા પણ વધુ ખતરનાક

” હેરકિલમ મેંટાગેજિએનમ ” એવું વૈજ્ઞાનિક નામ ધરાવતો આ છોડ વધુમાં વધુ 14 ફૂટ સુધી ઉગે છે.

image source

વૈજ્ઞાનિકોના મંતવ્ય મુજબ આ છોડ સાપ કરતા પણ વધુ ખતારનાક છે. જો કોઈ માણસ આ છોડને સ્પર્શ કરે તો 48 કલાકની અંદર જ આ છોડ તેનો ખતરનાક પ્રભાવ દેખાડવાનું શરૂ કરી દે છે જેના કારણે ત્વચામાં તીવ્ર બળતરા થતી હોય તેવો અનુભવ થવા લાગે છે.

એવું પણ માનવામાં આવે છે કે છોડને હાથ કે શરીરના કોઈ ભાગ વડે સ્પર્શ કરવામાં આવે તે ભાગની ત્વચામાં ફરફોલા થવા લાગે છે. વળી, ડોકરોના કહેવા મુજબ છોડની ઝેરીલી અસરથી માણસની આંખોની દ્રષ્ટિ પણ જઈ શકે છે.

image source

છોડનું ઝેરીલું હોવાનું કરણ

આ છોડનું આટલું ઝેરીલું હોવાનું કારણ તેમાં રહેલું એક ખાસ રસાયણ છે જેને ” સેંસઆઈઝીંગ ફુરાનોકૌમારીંસ ” નામથી ઓળખવામાં આવે છે.

image source

હજુ સુધી આ છોડને કારણે ક્ષતિગ્રસ્ત થતા માનવ શરીરના ઈલાજ માટે કોઈ કારગર દવા શોધી શકાઇ નથી. જો કે અન્ય વનસ્પતિની જેમ આ છોડ પણ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી ઓક્સિજન વાયુ છોડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ