ચૈત્ર નવરાત્રિમાં ખાઈ લો આ ચીજો, જાણો 9 દિવસ આ ચીજો ખાવા માટે શું છે પરંપરા અને મહત્વ

13 એપ્રિલથી ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે. ભક્તો માતાની આરાધના કરવાનો શક્ય તમામ પ્રયાસ કરી રહ્યા છે. આ સમયે તમારે તેનું ખાસ પાલન કરવાની અને સાથે આ સમયે ખાસ નિયમોને પાળવાની પણ જરૂર છે. ચૈત્ર નવરાત્રિમાં કેટલીક ખાસ ચીજોને 9 દિવસ સુધી ખાવાનું માહાત્મ્ય છે. ચૈત્ર નવરાત્રિમાં 9 દિવસ સુધી પૂજા, વ્રત અને ધ્યાન સાથે લીમડાના પાન ખાવાની પરંપરાછે. હાલના લોકો ભાગ્યે જ આ પરંપરા જાણે છે. સાથે જ આ સીઝનમાં કેરી ખાવાની પરંપરા છે. આ સમયે તેની શરૂઆત થાય છે. કોરોનામાં પરંપરા અને ખાસ ઉપાયોને પણ મહત્વ આપવામાં આવી રહ્યું છે. તો તમે પણ જાણી લો આ નિયમો.

image source

વર્ષમાં કુલ 4 વાર નવરાત્રિનો તહેવાર આવે છે. આ સમયે બે ઋતુઓના સંધિકાળમાં જ આવે છે. સંધિકાળ એટલે કે એક ઋતુ આવવી અને સાથે અન્ય ઋતુનું ખતમ થવું. ચૈત્ર નવરાત્રિ પણ આવો જ એક સમય છે. આ સમયે ખાસ કરીને વસંતુ ઋતુ ખતમ થાય છે અને ગ્રીષ્મ ઋતુની શરૂઆત થતી હોય છે. આ સમયે તમને ખાસ કરીને ખાંસી, કફ, ઉધરસની બીમારી પણ જોવા મળે છે. સીઝનલ બીમારીની અસર આ સમયે તમને વધારે અસર કરતી હોય છે. જે તમને કોરાનાના લક્ષણોમાં પમ જોવા મળે છે. સીઝનલ રોગોથી બચવા માટે તમે જેટલા પણ ઘરેલૂ ઉપાયો અજમાવી લો છો તે તમને જલ્દી રાહત આપે છે.

જાણો ચૈત્ર નવરાત્રિના વ્રતમાં શું લાભ મેળવી શકાય છે

image source

જ્યારે પણ બે ઋતુઓની વચ્ચેના સમયે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની વાત આવે છે ત્યારે તમે ખાન પાનને લઈને કેટલીક ભૂલો કરી લો છો અને તેના કારણે તમે બીમારીનો શિકાર પણ બનો છે. ખાસ કરીને ચૈત્ર નવરાત્રિનો સમય એવો છે કે જેમાં થોડી પણ બેદરકારી રાખશો તો શરદી- તાવ, પેટમાં દુઃખાવો, અપચો જેવી બીમારીનો ખતરો રહે છે. આયુર્વેદમાં રોગથી બચવા માટે લંઘન નામની એક વિધિ છે. તેને કરવાથી પાચન તંત્રને આરામ મળી રહે છે અને સાથે જ તમારું શરીર જલ્દી રિચાર્જ થાય છે. તે માટે તમારે કેટલાક નાના ઉપાયોની મદદ લેવાની રહે છે.

image source

આ સીઝનમાં તમે લીમડાના પાનનો ઉપયોગ કરી શકો છો. આયુર્વેદમાં લીમડાને અનેક બીમારી માટે રામબાણ માનવામાં આવે છે. તેના પાનનું જો રોજ સેવન કરવામાં આવે તો સીઝનલ બીમારી, સ્કીનને લગતી સમસ્યાઓ, કફ વગેરેમાં લાભ મળી રહે છે. લીમડામાં પ્રોટીન, ચરબી, કાર્બોહાઈડ્રેટ્સ, ખનીજ અને કેલ્શિયમ સારા એવા પ્રમાણમાં તમને મળે છે. તેનાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને સાથે જ તમારા રોગને નાશ કરવામાં પણ તે મદદરૂપ બને છે. લીમડાના ઉપયોગની પરંપરા આ સીઝનમાં વર્ષોથી ચાલી આવી રહી છે. આ સમયે પૂજા પાઠમાં પણ તેનો ઉપયોગ કરાશે તો કોઈ ખાસ મુશ્કેલી તમને અડી શકશે નહીં.

image source

આ સીઝનમાં કેરીના સેવનનું ખાસ મહત્વ ગણાવાયું છે. માતાજીને પણ કેરી ધરવાની માન્યતા છે. કેરીની ખટાસ આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. જે કેરી કાચી હોય છે તેમાં વિટામીન સી વધુ હોય છે અને પાકી કેરીમાં વિટામીન એ. કોઈ પણ પ્રકારની કેરી તમારી અનુકૂળતા અનુસાર તેનો ઉપયોગ કરી શકો છો. આ સાથે તેમાં અનેક પ્રમાણમાં ફાઈબર અને પ્રોટીનની સાથે સાથે એન્ટી ઓક્સીડન્ટ્સ પણ હોય છે. જે તમારી મદદ કરે છે.

image source

કેરીમાં પાણી વધારે હોય છે. તેનાથી શરીરમાં પાણીનું પ્રમાણ યોગ્ય રીતે જળવાઈ રહે છે. તેનાથી અનેક રોગથી પણ રાહત મળે છે. તે પાચનતંત્ર માટે, આંખ માટે, સ્કીન માટે અને શરીરને નવી તાકાત આપવા માટે લાભદાયી રહે છે. તેનું પાણી પીવાથી તમને લૂ સામે લડવાની તાકાત મળે છે. પણ તે યોગ્ય પ્રમાણમાં ખાવામાં આવે તો જ કામનું છે. નહીં તો તે નુકસાન પણ કરે છે અને તેની સાઈડ ઈફેક્ટ પણ રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!