ચીનમાં કુંવારાઓ માટે ચાલે છે આ ‘લવ પર્શ્યૂટ ટ્રેન’ ! જીવનસાથી પામવાનો નવતર પ્રયોગ !

ચીનમાં કુંવારા લોકો લગ્ન કરે તેને પ્રોત્સાહન આપવા માટે એક ખાસ પ્રકારની ટ્રેન શરૂ કરવામા આવી છે. જેમાં માત્ર કુંવારાઓને જ પ્રવેશ આપવામાં આવે છે. આ ટ્રેનને લવ સ્પેશિયલ ટ્રેન કહેવાય છે. ગત 10મી ઓગસ્ટે જ તેની વાર્ષિક ર્ની શરૂ થઈ હતી.

આ ટ્રેનમાં એક હજારથી પણ વધારે કુંવારા યુવક-યુવતિઓ એક સાથે જ યાત્રા કરે છે. આ ટ્રેનની મુસાફરી બે દિવસની હોય છે. આ ટ્રેનનો ઉદ્દેશ જ કુંવારા લોકોને તેમના જીવનસાથીને શોધી આપવાનો છે. હાલ ચીનમાં આ એક મોટી સમસ્યા છે કે તેના યુવાનો લગ્ન સંસ્થામાં ઓછો વિશ્વાસ ધરાવે છે.
1970માં ચીનમાં એક દંપત્તિએ માત્ર એક જ બાળકના કાયદાને લાગૂ પાડવામાં આવ્યો હતો. તેની અસરના કારણે આજે ચીનમાં લીંગ રેશિયો સતત ઘટી ગયો છે. અને તેના કારણે લોકોને લગ્ન કરવામાં પણ ઘણી સમસ્યાઓ નડી રહી છે.

ભારતમાં જેમ બાળકીને પેટમાં જ તેનું લિંગ પરિક્ષણ કરીને ગર્ભપાત કરાવી દેવામાં આવે છે તેવી જ રીતે ચીનમાં પણ બાળકીઓને એક બાળકના કાયદાના કારણે ગર્ભમાં જ પાડી નાખવામાં આવતી. અને તેના કારણે જ છોકરાઓ સામે છોકરીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. જો કે 2016માં ચીનના એક સંતાન વાળા કાયદાને નાબૂદ કરવામાં આવ્યો હતો.

એક અહેવાલ પ્રમાણે કુંવારા લોકો માટે શરૂ કરવામાં આવેલી આ ટ્રેનની સફળતાની ટકાવારી 10 ટકાની છે. એટલે કે આ ટ્રેનમાં જો 1000 લોકો યાત્રા કરતાં હોય તો તેમાંથી 100 લોકોની મુલાકાત લગ્નમાં પરિણમે છે. સામાન્ય રીતે આ ટ્રેન વર્ષમાં એક જ વાર દોડાવવામાં આવે છે પણ તેની સફળતા જોતાં તેની ફ્રીક્વન્સી વધારવાની વાત થઈ રહી છે એટલે કે તેને હવે બે વાર દોડાવવામાં આવશે. ચીનની આ ટ્રેન ચોંગકિંગ નોર્થથી કિયાનજિયાંગ સ્ટેશન સુધી ચાલે છે.

આ મુસાફરી દરમિયાન આ યુવક-યુવતિઓ વચ્ચે તેઓ એકબીજાને સારી રીતે જાણે તે હેતૂથી ઘણી બધી રમતો રમાડવામાં આવે છે તેમજ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. આ યાત્રા દરમિયાન રસ્તામાં આવતા પૌરાણીક જળ નગર કે જેને ઝુઓ શૂઈ કહેવાય છે ત્યાં પણ આમંત્રણ આપવામાં આવે છે અને ત્યાં તેમને એક પરંપરાગત શો બતાવવામાં આવે છે.

આમ જોવા જઈએ તો સામાન્ય મેચ મેકિંગ કરતાં આ પ્રકારની પ્રવૃત્તિ થોડી વધારે ક્રીએટીવ છે. પ્રવાસ એક એવી પ્રવૃત્તિ છે જે વિશ્વની મોટાભાગની બધી જ વ્યક્તિઓને પસંદ હોય છે. અને જો તમને અહીં એક યોગ્ય જીવનસાથી ન મળે તો કંઈ નહીં પણ પ્રવાસ દરમિયાન તમે સારા મિત્રોતો ચોક્કસ બનાવી લો છો.

આ એક વાર્ષિક ટ્રેન છે. છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમા ત્રણ હજાર યુવક-યુવતિઓ આ ટ્રેનની સફર કરી ચુક્યા છે. ચેંગદુ રેલવે બ્યુરોએ આ પ્રયોગ કમ્યુનિષ્ટ યુથ લિગ ઓફ ચોલુગ્વિંગની સાથે મળીને શરૂ કર્યો છે.

એક આંકડા પ્રમાણે 2018માં ચીનમાં એક હજાર યુવક-યુવતિઓમાંથી માત્ર 720 યુવક-યુવતિઓ જ તેમનો સંબંધ લગ્નમાં ફેરવતા. અને તેના કારણે છેલ્લા એક દાયકામાં લગ્નનો દર સૌથી નીચો છે. આ ટ્રેનમાં પ્રવાસ કરતા યાત્રિકો આ પ્રયોગથી ખુબ જ ખુશ છે અને તેમને તેમાં એક જાતનો રોમાંચ પણ લાગે છે. યુવાનો માટે જીવનસાથી શોધવા માટેનો આ ચોક્કસ એક આકર્ષક રસ્તો છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ