તમે પણ જોઇ લો વિડીયોમાં રણબીરે આલિયાની સામે ઉતારી દીધો શર્ટ, અને પછી થયું…

બ્રહ્માસ્ત્રની શૂટિંગ વચ્ચે રણબીર કપૂરએ આલિયા સામે ઉતારી નાંખ્યું શર્ટ, આલિયાનું જુઓ રિએક્શન

image source

ઉત્તર પ્રદેશમાં વારાણસી ફિલ્મોના શૂટિંગ માટેના પ્રખ્યાત સ્થળોમાંથી એક બની ગયું છે.

તાજેતરમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તેમની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રના એક ગીતના શૂટિંગ માટે મંદિરોની આ નગરીમાં પહોંચ્યા હતા, બંને કલાકારોઓ ગુલેરિયા ઘાટ પર ગીતનું સિક્વન્સ શૂટ કરતા હતા તે સમયના ફોટો અને વીડિયોએ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી છે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તેમની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂટિંગ માટે વારાણસી પહોંચ્યા છે.તાજેતરમાં વારાણસીના ઘાટ પર શૂટિંગ દરમિયાન તેમના ફોટા અને વીડિયો વાયરલ થયા છે.

image source

આ ફોટામાંથી એક ફોટો ચર્ચાનો વિષય બન્યો છે, જેમાં રણબીર કપૂર આલિયા ભટ્ટ સામે પોતાનો શર્ટ ઉતારતો નજરે પડે છે.

આલિયા અને રણબીર બનારસમાં એક ડાંસ સીક્વેંસ શૂટ કરી રહ્યા છે તે દરમિયાનનો આ ફોટો છે. આ ફોટો વધારે ચર્ચામાં એટલા માટે છે કે હાલ બોલિવૂડમાં આલિયા ભચ્ચ અને રણવીર કપૂરના અફેરની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે.

image source

ચર્ચાઓ એવી પણ છે કે 2020ના વર્ષમાં આ કપલ લગ્ન પણ કરી લેશે. જો કે લગ્નની વાત કેટલીક સાચી સાબિત થાય તે તો આવનાર સમય જ જણાવશે. પરંતુ અત્યારે તમને જણાવીએ વાયરલ થયેલા આ ફોટો પાછળ શું છે સત્ય

રેમો ડિસોઝા દ્વારા કોરિયોગ્રાફ કરાયેલા એક ગીતનું શૂટિંગ વારાણસીના ગુલેરિયા ઘાટ પર કરવામાં આવ્યું છે.

image source

આ ગીતમાં એક શોટ એવો છે જેમાં રણબીર પોતાનો શર્ટ ઉતારતો નજરે પડે છે. આ સોંગમાં આલિયા વ્હાઇટ ટોપ સાથે રેડ શ્રગ અને બ્લુ જીન્સ પહેરી જોવા મળશે.

જો કે સોન્ગ કરતાં વધારે ચર્ચા રણબીરએ આલિયા સામે શર્ટ ઉતાર્યો તેની થઈ રહી છે.

અયાન મુખર્જી દિગ્દર્શિત ફિલ્મ બ્રહ્માસ્ત્રનું અડધું શૂટિંગ વારાણસીમાં થઈ ચૂક્યું છે. ફિલ્મના બીજા શિડ્યુલનું શૂટિંગ શનિવારથી શરૂ થઈ ગયું છે.

image source

આ ગીતના શૂટિંગની વાત કરીએ તો રણબીર અને આલિયાના ડાન્સ નંબરનું શૂટિંગ વરસાદના કારણે અટકી ગયું હતું. એટલા માટે આ ગીતનું શૂટિંગ હાલમાં કરવામાં આવી રહ્યું છે.

અહેવાલો અનુસાર, આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે. તેમાં રણબીર અને આલિયા પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે.

હાલ તેમના અફેરની ચર્ચાઓ પણ જોરશોરથી ચાલી રહી છે. તેવામાં તેમના ચાહકો બંનેની જોડીને ફિલ્મમાં જોવા ઉત્સાહિત છે.

image source

આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, મૌની રોય, નાગાર્જુન, ડિમ્પલ કાપડિયા, પ્રતીક બબ્બર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ચર્ચાઓ એવી પણ છે કે શાહરુખ ખાન પણ આ ફિલ્મમાં સ્પેશિયલ અપીયરન્સમાં જોવા મળશે.

ફિલ્મની ગુણવત્તા અને વીએફએક્સ સાથે બાંધછોડ કરવા ન ઈચ્છતા અયાન મુખર્જીએ આ ફિલ્મની રિલીઝ ડેટ પાછળ કરી છે.

image source

આ ફિલ્મ હવે 2020માં રિલીઝ કરવામાં આવશે. જો કે હાલ તો સોશિયલ મીડિયા પર આ શૂટિંગ અને આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ