આ છે વિશ્વનો સૌથી ખતરનાક છોડ, ખબર છે તમને?

તાજેતરમાં જ અહીં જેન્તીલાલ ડોટ કોમના જાણવા જેવું વિભાગના એક આર્ટિકલમાં અમે આપને ઇંગ્લેન્ડના એક ખતરનાક છોડ વિષે જણાવ્યું હતું જેને સ્પર્શ માત્ર કરવાથી પણ માણસ માટે જીવનું જોખમ ઉભું થાય છે.

image source

” હેરકિલમ મેંટાગેજિએનમ ” એવું વૈજ્ઞાનિક નામ ધરાવતો એ છોડ સાપ કરતા પણ વધુ ખતારનાક માનવામાં છે। પરંતુ એ સિવાય પણ એવી અનેક વનસ્પતિ છે જે માણસ માટે ઘાતક સાબિત થઇ શકે છે. આવી જ વધુ એક જોખમી વનસ્પતિના છોડ વિષે જાણીએ.

image source

રીકીન્સ કોમુનિસ નામક આ છોડ પણ ખતરનાક વનસ્પતિ પૈકી એક છે. આ એ જ છોડ છે કે જેના બીજમાંથી કસ્ટર ઓયલ એટલે કે એરંડિયાનું તેલ કાઢવામાં આવે છે. આ છોડનું વૈજ્ઞાનિક નામ રાઈસીન છે.

તેના બીજમાંથી એરંડિયાનું તેલ કાઢી લીધા બાદ પણ તે બીજમાં ઘણું કહી શકાય તેટલી માત્રામાં ટોક્સિન હોય છે.

image source

આપણા શરીરમાં રહેલી મેટાબોલિઝ્મની કોશિકાઓ આવેલી હોય છે જે જીવન જીવવા માટે અનિવાર્ય ગણી શકાય રાઈસીન આ કોશિકાઓને નષ્ટ કરી શકવાની ક્ષમતા ધરાવે છે જેથી શરૂઆતમાં ઝાડા ઉલ્ટી અને એક અઠવાડિયાની અંદર શરીરના પ્રભાવિત અંગો કામ કરવાનું બંધ કરી દે છે.

image source

ત્યાં સુધી કે માણસનું મૃત્યુ પણ થઇ શકે છે. માટે આ છોડને વિશ્વના સૌથી ખતરનાક વનસ્પતિઓ પૈકી એક ગણવામાં આવે છે.

કદાચ તમને પ્રશ્ન થાય કે જો આ વનસ્પતિ એટલે કે રીકીન્સ આટલા ઘાતક હોય તો આપણે ત્યાં ગુજરાતમાં તો આની ખેતી પણ કરવામાં આવે છે એ શા માટે ? તો તેનો જવાબ પણ હાજર છે.

image source

વિષેશજ્ઞના મંતવ્ય મુજબ કોઈ પણ વનસ્પતિ ઝેરીલી હોવી અને હાનિકારક હોવી એ બંનેમાં અંતર છે. તમે થોડું ઘણું પૃથ્થકરણ કરી એ સરળતાથી જાણી શકો છો કે કઈ વનસ્પતિ ઝેરીલી છે અને તેમાં ક્યાં પ્રકારનું ટોક્સિન છે અને તેનાથી આપણને શું નુકશાન થઇ શકે ?

image source

પણ જો તમે તેનું સેવન કરશો ત્યારે જ તે જીવલેણ કે નુકશાનકારક સાબિત થશે. એરંડિયાના બીજ માણસના શરીરમાં પચી શકતા નથી જો તેને ગળી જવામાં આવે તો તે વધુ કઈં નુકશાન કર્યા વિના મળ સાથે બહાર નીકળી જાય છે.

image source

પરંતુ જો તમે એક સાથે પાંચ એરંડિયાના બીજ ચાવી જશો અને તે પેટમાં પહોંચી જશે તો તે ઘાતક સાબિત થઇ શકે. નાના બાળકોને તો એક ચાવેલું બીજ પણ જીવલેણ નીવડી શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ