મોબાઇલ યુઝર્સ માટે મોટા સમચાર, આજથી બદલાઇ જશે સિમ કાર્ડને લગતા આ નિયમો

મોબાઈલ યુઝર્સ માટે મોટી ખબર! ૧૬ ડિસેમ્બર સુધીમાં બદલાઈ જશે આ નિયમ.. ૩દીવ્સમાં કરવું પડશે આ કામ!

મોબાઈલ ફોન યુઝર્સ માટે ખુબ જ જરૂરી સમાચાર બહાર આવ્યા છે. મોબાઈલ વપરાશકર્તાઓ માટે ૧૬ ડિસેમ્બર થી નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. ટેલિકોમ રેગ્યુલેટરી અથોરીટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ) એ મોબાઈલ નમ્બરપોર્ટેબિલિટીના નિયમોમાં મંગળવારના રોજ સરવજનિક નોટિસ બહાર પડી કેટલાક ફેરફાર કર્યા છે. ટ્રેન નિયમો મુજબ ૧૬ ડિસેમ્બરથી પોર્ટિન્ગ ની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવી દેવામાં આવશે. ૧૬ ડિસેમ્બર પછી થી ૩ દિવસોની અંદર મોબાઈલ પોર્ટ કરવાની પ્રક્રિયાને પૂર્ણ કરવી પડશે.

image source

ટ્રાઇએ મોબાઈલ પોર્ટ કરવાની પ્રક્રિયાને ઝડપી અને સહેલી બનાવવા માટે ૧૬ ડિસેમ્બરથી નિયમોમાં બદલાવ કર્યો છે. એમએનપી (MNP) ની મદદથી કોઈ પણ ગ્રાહક પોતાના ઓપરેટર ને સહેલાઈથી બદલી શકે છે અને ઓપરેટર બદલવા છતાં પણ નમ્બર નહિ બદલાય. ૧૬ ડિસેમ્બર થી આ સમગ્ર પ્રક્રિયામાં ફક્ત ૩ દિવસનો જ સમય લાગશે.

image source

નવા નિયમો પ્રમાણે હવે સર્વિસ એરિયા ની અંદર જો કોઈ પોર્ટ કરાવવા માટે રિકવેસ્ટ કરે છે તો તેને ૩ દિવસની અંદર પૂર્ણ કરવાની રહેશે. જયારે એક સર્કલ માંથી અન્ય સર્કલ માં પોર્ટ કરવાનું કામ ૫ દિવસમાં પૂર્ણ કરવાનું રહેશે.

image source

૧૬ ડિસેમ્બરથી આ સુધારાયેલી નવી પ્રક્રિયા અમલમાં મુકાશે.નવી પ્રક્રિયા યુનિક પોર્ટિન્ગ કોડ (UPC) પર અમલ કરવાની શરતે લાવવામાં આવી છે જેમાં યુપીસી ત્યારે જ બનશે જયારે ગ્રાહક તેના મોબાઈલ નમ્બર ને પોર્ટ કરવાના પાત્ર હશે. મોબાઈલ વપરાશકર્તા યુપીસી બનાવી શકશે અને મોબાઈલ નમ્બરની પોર્ટિન્ગ કરવાવવાની સુવિધાનો લાભ ઉઠાવી શકશે.

image source

આ સિવાય પણ નવી પ્રક્રિયામાં અલગ અલગ શરતોની પોઝીટીવ પ્રક્રિયાથી જ યુપીસીને બનાવી શકાશે. ઉદાહરણ માટે, પોસ્ટ પૈડ મોબાઈલ ક્નેક્શનોના ની પ્રક્રિયામાં ગ્રાહકે તેના બાકી રહેલ્સ બિલ વિષે ઓપરેટર ને જાણ કરવી પડશે. સાથે – સાથે નવા નિયમો પ્રમાણે ગ્રાહકે પોર્ટ કરાવ્યા બાદ નવા ઓપરેટર ના નેટવર્ક પર ઓછામાં ઓછા ૯૦ દિવસો સુધી કાર્યરત રહેવું પડશે.

image source

જો કે ટ્રાઈ એ સ્પષ્ટ કર્યું છે કે કોર્પોરેટ મોબાઈલ ક્નેક્શનોની પોર્ટિન્ગની અવધિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહિ થાય. આ સિવાય નવી પ્રક્રિયા માં UPS ૪ દિવસ માટે વેલીડ રહેશે. જયારે જમ્મુ – કાશ્મીર, આસામ, અને પૂર્વોત્તર ના સર્કલમાં UPS ૩૦ દિવસો સુધી વેલીડ રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ